આજે લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કા માટે પંજાબ, હિમાચલ પ્રદેશ,ચંઢીગડ,ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ,ઓડિશા અને પશ્ચિમ બંગાળની 57 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે અને 4 જૂનના રોજ લોકસભા ચૂંટણીના પરીણામ જાહેર કરવામાં આવશે. તેથી પહેલા ઓઈલ કંપનીઓએ લોકોને રાહત આપતા એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. જણાવી દઈએ કે ઘટાયેલા નવા દર આજે એટલે કે શનિવારે 1 જૂનની મધ્ય રાત્રિથી દેશભરમાં લાગૂ થઈ જશે. લોકસભાની ચૂંટણીના પરિણામથી 3 દિવસ પહેલા આ કાપને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. ત્યાં અમે તમને જણાવી દઈએ કે આ ઘટાડો ઘરેલું સિલિન્ડર માટે નહીં પરંતુ કોર્મિશિયલ ગેસ સિલિન્ડર માટે કરવામાં આવ્યું છે. ઘરેલું રાંધણ ગેસના બાટલાના ભાવ એમના એમ રહેશે.
કેટલા થયો ઘટાડો
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં સુધારો અને ઘટાડો કરવામાં આવ્યો છે. આ સિલિન્ડર દિલ્હીમાં 69.50 રૂપિયા, કોલકાતામાં 72 રૂપિયા, મુંબઈમાં 69.50 રૂપિયા અને ચેન્નાઈમાં 70.50 રૂપિયા સસ્તું થયું છે. જો કોમર્સિયલ બાટલાની નવી કિંમતની વાત કરવામાં આવે તો દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત હવે 1745.50 રૂપિયાથી ઘટીને 1676 રૂપિયા થઈ જશે. આ સિવાય કોલકાતામાં 1859 રૂપિયાના બદલે 19 કિલોનો LPG સિલિન્ડર 1787 રૂપિયામાં મળશે. મુંબઈમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 1698.50 રૂપિયામાં વેચાઈ રહ્યું હતું, જે હવે ઘટાડીને 1629 રૂપિયા કરવામાં આવ્યું છે. જ્યારે ચેન્નાઈમાં 1911 રૂપિયામાં વેચાતા સિલિન્ડરની કિંમત ઘટીને 1840.50 રૂપિયા થઈ ગઈ છે.
ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી
કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ઉપયોગ હોટલ કે રેસ્ટોરન્ટમાં કોમર્શિયલ રીતે થાય છે. આવી સ્થિતિમાં તેની કિંમતમાં ઘટાડાને કારણે બહારનું ખાવું-પીવું સસ્તું થઈ શકે છે. પરંતુ બીજી તરફ આ વખતે પણ ઘરના રસોડામાં વપરાતા 14.2 કિલોના એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જણાવી દઈએ આ પહેલા ઓઈલ કંપનીઓએ એપ્રિલ અને મે મહિનામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો હતો. તે સમયે કિંમતમાં લગભગ 20 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, જ્યારે હવે કિંમતમાં લગભગ 70 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેથી, આ સતત ત્રીજો મહિનો છે જ્યારે તેમની કિંમતોમાં ઘટાડો થયો છે.
Share your comments