ખેડૂતોને કૃષિ સંબંધિત સમકાલીન માહિતી આપવામાં આવે તો કૃષિ ક્ષેત્રને વધુ પ્રોત્સાહન આપી શકાય. આ બાબતને ધ્યાનમાં રાખીને છેલ્લા 27 વર્ષથી કૃષિ ક્ષેત્રે સતત કાર્યરત કૃષિ જાગરણે સમયાંતરે ખેડૂતો માટે 'કેજે ચૌપાલ'નું આયોજન કરતો રહે છે. આમાં, કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત કંપનીઓના મહાનુભાવો અને પ્રગતિશીલ ખેડૂતો મહેમાન તરીકે આવે છે અને તેમના કાર્યો, અનુભવો અને નવીનતમ તકનીકો શેયર કરે છે. એજ સંદર્ભમાં સોમવારે 5 ઓગસ્ટ, 2024 ના રોજ, શ્રી ગીર ગૌ કૃષિ જતન સંસ્થાન (ગોંડલ, રાજકોટ, ગુજરાત) ના મેનેજિંગ ડિરેક્ટર અને ખેડૂત રમેશ ભાઈ રૂપારેલીયાએ નવી દિલ્હીમાં કૃષિ જાગરણની મુખ્ય કાર્યલયની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે કૃષિ જાગરણની ટીમ સાથે વાતચીત કરી હતી તેમજ રમેશભાઈ રૂપારેલીયાએ ગાય આધારિત ખેતી પર ભાર મૂક્યો હતો.
ગાય આધારિત ખેતી થકી ખેડૂતોને મળશે સારો નફો
રમેશ ભાઈ રૂપારેલીયાએ કૃષિ જાગરણ દ્વારા થઈ રહેલી કામગીરીની સરાહના કરી હતી. આ ઉપરાંત તેમણે કહ્યું કે આપણે ખેડૂતોને ઉદ્યોગપતિ બનાવવા જોઈએ, ખેડૂતોને નિકાસકાર બનાવવા જોઈએ. ખેડૂતોને દેશની પ્રગતિનો આધાર માનવો જોઈએ. કારણ કે ખેડૂત એકમાત્ર વ્યક્તિ છે જે સમગ્ર દેશમાં આરોગ્ય અને રોજગાર જેવી બાબતો વિશે વિચારી શકે છે.કેજે ચૌપાલમાં તેમણે એમ પણ કહ્યું કે જો દરેક દેશના ખેડૂતો ગાય આધારિત ખેતી કરે તો તેમને બજારમાં સારો નફો મળશે અને આ ખેતી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક હશે. આજના સમયમાં લોકોને પોતાનું સ્વાસ્થ્ય જાળવવા માટે ઝેર મુક્ત ખોરાક લેવો પડે છે. લોકોએ ગાય આધારિત ખેતી અને ઉત્પાદનોનું સેવન કરવું જોઈએ. ગાયનું દૂધ અને ઘી આજના આધુનિક સમયમાં લોકો માટે ફાયદાકારક છે.
ગૌમૂત્ર અને ગાયનું છાણ વધારે છે પાકની ઉપજ
આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે ખેતી માટે ગૌમૂત્ર અને ગાયનું છાણ પાકની ઉપજ અને ગુણવત્તા માટે ફાયદાકારક છે. તેમણે એમ પણ કહ્યું કે જો ખેડૂતો તેમના ખેતરોમાં ગાય આધારિત ખેતી અપનાવે તો તેઓ તેમની આવક બમણી નહીં પરંતુ 21 ગણી વધારી શકે છે. તેમણે કહ્યું કે જો મધમાખી અને ગાય બંને આ દુનિયામાંથી અદૃશ્ય થઈ જશે તો મનુષ્યનો કોઈ ફાયદો થશે નહીં. માણસ સંપૂર્ણપણે પ્લાસ્ટિકના રમકડો બનીને રહી જશે.
પોતાની યાત્રા વિશે જણાવ્યું
રમેશ ભાઈ રૂપારેલીયાએ જણાવ્યું કે તેઓ એક સામાન્ય ખેડૂત હતા, પરંતુ “વૈદિક ગાયપાલન અને ગાય આધારિત ખેતી” ના સિદ્ધાંતોને અનુસરીને તેમણે વૈશ્વિક બજારોમાં સફળતા હાંસલ કરી. તેમણે કહ્યું, અમારું મિશન સ્પષ્ટ છે, તમે ભલે ભણેલા ન હોવ, ભલે તમે એટલા સક્ષમ ન હોવ, છતાં પણ જો તમે દ્રઢ નિશ્ચય સાથે આગળ વધશો તો ધરતી માતા અને ગૌ માતાના આશીર્વાદથી તમને શાંતિ અને સમૃદ્ધિ મળશે.
યુવાનોને આપી રહ્યા છે રોજગાર
તમને જણાવી દઈએ કે, ખેડૂત રમેશ ભાઈ રૂપારેલીયા પ્રત્યક્ષ કે આડકતરી રીતે 40 થી વધુ ઉચ્ચ વર્ગના ડીગ્રી ધારકો અને શિક્ષિત યુવાનોને રોજગારી આપી રહ્યા છે, અને દેશનો દરેક ખેડૂત સમયસર નિર્ણયો લઈ શકે તેવો દાખલો પણ બેસાડી રહ્યા છે, જેથી એક પણ વ્યક્તિએ રોજગાર વગર નહીં રહી જાએ. તેમજ રમેશભાઈ ખેડૂતોને તરક્કીની રાહે મોકલવાની દરવખતે કોશીશ કરે છે. રમેશભાઈએ રોજગારના વિશેને લઈને કહ્યું કે કોઈપણ સ્ટાર્ટ-અપ પહેલા યોગ્ય જ્ઞાન હોવું હંમેશા સારું છે, અન્યથા તે ભારે નુકસાન તરફ દોરી શકે છે. આવા લોકોને મોટા નુકસાનથી બચાવવા માટે, ખેડૂત રમેશભાઈ રૂપારેલીયા એક તાલીમનું આયોજન કરે છે, જ્યાં સફળતાના યોગ્ય માર્ગો સમજાવવામાં આવે છે.
Share your comments