Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

કપાસની ગુણવત્તા જાળવવા માટે આટલુ કરો....

કપાસ અગત્યનો રોકડીયો પાક તેઅર્થકારણમાં મહત્વનો ભાગ ભજવે છે. તેમાંથી રેસા, તેલ અને પ્રોટીન ઉત્પન્ન થાય છે. ૮૦ થી વધુ દેશોમાં વાવેતર તેમાંભારત વિસ્તારમાં પ્રથમ અને ઉત્પાદનમાં બીજા ક્રમે છે. તેનોજીડીપીમાં ૩૦ ટકા ફાળો છે. દેશમાં લગભગ ૧૨૦ લાખ હે. તે પૈકી ગુજરાતમાં ૨૬ લાખ હે. વાવેતર થાય છે.

KJ Staff
KJ Staff

કપાસ અગત્યનો રોકડીયો પાક તેઅર્થકારણમાં મહત્વનો ભાગ ભજવે છે. તેમાંથી રેસા, તેલ અને પ્રોટીન ઉત્પન્ન થાય છે. ૮૦ થી વધુ દેશોમાં વાવેતર તેમાંભારત વિસ્તારમાં પ્રથમ અને ઉત્પાદનમાં બીજા ક્રમે છે. તેનોજીડીપીમાં ૩૦ ટકા ફાળો છે. દેશમાં લગભગ ૧૨૦ લાખ હે. તે પૈકી ગુજરાતમાં ૨૬ લાખ હે. વાવેતર થાય છે.

કપાસના પાક માટે છેલ્લામાં છેલ્લી ભલામણ મુજબ વધુ ઉત્પાદન આપતી હાઈબ્રીડ/બીટી હાઈબ્રીડ જાતો માટે ૨૪૦-૫૦-૧૫૦(કિલો/હેક્ટર) આપવાની ભલામણ છે. 

સાથે સાથે ઝીંક સલ્ફેટ અને મેન્ગનેશીયમ સલ્ફેટ પણ પાયાના ખાતર તરીકે ૨૫ કિલો/હે. આપવાથી કપાસનું વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

કપાસમાં રાસાયણિક ખાતર ક્યારે, કેટલું અને કેવી રીતે આપવું

ક્રમ

ખાતરનું નામ

ડીએપી કિ/હે

પોટાશ કિ/હે

અમો.સલ્ફેટ કિ/હે.

યુરીયા કિ/હે

યુરીયા કિ/હે

યુરીયા કિ/હે

પાયાનું ખાતર

૫૫

૧૨૫

-

-

-

-

પાળા ચડાવતી વખતે

૫૫

૧૨૫

-

-

-

-

પ્રથમ હપ્તો વાવેતર બાદ ત્રીજા અઠવાડિયે

-

-

૨૭૫

-

-

-

બીજો હપ્તો - પ્રથમ હપ્તા બાદ ત્રીજા અઠવાડીયે

-

-

-

૧૨૦

-

-

ત્રીજો હપ્તો - બીજા હપ્તા બાદ ત્રીજા અઠવાડીયે

-

-

-

-

૧૨૦

-

ચોથો હપ્તો - ત્રીજા હપ્તા બાદ ત્રીજા અઠવાડીયે

-

-

-

-

-

૧૨૦

                                   કુલ      

૧૧૦

૨૫૦

૨૭૫

-

-

૩૬૦

 

બીટી કપાસમાં વૃદ્ધિવર્ધક/વૃદ્ધિ નિયંત્રકનો છંટકાવ

બી.ટી. કપાસનું વાવેતર કરતા ખેડૂતોને વધારે ઉત્પાદન અને કપાસની સારી વૃદ્ધિ કરવા ૫૦ દિવસે અને ૭૦ દિવસે ૩૦ પી.પી. એમ (૦.૩ ગ્રામ / ૧૦ લી.પાણીમાં) વૃદ્ધિ વર્ધક નેપ્થેલીનએસીટીક એસિડનો છંટકાવ કરવાથી પાનના હરિતદ્રવ્યમાં પાનની જાડાઈમાં, ચાંપવામાં, સિમ્પોડીયાની લંબાઈ તેમજ જીંડવાની સંખ્યામાં વધારાના કારણે ઉત્પાદનમાં વધારો થાય છે.બી.ટી. કપાસનું વાવેતર કરતા ખેડૂતોને ચાંપવા અને જીંડવા ખરતા અટકાવી વધારે ઉત્પાદને મેળવવા માટે કપાસ પાકમાં ૯૦ દિવસે ૪૦ પી.પી.એમ (૦.૪ ગ્રામ/ ૧૦ લી. પાણીમાં) વૃદ્ધિનિયંત્રક સાયકોસિલ / કલોર મેક્વેટ કલોરાઈડ (સી.સી.સી.) ના છંટકાવથી પાનના હરિતદ્રવ્યમાં તથા જાડાઈમાં વધારો તેમજ ચાંપવાનું અને જીંડવાનું ખરણ ઘટતા જીંડવાની સંખ્યામાં વધારો થવાના કારણે ઉત્પાદનમાં વધારો થાય છે.

બી.ટી. કપાસમાં છોડની ઉપરની ટોંચ કાપવી

કપાસના પાકને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતરો આપવામાં આવે તો છોડ તેની જરૂરીયાત કરતા વધુ પ્રમાણમાં વાનસ્પતિ વૃદ્ધિ અને ઉચાઈ વધારશે અને બધોજ ખોરાક પાંદડા, ડાળીઓ અને થડના વિકાસમાં વપરાઈ જશે. જેથી આવા સમયે છોડ પર આવતા ચાંપવા, ફુલ - ભમરી અને જીંડવાને ખોરાક ન મળતા ખરી પડશે. આમ કપાસના છોડની ઊંચાઈ અને સપ્રમાણ વૃદ્ધિનું નિયમન કરવા માટે છોડની ઉપરની ટોંચ કાપવાની ભલામણ થયેલ છે. ઘણી વખત વાતાવરણમાં મોટા ફેરફાર તથા સુક્ષ્મ તત્વોની ઉણપથી પણ ચાંપવા કે નાના અવિકસીતજીંડવા ખરતા જોવા મળે છે.

નિંદામણ અને આંતરખેડ

કપાસના પાકમાં શરૂઆતની વૃદ્ધિ અવસ્થા એ બે મહિના ખેતર નિંદામણ મુક્ત રાખવું. ખુબ જ જરૂરી છે. જેના માટે હાથથી નિંદામણ કરવું. અથવા જરૂરીયાત મુજબ ગાળાફેર કરી આંતર ખેડ કરવી જોઈએ જરૂર જણાય તોજ નિદામણ નાશાક દવાનો ઉપયોગ કરવો.

પિયત

ખુબ જ ફુલભમરી અવસ્થાએ જો વધુ પાણી અપાય જાય તો ચાંપવા - ફુલભમરી ખરી પડે છે.

જયારે જીંડવાના વિકાસની અવસ્થાએ પાણીની ખેંચ પડે તો જીંડવા બરાબર ખુલતા નથી અને ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે.

પાણીની અછતની સ્થિતિમાં એકાંતરે પાટલે પિયત આપવું જોઈએ. પ્રથમ વીણી પછી પિયત બંધ કરી દેવું જેથી રોગ - જીવાત નિયંત્રણમાં રહે.

કપાસની મુખ્ય જીવાત

ક્રમ

ચુસીયા પ્રકારની જીવાતો

ક્રમ

જીંડવા કોરી ખાનારી ઈયળો

૧.

મોલો મશી

૧.

કાબરી ઈયળ

૨.

તડતડીયા

૨.

લીલી ઈયળ

૩.

થ્રીપ્સ

૩.

ગુલાબી ઈયળ

૪.

સફેદ માખી

૪.

લશ્કરી ઈયળ

૫.

મીલી મગ

 

 

૬.

રાતા ચુસિયા

 

 

 ચુસિયા પ્રકારની જીવાતો અને તેનું નિયત્રણ              

ક્રમ

જંતુનાશક દવાઓ

૧૦ લીટર પાણીમાં

લીમડાના બનાવટની દવા

૨૫ મીલી

થાયોમથોકઝા ૨૫ ડબલ્યુ.જી.

૩-૪ ગ્રામ

ઈમીડા કલોપ્રીડ ૨૦૦ એસ. એલ

૪ મિ.લી.

ડાયફેન્થીયુરોન ૫૦ ડબલ્યુ.પી.

૧૦ ગ્રામ

ફલોનીકામીડ ૫૦ ડબલ્યુ.પી.

૪ ગ્રામ

બીવેરીયા બેઝીયાના પાવડર

૬૦-૭૦ ગ્રામ

બ્રુપોફેન્ઝીન ૨૫ એસ.સી.

૨૦ મિ.લી.

બાયફેન્થ્રીન ૫૦ ઈ.સી.

૧૦ મિ.લી.

ડીનેટોફયુરાન ૨૦ એસ.જી.

૪ ગ્રામ

૧૦

એસીટામીપ્રીડ ૨૦ એસ.પી.

૨-૩ ગ્રામ

ઈયળો પ્રકારની જીવાતો અને તેનું નિયંત્રણ

ક્રમ

જંતુનાશક દવાઓ

૧૦ લીટર પાણીમાં

પ્રોફેનોફોસ ૫૦ ઈ.સી.

૨૦ મિ.લી.

ઈન્ડોકઝાકાર્બ ૧૪.૫ એસ.સી.

૫ થી ૭ મી.લી.

પોલીટ્રીન સી ૪૪ ઈ.સી.

૧૦ મિ.લી.

લેમ્ડાસાય હેલોથ્રીન ૨.૫ ઈ.સી.

૧૦ મિ.લી.

નોવાલ્યુરોન ૧૦ ઈ.સી.

૧૫ થી ૨૦ મિ.લી.

કલોર એન્ટ્રાનિલીપોલ ૨૦ એસસી

૩ મિ.લી.

એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસ.જી.

૩ ગ્રામ

સ્પીનોસેડ ૪૫ એસ.સી

 

૩ મિ.લી.

જૈવિક નિયંત્રણ

કપાસમાં કાબરી ઈયળ, લીલી ઈયળ, ગુલાબી ઈયળ અને લશ્કરી ઈયળ માટે એક વિધા દીઠ દરેક જીવાત માટે ૪ થી ૫ ફેરોમેન ટ્રેપ મુકવા અને લ્યુર્સ દર ૩૦ દિવસે બદલવી ફેરોમેન ટ્રેપ કપાસની ટોંચથી ૧ - ૧.૫ ફુટ ઊંચાઈએ રાખવા.

કપાસના ખેતર ફરતે ગલગોટા અને દિવેલા વાવવાથી લીલી ઈયળ તથા લશ્કરી ઈયળનું નુકસાન ઘટાડી શકાય.

ખેતરમાં પરજીવી પરભક્ષીઓની જાળવણી કરવી.

કપાસની ૧૦ થી ૧૫ હાર પછી મકાઈ/ જુવારની એક હાર વાવવાથી પરભક્ષી અને પરજીવીઓનું સંરક્ષણ કરી શકાય છે. પરભક્ષી ક્રાયસોપાના ઈંડા અથવા ઈયળો ૧૦૦૦૦ / હેક્ટરે ત્રણ વખત છોડવી.

પરજીવી ટ્રાયકોગ્રામા ભમરીઓ એક હેકટરે ૧.૫ લાખ મુજબ અઠવાડીયાના અંતરે પાંચ વખત પાકમાં છોડવી.

કપાસમાં લીલી ઈયળ અને લશ્કરી ઈયળ માટેનું વિષાણુયુક્ત દ્રાવણ (એન.પી.વી.) અનુક્રમે ૪૫૦ અને ૨૫૦ ઈયળ યુનિટ પ્રતિ હેકટરે છાંટવાથી ઈયળોમાં રોગ ઉત્પન્ન થાય છે ને ઈયળ નાશ પામે છે.

ખેતરમાં પક્ષીઓને બેસવાની વ્યવસ્થા ગોઠવવી.

ગુલાબી ઈયળના અસરકારક નિયંત્રણ માટે સાવજ એમડીપી ટેકનોલોજીની ૪૦૦ ગ્રામ પેસ્ટ પ્રતિ હેક્ટર મુજબ (એક સરખા ૧૦૦૦ ટપકાને બે ડાળીની વચ્ચેની જગ્યા પર) પ્રથમ માવજત જીવાતનો ઉપદ્રવ જણાય (ફુલ અવસ્થા) ત્યારે અને પછીની બે માવજત, પ્રથમ માવજતના ૩૦ દિવસના અંતરે આપવાની ભલામણ છે

કપાસના પાકમાં આવતા રોગોનું નિયંત્રણ

વાવણી સમયે બીજને કાર્બોકઝીન ૩૭.૫% + થાઈરમ ૩૭.૫% ડીએસના મિશ્રણનો ૩.૫ ગ્રામ/ કિલો અથવા ટ્રાયકોડર્મા હરજીયાનમ અથવા ટ્રાયકોડર્મા વિરીડી જૈવિક ફુગ નિયંત્રકનો (૧૦ ગ્રામ / કિલો) પટ આપી વાવેતર કરી શકાય.

બીજ માવજત, લાંબા ગાળાની પાક ફેરબદલી, નાઈટ્રોજન ફોસ્ફરસ અને પોટાશનું સપ્રમાણ, લીલો પડવાશ, છાણિયું ખાતર હેકટરે ૧૦ ટન અથવા પ્રેસમડ અથવા મરધાનું ખાતર બે ટન/ હે વાવેતર પહેલા આપવાથી રોગનું નિયંત્રણ કરી શકાય.

કપાસના ધરુ મૃત્યુનો રોગ વાવેતર બાદ એક માસ દરમ્યાન આવતો હોઈ, છુટા છવાયા નાના ધરુ સુકાતા જોવા મળે કે તુરંત ડાયથેન એમ- ૪૫, ૦.૨% (૨૭ ગ્રામ / ૧૦ લીટરમાં) અથવા કોપર ઓકઝીકલોરાઇડ ૦.૨% (૪૦ ગ્રામ / ૧૦ લીટર)નું મિશ્રણ સુકાતા છોડની આજુબાજુના ૫૦-૬૦ છોડના થડ પાસે રેડવું તથા ૪ થી ૫ દિવસ પછી યુરીયા કે એમોનિયમ સલ્ફેટ આપવું.

૪ કિગ્રા ટ્રાઈકોડર્મા હરજીયાનમ ૫૦૦ કિગ્રા એરંડીના ખોળમાં મિશ્રણ કરી વાવણી સમયે ચાસમાં જમીનમાં ભેજ હોય ત્યારે આપવાથી આ રોગનું નિયંત્રણ થાય છે.

આંતરપાક તરીકે મઠ અથવા અડદનું વાવેતર કરવાથી રોગનું પ્રમાણ ઘટાડી શકાય છે.

રોગીષ્ટ છોડને મૂળ સહિત ઉપાડી નાશ કરવો, રોગ પ્રતિકારક જાતોનુ વાવેતર કરવું. ઉનાળામાં ઉંડી ખેડ કરી જમીન તપાવવી.

જમીનના ઉંચા ઉષ્ણતામાને રોગ વધારે આવતો હોવાથી પાકને માફકસરનું પાણી આપવું પરંતુ જો રોગની શરૂઆત જણાય કે તુરંત પિયત આપવું.

નિવારણના ઉપાયો

પાણી ભરાય રહે તેવી પરિસ્થિતિ નિવારવી.

પાણીની ખેંચ વખતે પિયત આપી પાકને બચાવી શકાય છે.

હલકી જમીનમાં સારૂ કોહવાયેલું સેન્દ્રીય ખાતર આપી તેની ભેજ સંગ્રહ શકિત વધારી શકાય છે. અને પાણીની ખેંચ વખતે પિયત આપી પાકને બચાવી શકાય છે.

વધુ વરસાદ બાદ વરાપે ખેડ કરવાથી અથવા છોડના મૂળ વિસ્તારમાં ગોડ કરી જમીનમાં હવાની અવર જવર કરી આપવાથી ફાયદો થાય છે.

છોડ ઉપર ફુલભમરી અને જીંડવા ઓ બેઠા હોય, પાણી અને પોષક તત્વોની અછત હોઈ ત્યારે ટુંકા ગાળે પિયત આપી ભેજની અછત ટાળવી તથા છંટકાવ માટેનું ૧૯-૧૯-૧૯ ખાતર (૧૦૦ ગ્રામ) + માઈક્રો મિક્સ ગ્રેડ - ૪ (૨૫ ગ્રામ) એક પંપમાં નાખી ૧૦ દિવસના અંતરે ૩ છંટકાવ કરવા તેમજ પોટેશીયમ નાઈટ્રેટ ૩% નું દ્રાવણ થડ ફરતે રેડવાથી સુકારાનું પ્રમાણ ઘટાડી શકાય છે.

સુકાતા છોડને શરૂઆતમાં જમીનમાં પાણી પૂરતા પ્રમાણમાં આપવાથી ઘણી વખત પાક બચાવી શકાય છે.

કોબાલ્ટ ક્લોરાઈડ છોડને ૧૦ પીપી એએમ એટલે ૧૦૦ લીટર પાણીમાં ૧ ગ્રામ નાખી દ્રાવણ બનાવવું અને તાત્કાલીક છંટકાવ કરવો.

કપાસની ગુણવત્તા જાળવવા માટે આટલુ કરો....

કપાસ પાકે ત્યારે સમય સર વીણી કરતા રહેવી.

સવારે વીણી કરવાથી કિટી - કસ્તર ઓછુ આવે છે.

જીંડવા પૂરા ફાટ્યા પછીજ વીણી કરવી. અવિકસીત કે અપરિપક્વ જીંડવામાંથી કપાસ ઉતારવાથી કપાસની ગુણવતા ઘટે છે.

કપાસમાં ૯ % થી વધારે ભેજ ન રહે તેની કાળજી રાખવી જોઈએ.

કપાસનુંવજનવધારવાપાણીનાંફુવારાનછાંટવાનહિતોકપાસપીળોપડીજશેઅનેકપાસનીગુણવતાબગડશે. 

Related Topics

Maintain Quality Cotton

Share your comments

Subscribe Magazine

More on News

More