Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

છોડો હવે દીકરીના લગ્નની ચિંતા, 7 વર્ષમાં આ રીતે જમા કરાવો 50 લાખ રૂપિયા

ભારતમાં, લોકો ઘણીવાર દીકરીના જન્મની સાથે જ તેમના લગ્નની ચિંતા કરે છે. પરંતુ હવે ધીમે ધીમે લોકોની વિચારસરણી બદલાવા લાગી છે. હવે પુત્ર અને પુત્રી વચ્ચેનો તફાવત લગભગ સમાપ્ત થઈ રહ્યો છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar

ભારતમાં, લોકો ઘણીવાર દીકરીના જન્મની સાથે જ તેમના લગ્નની ચિંતા કરે છે. પરંતુ હવે ધીમે ધીમે લોકોની વિચારસરણી બદલાવા લાગી છે. હવે પુત્ર અને પુત્રી વચ્ચેનો તફાવત લગભગ સમાપ્ત થઈ રહ્યો છે.

જો તમે પણ દીકરીના પિતા છો તો તેના લગ્નની ચિંતા છોડી દો. જો તમારી પાસે વધારે પૈસા નથી અને તમે તમારી દીકરીના લગ્નને લઈને ચિંતિત છો તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. તમારી પાસે પૈસા ઓછા હોય તો પણ હવે તમે તમારી દીકરીના લગ્ન ખૂબ ધામધૂમથી કરાવી શકો છો. ચાલો જાણીએ આ કેવી રીતે શક્ય બનશે?

 રોકાણ સલાહકારોનું માનવું છે કે જો તમે રોકાણ કરવાનું શરૂ કરવા માંગતા હોવ તો વધુ પૈસા ક્યારે આવશે અથવા થોડા વર્ષો પછી આવશે તેની રાહ ન જુઓ. આ વિચારમાંથી બહાર નીકળો અને તમારી પાસે જે પણ પૈસા હોય તેનુ રોકાણ કરો. સમય અને પૈસાની રાહ ન જુઓ. આજના સમયમાં આવી ઘણી સ્કીમ્સ છે જેમાં તમે રોકાણ કરીને જંગી ભંડોળ મેળવી શકો છો. રોકાણ કરતી વખતે માત્ર એક વાતનું ધ્યાન રાખવાનુ છે તે છે શિસ્ત. તો ચાલો જાણીએ કે તમે કેવી રીતે અને ક્યાં રોકાણ કરી શકો છો.

SIPમાં રોકાણ કરવું શ્રેષ્ઠ વિકલ્પ

જો તમે ઓછા સમયમાં ઊંચું વળતર મેળવવા માંગતા હોવ તો તમારા માટે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)માં રોકાણ કરવું શ્રેષ્ઠ વિકલ્પ છે. તમે SIP માં રોકાણ કરીને થોડા વર્ષોમાં સારું વળતર મેળવી શકો છો. આ માટે તમે દર મહિને ઓછામાં ઓછા 500 રૂપિયાનું રોકાણ કરી શકો છો.

દર મહિને 500ના રોકાણ પર મળશે 5 લાખ રૂપિયા

જો તમે ઇચ્છો તો, તમે SIP માં 100 રૂપિયા પણ રોકાણ કરી શકો છો. પરંતુ જો તમે 20 વર્ષ સુધી દર મહિને 500 રૂપિયાનું નિયમિત રોકાણ કરો છો, તો તમને દીકરીના લગ્નમાં લગભગ 5 લાખ રૂપિયા મળશે.

1000 રૂપિયાના રોકાણ મળશે 20 લાખ

જો તમે દર મહિને 1000 રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને 20 વર્ષ પછી 20 લાખ રૂપિયાની મોટી રકમ મળશે. જણાવી દઈએ કે આ ગણતરી સરેરાશ વાર્ષિક 12 ટકા વ્યાજ પર કરવામાં આવી છે.

40,000ના રોકાણ પર મળશે 50 લાખ

જો તમે ઓછા સમયમાં વધુ રિટર્ન મેળવવા માંગો છો, તો 7 વર્ષ સુધી દર મહિને 40,000 રૂપિયાનું રોકાણ કરીને તમે 50 લાખ રૂપિયાની મોટી રકમ મેળવી શકો છો. આ ગણતરી સરેરાશ CAGR વળતર 12% ધારીને કરવામાં આવી છે. અહીં એ જોવા મળે છે કે ઇક્વિટી લાંબા ગાળે વધુ સારું વળતર આપે છે.

આ પણ વાંચો:ખેડૂતોને દિવાળીની ભેટ: ઘઉંના MSPમાં 110 રૂપિયાનો વધારો, અન્ય 5 પાકના ભાવમાં પણ વધારો

Share your comments

Subscribe Magazine

More on News

More