રાકેશ ટિકૈતે કહ્યું કે અમે ચૂંટણી નહીં લડીએ અને ખેડુત જે પાર્ટીથી ખુશ હશે તેને મત આપશે.અમારી લડાઇ બીજેપી સાથે ચાલી રહી છે એટલે એ વાત તો ભૂલી જ જજો કે ખેડુતો ભાજપને વોટ આપશે.
કૃષિ માટે બનાવેલા ત્રણ કાયદાઓને પરત લેવાની માંગણી સાથે છેલ્લા 8 મહીનાથી આંદોલન કરી રહ્યા ખેડૂતો હવે 15 અગસ્તે ગાજીપુર બોર્ડર પર ટ્રેક્ટર પ્રેડ કરશે અને ત્રિરંગા લહરાશે, તે કહવાનુ છે ખેડૂત આગેવાન રાકેશે ટિકૈતનો. તેના સાથે જ તેનો કહવું છે કે એક બાજુ દિલ્લીમાં ખેડૂત સંસદ ચાલી રહી છે અને બીજી બાજુ હવે અમે ઉત્તર પ્રદેશ સરકારને ઉંઘથી જગાવવા માટે લખનઉનો પણ ઘેરાવ કરીશુ. તેને કીધુ કે જેવી રીતે દિલ્લીના રસ્તા ચારે બાજુથી સીલ છે, તેવી રીતે લખનઉનો રસ્તા પણ સીલ કરવામાં આવશે.નોંધણીએ છે કે,વર્ષ 2022માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચુટણી થવા વાળી છે, એટલે જ ખેડૂત આગેવાન લખનઉને સીલ કરવાનો દાવ રમ્યો છે. આમા તેમને કેટલી સફળથા મળશે તેથો ચૂટણી પરિણામો પર જ નક્કી થશે.
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યુ કે 15 ઓગસ્ટે ટ્રેક્ટર પરેડ કરીને ગાઝિપુર બોર્ડરે લહેરાવીશુ ત્રિરંગો
ઉત્તર પ્રદેશ છે આંદોલન પ્રદેશ
લખનઉના પ્રેસ કલ્બમાં એક પ્રેસ કોન્ફરેસ આયોજિત કરીને ખેડૂત આગેવાન રાકેશ ટિકૈત કહ્યુ કે ઉત્તર પ્રદેશ હમેશાથી જ આંદોલન પ્રદેશ રહ્યુ છે. એટલે હવે અમે પણ એજ ઉત્તર પ્રદેશમાં આંદોલન કરીશુ અને લખનઉના રસ્તા જામ કરી દઈશુ. પોતાના વકત્વ્યમાં તે આગળ કહે છે કે મગની ખેતી કરનાર ખેડૂતોને 3 હજાર રૂપિયા સસ્તા પાક વેચવો પડ્યો છે, ખેડૂતોના બટાટા પણ બર્બાદ થઈ ગયો છે. શેરડીની ખેતી કરવા વાળા ખેડૂતોની 12 હજાર કરોડ રૂપિયાની ચુકવણી હજી બાકી છે. પહેલાની સરકારનોમાં જ્યારે આંદોલન થથા હતા, ત્યારે ભાવ વધતો હતો, પણ હવે સરકાર સાંભળતી પણ નથી.
મુઝફફરનગરમાં મોટી પંચાયત આંદોલનની શરૂઆત
મુઝફફરનગરમાં 5 સપ્ટેમ્બરથી મોટી પંચાયત આંદોલનની શરૂઆત કરવામાં આવશે. ખેડૂત આગેવાન આગળ કીધુ કે, સંયુક્ત કિસાન મોર્ચા આઠ મહીના સુધી આંદોલન કર્યા પછી નિર્ણય લીધો છે કે યુપી અને ઉત્તરાખંડ સાથે આખા દેશમાં આંદોલનને આગળ વધારવામાં આવશે ટિકૈતે કહ્યું હતું કે જયાં સુધી ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી ખેડુત આંદોલન ચાલું જ રહેશે.લખનઉને પણ દિલ્હી બનાવી દઇશું.લખનઉના ચારે તરફના રસ્તાઓના એ જ હાલ થશે જે દિલ્હીના થયા છે. ટિકૈતે કહ્યું કે કોરોના ગાઇડલાઇન ખતમ થશે તો આખા દેશમાં આંદોલન વિસ્તારીશું.
ચૂંટણી લડવાના એક સવાલ પર રાકેશ ટિકૈતે કહ્યું કે અમે ચૂંટણી નહીં લડીએ અને ખેડુત જે પાર્ટીથી ખુશ હશે તેને મત આપશે.અમારી લડાઇ બીજેપી સાથે ચાલી રહી છે એટલે એ વાત તો ભૂલી જ જજો કે ખેડુતો ભાજપને વોટ આપશે.
Share your comments