હવામાનમાં પલટો આવ્યો છે. મોસમ વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે 13 સપ્ટેમ્બરથી આગામી ત્રણ-ચાર દિવસ સુધી દેશના અનેક વિસ્તારોમાં ભારેથી અતી ભારે વરસાદ થવાની શક્યતા છે. ખાનગી હવામાન એજન્સી સ્કાઈમેટ વેધરના જણાવ્યા પ્રમાણે 14 અને 15 સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્ર તથા પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ થઈ શકે છે. આ સિસ્ટમની અસર ઉત્તર મધ્ય પ્રદેશ અને દિલ્હીમાં 16થી 18 સપ્ટેમ્બર વચ્ચે જોવા મળશે. આ ભાગોમાં સામાન્ય વરસાદ નોંધાશે. અત્રે ઉલ્લેખનીય છે કે પશ્ચિમી રાજસ્થાનથી ચોમાસુ વિદાય લેવાની શરૂાત કરશે જ્યારે દિલ્હીથી તે 21 સપ્ટેમ્બરથી શરૂ કરશે. કેટલીક નવી સિસ્ટમો સર્જાવાને લીધે રાજસ્થાનમાં આ વખતે ચોમાસાની વિદાયમાં 15 દિવસનો વિલંબ થયો છે. આ સાથે એવી પણ સંભાવના છે કે 13થી 18 સપ્ટેમ્બર વચ્ચે મધ્ય ભારતના અનેક રાજ્યોમાં વરસાદની અસર રહેશે.
આગામી 24 કલાકમાં આ રાજ્યોમાં પણ વરસાદ થશે
આગામી 24 કલાકમાં તટીય કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ઉપ હિમાલયી, પશ્ચિમ બંગાળ, આસામ, સિક્કીમ, આંડમાન અને નિકોબાર દ્વિપસમૂહ તથા ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે. બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, આંતરિક મહારાષ્ટ્ર, તેલંગાણા, કેરળ અને લક્ષદ્વીપના કેટલાક ભાગોમાં પણ સામાન્ય વરસાદ થઈ શકે છે. પૂર્વી ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં ચોમાસાનો સામાન્ય વરસાદ થઈ શકે છે.
Share your comments