ખેડૂતોના સાથે સતત ઉભા રહેવા વાળો મહિન્દ્રા ટ્રેક્ટર 40 લાખથી વધુ ખુશ ગ્રાહકો અને 60 વર્ષ પૂરા કરવા સાથે, મહિન્દ્રા ટ્રેક્ટર્સે આજે ખેડૂતો માટે ટ્રેક્ટર કે ખિલાડી સ્પર્ધાનું આયોજન કર્યું હતુ. આ પ્રતિયોગિતાનું આયોજન હરિયાણાના અંબાળામાં આવેલ રાધા સ્વામી સત્સંગ ભવનમાં કરવામાં આવ્યો હતો, જેમાં 300 થી લઈને 400 ખેડૂતોએ સામેલ થયા હતા અને પોતાના કૌશલ્ય બતાવ્યું હતું, વઙુ માહિતી માટે જણાવી દઈએ કે ટ્રેક્ટક કે ખિલાડી પ્રતિયોગિતાની શરૂઆત ગુરૂવારે 2 મે એટલે કે આજે સવારે 10 વાગ્યા થઈ હતી, જો કે ચાર વાગ્યા સુધી ચાલી હતી.
વિજેતાને આપવામાં આવ્યું 51 હજાર રૂપિયાનું ચેક
મહિન્દ્રા ટ્રેક્ટર્સ દ્વારા આયોજિત આ પ્રતિયોગિતામાં 79 ખેડૂતોએ સ્પર્ઘ તરીકે ભાગ લીધો હતો.જેમાંથી 3 સ્પર્ધકોને તેમની પોઝિશન મુજબ ઈનામ આપવામાં આવ્યો હતો. જ્યાં વિજેતાને 51 હજાર રૂપિયાનું ચેક આપવામાં આવ્યો હતો. તો બીજ નંબર પર આવેલ સ્પર્ધકને 21 હજાર અને ત્રીજા નંબર પર આવેલ સ્પર્ધકને 11 હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું. ખેડૂતોએ આવા આયોજન ફરીથી થાય તેવી માંગણી પણ કરી હતી.
જણાવી દઈએ મહિન્દ્રા ટ્રેક્ટર્સ, મહિન્દ્રા ગ્રૂપનો એક ભાગ અને વોલ્યુમની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી ટ્રેક્ટર ઉત્પાદક કંપનીએ માર્ચ 2024માં નિકાસ સહિત બ્રાન્ડના 40 લાખ ટ્રેક્ટરનું વેચાણ કરીને એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. મહિન્દ્રા યુવો ટેક પ્લસ, મહિન્દ્રાની નેક્સ્ટ જનરેશન યુવો પર આધારિત છે. ટ્રેક્ટર પ્લેટફોર્મ, મહિન્દ્રાની ઝહીરાબાદ ફેસિલિટી, મહિન્દ્રાની સૌથી નાની ટ્રેક્ટર ફેસિલિટી અને મહિન્દ્રા ટ્રેક્ટર્સ માટે વૈશ્વિક ઉત્પાદન હબમાંથી રોલઆઉટ કરીને આ માઈલસ્ટોન મેળવ્યું છે.
મહિન્દ્રા ટ્રેક્ટ્ર્સની શરૂઆત
યુ.એસ.ની ઇન્ટરનેશનલ હાર્વેસ્ટર ઇન્ક. સાથે ભાગીદારી દ્વારા 1963 માં તેનું પ્રથમ ટ્રેક્ટર બહાર પાડ્યા પછી, મહિન્દ્રા ટ્રેક્ટર્સે 2004 માં 1-મિલિયન-યુનિટ ઉત્પાદનના આંકને વટાવી દીધો હતો અને આજે તેઓ વિશ્વના સૌથી વધુ વેચાતા ફાર્મ ટ્રેક્ટર ઉત્પાદકમાંથી લગાતાર 2009 થી એક છે. ત્યાર પછી 2013 માં, મહિન્દ્રાએ 2-મિલિયન-યુનિટ ઉત્પાદન માઇલસ્ટોન સુધી પહોંચ્યું, ત્યારબાદ 2019માં 3- મિલિયનનો આંકડો પહોંચ્યો. ફક્ત 5-વર્ષમાં FY'24 માં, મહિન્દ્રા ટ્રેક્ટર્સે ગર્વથી તેના 40માં લાખનું ટ્રેક્ટરનું વેચાણ કર્યું છે. વધુ માહિતી માટે જણાવી દઈએ સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન, મહિન્દ્રા ટ્રેક્ટરે 2 લાખથી વધુ એકમોનું મજબૂત વેચાણ હાંસલ કર્યું હતું.
Share your comments