પશુપાલકોની આવકમાં વધારો કરવા માટે અને દૂધની ગુણવત્તા તેમજ તેના ઉત્પાદનને વધારવા માટે સરકાર દ્વારા પશુધન ગણતરી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેની શરૂઆત હરિયાણાથી શરૂ કરી દેવામાં આવી છે. પશુધન ગણતરી હેઠળ ધરે- ધરે જઈને પ્રાણીઓની સંખ્યાનો ડેટા રેકોર્ડ કરવામાં આવશે અને કયા પશુપાલક પાસે કેટલા પશુધન છે તેની માહિતી તેના પાસેથી મેળવવામાં આવશે. આમાં ગાય, ભેંસ, બકરી, ઊંટ, ઘોડો, મરઘી અને અન્ય પશુધનનો સમાવેશ થાય છે. આ સાથે કુલ પાલતુ પશુઓની સંખ્યાના સચોટ આંકડાઓ જાણી શકશે, જેથી પશુ વિકાસની સાથે સાથે પશુપાલનના વિકાસ માટેના આયોજનનની કામગીરી શરૂ કરવામાં આવી શકાય.
2700 હોસ્પિટલો સાથે વેટરનરી મેડિસિન સુધારવા
કૃષિ મંત્રીએ હરિયાણામાં મજબૂત વેટરનરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિશે માહિતી આપી હતી જેમાં 1,079 વેટરનરી હોસ્પિટલ, 1,796 ડિસ્પેન્સરી, સાત વેટરનરી પોલીક્લીનિક અને 41 પેરા-ક્લિનિકલ સંસ્થાઓનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે હિસારમાં સરકારી માલિકીના પશુધન ફાર્મ સાથે મળીને આ નેટવર્કે રોગ નિવારણ અને સારવારમાં નોંધપાત્ર સુધારો કર્યો છે, જેનાથી પશુધન ઉત્પાદકતામાં વધારો થયો છે.
દૂધ ઉત્પાદન બમણું કરવાનો લક્ષ્યાંક
સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકારી પહેલ અને પશુધન માલિકોના પ્રગતિશીલ પ્રયાસોને કારણે હરિયાણાનું વાર્ષિક દૂધ ઉત્પાદન 119.65 લાખ ટન સુધી પહોંચી ગયું છે. રાજ્યમાં માથાદીઠ દૈનિક દૂધની ઉપલબ્ધતા 1,098 ગ્રામ છે, જે રાષ્ટ્રીય સરેરાશ 459 ગ્રામ કરતાં બમણી છે. આપણે વિકસિત દેશોના અદ્યતન સ્તરો સાથે મેળ ખાતી દૂધ ઉત્પાદકતા વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. સરકારે પશુધનના માલિકોને લાભ મળે તે માટે 2024-25માં મફત પશુ ચિકિત્સા દવાઓ માટે 30 કરોડ રૂપિયા ફાળવ્યા છે. એવી જ રીતે ભારતના દરેક રાજ્યમાં પણ પશુધનની શું સ્થિતિ છે તેની જાણ મેળવવામાં આવશે.
આ પણ વાંચો:વર્તમાન સમયમાં પશુપાલનમાં ગંભીર સમસ્યા એટલે માદા પશુનું ગર્ભ ધારણ નથી થવાનું
Share your comments