જૂનની શરૂઆતમાં મોદી સરકારે લોકોને મોટી ભેટ આપી હતી, જેમાં એલપીજીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યા હતા. હવે ફરીથી નવા મહીનાની શરૂઆત સાથે એટલે કે જુલાઈના પહેલા દિવસે ફરીથી એલપીજીના ભાવમાં ઘટાડો કરીને સામન્ય માણસને કેન્દ્ર સરકારે મોટી ભેટ આપી છે. 1 જુલાઈથી કેન્દ્ર સરકારે એલપીજીના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો કરી દીધુ છે, જો કે આજથી જ અમલમાં મુકી દેવામાં પણ આવ્યું છે. જણાવી દઈએ કે આ કિંમતમાં ઘટાડો કમર્શિયલ સિલેન્ડરના ભાવમાં કરવામાં આવ્યું છે. ઘેરલું રાંધણ ગેસના બાટલાનું ભાવ પહેલાની જેમ જેટલા છે એટલા જ રહેશે.
ક્યાં કેટલો થઈ ગયો ભાવ
ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ તરફથી મળેલી માહિતી મુજબ હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિમંત ઘટીને 1646 રૂપિયા થઈ ગઈ છે, જો કે પહેલા 1676 રૂપિયા હતી. જ્યારે કોલકાતામાં તેની કિંમત ઘટીને 1646 રૂપિયા, મુંબઈમાં 1598 રૂપિયા અને ચેન્નઈમાં 1809.50 રૂપિયા થઈ ગઈ છે. જણાવી દઈએ કે હાંલમાં દિલ્લીમાં ઘરેલુ રાંધણના બાટલાની કિંમત 803 રૂપિયા છે, જ્યારે કોલકાતામાં 829 અને ચેન્નઈમાં 818.50 રૂપિયા છે.
ત્રીજી વખત કરવામાં આવ્યું ઘટાડો
આ પહેલા પણ ઈન્ડિયન ઓઈલે 1 જૂનના રોજ 19 કિલો કોમર્શિયલ ગેસના ભાવમાં ઘટાડો કર્યો હતો. આ સમયગાળા દરમિયાન કિંમતોમાં 69.50 પૈસાનો ધટાડો થયો હતો. આ પછી દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની છૂટક કિંમત ઘટીને 1676 રૂપિયા થઈ ગઈ હતી. 1 મે 2024ના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન 19 રૂપિયાની કપાત કરવામાં આવી હતી. એપ્રિલ મહિનામાં પણ 19 કિલોના ગેસ સિલિન્ડરની કિંમતમાં 30.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ રીતે સતત ચોથા મહિને ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી
જોકે, ઘરેલુ વપરાશના એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ઉપયોગ રેસ્ટોરાં અને સ્ટ્રીટ ફૂડ સ્ટોલમાં થાય છે. ભાવ ઘટવાને કારણે હવે બહાર ખાવાનું સસ્તું થઈ શકે છે. તમને જણાવી દઈએ કે આજે 1 જુલાઈ છે અને આ દિવસથી કિંમતો બદલાય છે. આજથી ઘણી વસ્તુઓના ભાવમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. ગેસ સિલિન્ડર સસ્તું થઈ ગયું છે પરંતુ મોબાઈલ રિચાર્જ પ્લાન આજથી મોંઘો થઈ ગયો છે. ઝારખંડ અને બિહારમાં નંબર 1 જિયોએ બેઝિક પ્લાન 155 રૂપિયાથી વધારીને 189 રૂપિયા કર્યો છે.
Share your comments