પંજાબના લુધિયાણામાં રવિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. ગ્યાસપુરા વિસ્તારમાં ઝેરી ગેસ લીક થવાને કારણે 9 લોકોના મોત થયા છે, જ્યારે 11 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતના સમાચાર મળતા જ પોલીસ અને પ્રશાસનની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ફાયર વિભાગની મદદથી ઘાયલોને એમ્બ્યુલન્સમાંથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે સાવચેતીના પગલારૂપે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે અને મામલાની તપાસ શરૂ કરી છે. જો કે આ ઝેરી ગેસ ફેક્ટરીમાંથી લીક થયો છે કે ગટરમાંથી,તે હજુ સુધી જાણી શકાયું નથી.
વધી રહ્યો છે મૃત્યુઆંક
લુધિયાણા પશ્ચિમના SDM સ્વાતિએ જણાવ્યું કે, 'ચોક્કસપણે, આ ગેસ લીકનો મામલો છે. NDRFની ટીમ લોકોને બહાર કાઢવા માટે સ્થળ પર હાજર છે અને બચાવ કામગીરી હાથ ધરશે. આ ઘટનામાં 9 લોકોના મોત થયા છે અને 11 બીમાર છે. બીજી તરફ એડીસીપી સમીર વર્મા ઘટનાસ્થળે પહોંચ્યા અને જણાવ્યું કે, 'બેહોશ થઈ ગયેલા 5-6 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ વિસ્તારને સીલ કરવામાં આવી રહ્યો છે. NDRFની ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે અને ત્યારથી બચાવ કામગીરી ચાલી રહી છે.
આ પણ વાંચો: મન કી બાતના 100મા એપિસોડ પહેલા PM મોદીએ કહ્યું- પ્રવાસ ખરેખર ખાસ રહ્યો, રાજનાથ સિંહે કહ્યું 'માઈલસ્ટોન'
#WATCH पंजाब: लुधियाना के ग्यासपुरा इलाके में गैस रिसाव की घटना सामने आई है। मौके पर NDRF की टीम पहुंच गई है और बचाव अभियान जारी है। pic.twitter.com/ILjXIO3KOY
— ANI_HindiNews (@AHindinews) April 30, 2023
સીએમ ભગવંત માને લીધી નોંધ
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ લુધિયાણાના ગ્યાસપુરામાં ગેસ લીકની આ ઘટનાની નોંધ લીધી છે. એક ટ્વિટમાં સીએમ માનએ કહ્યું કે, લુધિયાણાના ગ્યાસપુરા વિસ્તારમાં ફેક્ટરીમાંથી ગેસ લીકેજની ઘટના ખૂબ જ દુઃખદ છે. પોલીસ, સરકાર અને NDRFની ટીમો ઘટનાસ્થળે હાજર છે. શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે.
Share your comments