કૃષિ જાગરણ દ્વારા આયોજિત અને મહિન્દ્રા ટ્રેક્ટર્સ દ્વારા પ્રાયોજિત સમૃદ્ધ કિસાન ઉત્સવના એક દિવસીય કાર્યક્રમ આજે એટલે કે સોમવારે 10 જૂનના રોજ મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં યોજાયું હતું. ગ્વાલિયરમાં તેનું આયોજન આઈસીએઆરના ભાગીદારીમાં કરવામાં આવ્યું હતુ, જેમાં 100 થી વધુ ખેડૂતો સામેલ થયા હતા. આ દરમિયાન મહિન્દ્રા ટ્રેક્ટર્સએ ખેડૂતો માટે એક દિવસીય મેળાનું પણ આયોજન કર્યો હતો.જેમાં મહિન્દ્રાના નવા ટ્રેક્ટરને પ્રદર્શિત પણ કરવામાં આવ્યા હતા, આ ટ્રેક્ટરના વિશેમાં વાત કરીએ તો મહિન્દ્રના પ્રદર્શિત કરાયેલ ટ્રેક્ટર ખેડૂતોનું સમય અને ખર્ચ બંને બચાવવામાં મદદ કરશે. આ ઉપરાંત આ કાર્યક્રમ દરમિયાન પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું. તેમ જ ખેડૂતોના વિભિન્ન મુદ્દાઓને લઈને ચર્ચા પણ કરવામાં આવી હતી.
કોણ કોણ થયુ હતું સામેલ
મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં યોજાયું એક દિવસીય સમૃદ્ધ કિસાન ઉત્સવમાં કૃષિ જાગરણની ટીમના સાથે રૂજૂતા કામબલી (મહિન્દ્રા ટ્રેક્ટર્સ), મૃત્યુમજ્ય નાગર (મહિન્દ્રા ટ્રેક્ટર્સ ટેક્નિકલ ઇન્વોવેશન હેડ), ડૉ સત્ય પ્રકાશ તોમર ( સીનિયર સેન્ટિસ્ટ, કેવીકે, ગ્વાલિયર), ડૉ વી. એસ. ભાદૌરિયા (સેન્ટિસ્ટ, કેવીકે, ગ્વાલિયર), ડૉ એસ.એસ. તોમર (ડીન, કૉલેજ ઑફ એગ્રિકલ્ચર, ગ્વાલિયર) જોડાયા હતા.
આઈસીએઆર દ્વારા કાર્યક્રમને સમર્થન આપવામાં આવ્યું
ICAR-ભારતીય કૃષિ સંશોધન પરિષદ સાથે ભાગીદારીમાં આયોજીત JCB દ્વારા આ કાર્યક્રમને સમર્થન ફાળવામાં આવ્યું હતું. કૃષિ જાગરણ દ્વારા આયોજિત MFOI 2023 એવોર્ડ શોની સફળતા પછી, આ એવોર્ડ શો હેઠળ બે નવા કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે સમૃદ્ધ કિસન ઉત્સવ અને MFOI VVIF. કિસાન ભારત યાત્રા. ખેડૂતોને પ્લેટફોર્મ પૂરું પાડવા MFOI સમૃદ્ધ કિસાન ઉત્સવ 2024 નો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને ખેતીમાં અનનવા પ્રયોગ વિશે માહિતી આપીને તેમની આવકમાં વધારો કરવાનું.
આ ઉપરાંત, સમૃદ્ધ કિસાન ઉત્સવ દરમિયાન ખેડૂતોને કૃષિ જાગૃતિ, 'મિલિયોનેર ફાર્મર ઑફ ઈન્ડિયા' દ્વારા લેવામાં આવેલી વિશેષ પહેલ વિશે પણ માહિતગાર કરવામાં આવે છે. જેથી ખેડૂતો MFOI વિશે વધુ જાણી શકે.વધુમાં, કૃષિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા કરોડપતિ અને પ્રગતિશીલ ખેડૂતોનું પણ સમૃદ્ધ કિસાન મહોત્સવ દરમિયાન સન્માન કરવામાં આવે છે.
MFOI શું છે?
દેશના ખેડૂતોને એક વિશેષ ઓળખ આપવા માટે, કૃષિ જાગરણ દ્વારા 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા' એવોર્ડ શોની પહેલ શરૂ કરવામાં આવી છે, જેના દ્વારા ખેડૂતોને રાષ્ટ્રીય સ્તરે એક અલગ ઓળખ મળશે. કૃષિ જાગરણની આ પહેલ દેશભરમાંથી કેટલાક પ્રગતિશીલ ખેડૂતોને પસંદ કરીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક અલગ ઓળખ આપવાનું કામ કરશે. આ એવોર્ડ શોમાં એવા ખેડૂતોને સન્માનિત કરવામાં આવશે જેઓ વાર્ષિક રૂ. 10 લાખથી વધુ કમાણી કરી રહ્યા છે અને ખેતીમાં નવીનતા પ્રયોગ કરીને બીજા ખેડૂતો માટે પ્રેરણ તરીકે ઉભરી આવ્યા છે.
તમે પણ બની શકો છો એમએફઓઆઈનું ભાગ
ખેડૂતો ઉપરાંત, કંપનીઓ અને કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા અન્ય લોકો પણ MFOI સમૃદ્ધ કિસાન ઉત્સવ 2024 માં ભાગ લઈ શકે છે. આ માટે, તમે MFOI 2024 અથવા સમૃદ્ધ કિસાન ઉત્સવ દરમિયાન સ્ટોલ બુક કરવા અથવા કોઈપણ પ્રકારની સ્પોન્સરશિપ માટે કૃષિ જાગરણનો સંપર્ક કરી શકો છો. તે જ સમયે, એવોર્ડ શો અથવા અન્ય કોઈપણ પ્રોગ્રામ સંબંધિત કોઈપણ માહિતી માટે, તમારે આ Google ફોર્મ ભરવાનું રહેશે. પ્રોગ્રામ સંબંધિત વધુ માહિતી માટે, MFOI ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો
Share your comments