Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

જંતુનાશક દવાની પેકેજિંગ કેવી રીતે કરવી જોઈએ...જાણો

સંરચના ભરેલું હોય. તે લિક પ્રૂફ અને સારી ડિઝાઇનમાં પ્રદર્શિત થવું જોઈએ.પેકેજીંગ એટલે કોઈપણ ચીજવસ્તુને પરિવહન, વેરહાઉસિંગ, વેચાણ અને અંતિમ ઉપયોગ માટે તૈયાર કરવાની સંકલિત સિસ્ટમ તરીકે વર્ણવી શકાય છે.પેકેજિંગ તેમાં ભરેલા સમાવિષ્ટોને સુરક્ષિત કરે છે અને સાચવે છે.પેકેજિંગ તેની રક્ષણાત્મક ક્રિયા દ્વારા ઉત્પાદનોના આયુષ્યને વિસ્તૃત કરે છે.

સંરચના ભરેલું હોય. તે લિક પ્રૂફ અને સારી ડિઝાઇનમાં પ્રદર્શિત થવું જોઈએ.પેકેજીંગ એટલે કોઈપણ ચીજવસ્તુને  પરિવહન, વેરહાઉસિંગ, વેચાણ અને અંતિમ ઉપયોગ માટે તૈયાર કરવાની સંકલિત સિસ્ટમ તરીકે વર્ણવી શકાય છે.પેકેજિંગ તેમાં ભરેલા સમાવિષ્ટોને સુરક્ષિત કરે છે અને સાચવે છે.પેકેજિંગ તેની રક્ષણાત્મક ક્રિયા દ્વારા ઉત્પાદનોના આયુષ્યને વિસ્તૃત કરે છે.

પેકેજિંગ અને લેબલિંગના ઉદ્દેશો:

  • શારીરિક સંરક્ષણ - પેકેજમાં બંધ વસ્તુઓને અન્ય વસ્તુઓથી સુરક્ષા પૂરી પાડવી, જેવીકે યાંત્રિક આંચકો, કંપન, ઇલેક્ટ્રોસ્ટેટિક સ્રાવ, દબાણ, તાપમાન, વિગેરે.
  • આવરણ રક્ષણ– ઘણીવાર ઑક્સિજન, વરાળ, ધૂળ, વગેરેથી રક્ષણ પૂરું પાડવા આવરણ પણ જરૂરી છે.પેકેટમાં રહેલ ચીજ વસ્તુને ઇચ્છિત શેલ્ફ લાઇફ સુધી ટકાવી રાખવા સ્વચ્છ અને સલામત રાખવું એ પેકેજીન્ગનું પ્રાથમિક કાર્ય છે.
  • માહિતી પ્રસારણ - પેકેજો અને લેબલ્સ, ઉત્પાદનનો અસરકારક અને સલામત રીતે - કેવી રીતે પરિવહન, રિસાયકલ, ઉપયોગ અથવા નિકાલ કરવો તે સંબંધિત માહિતીનો પ્રસાર કરે છે.
  • માર્કેટિંગ - પેકેજીંગ અને લેબલ્સનો ઉપયોગ સંભવિત ખરીદદારો ઉત્પાદન ખરીદવા વાળા ને પ્રોત્સાહિત કરવા માટે વેચાણકારો દ્વારા કરી શકાય છે.
  • સુરક્ષા –ડુપ્લીકેશનને લગતા સુરક્ષા જોખમો ઘટાડવા માટે પેકેજિંગ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.ચેડાને અટકાવવા માટે અમુક પ્રકારના ૩D સ્ટીકર સાથે સાથે પેકેજો બનાવી શકાય છે.
  • સગવડતા - પેકેજોમાં વિતરણ, હેન્ડલિંગ, થપ્પા કરવા, ટેબલ પર પ્રદર્શન, વેચાણ, ઉદઘાટન, ખોલવું તથા બંધ કરવું, ઉપયોગ, વિતરણ, ફરીથી ઉપયોગ, રિસાયક્લિંગ અને સરળતાથી નિકાલ કરવાની સુવિધાઓ હોઈ શકે છે.
  • પેકેજિંગ પ્રકારો : પેકેજિંગ વિવિધ પ્રકારનાં હોય શકે છે.પેકેજોને અનુકૂળતા માટે તેમાં રહેલ પ્લાય અથવા કાર્ય દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે જેમ કે "પ્રાથમિક", "ગૌણ", વગેરે.
  • પ્રાથમિક પેકેજિંગ: એ સામગ્રી છે જે પ્રથમ ઉત્પાદનને કવર કરે છે ઉત્પાદનને પોતાનામાં ધરાવે છે.આસામાન્ય રીતે વિતરણ અથવા ઉપયોગનું સૌથી નાનું એકમ હોય છે અને તે પેકેજ છે જે સમાવિષ્ટો સાથે સીધુંસંપર્ક ધરાવે છે
  • સેકન્ડરી પેકેજિંગ:એ પ્રાથમિક પેકેજિંગની ઉપર બીજું પેકેજીંગ છે, જેનો ઉપયોગ કદાચ પેકેજોનું પ્રાથમિક જૂથ બનાવવા માટે થાય છે
  • તૃતીય પેકેજિંગ: તેના ઉપયોગ મોટા સમૂહમાં ઉત્પાદન ને હેન્ડલિંગ, ગોડાઉન માં સંગ્રહ અને પરિવહન માટે થાય છે.
  • પેકેજિંગ સામગ્રી ચેડા પ્રતિરોધક, કાયદેસરની મંજૂરીવાળી, બિન-પ્રતિક્રિયાશીલ,બિન-ઝેરી અને પર્યાવરણ સામે તેની અંદર રહેલ રહેલી સામગ્રીનું રક્ષણ કરતુ હોવું આવશ્યક છે
  • જંતુનાશક અધિનિયમ 1968 ના નિયમ 16 મુજબ, જંતુનાશક પેક્ડ અને લેબલ ના હોય ત્યાં સુધી કોઈપણ વ્યક્તિ વેચાણ માટે સ્ટોક અથવા પ્રદર્શન કરી શકશે નહીં અથવા જંતુનાશક નિયમ, ૧૯૭૧ ની જોગવાઈ 16 ના નિયમ મુજબ તેનું કોઈ વિતરણ પણ કરશે નહીં.
  • જંતુનાશક પદાર્થ ધરાવતું દરેક પેકેજ રજીસ્ટ્રેશન દ્વારા માન્ય પ્રકારનું હોવું જોઈએ અનેકન્ટેનર નમૂના જેમાં ઉત્પાદનને પેક કરવાની છેતે નોંધણી દરખાસ્તની અરજીસાથે અથવા નોંધણી સમિતિને અલગથી  પૂરી પાડવી જોઈએ..(નિયમ 17, જંતુનાશક નિયમો)

પત્રિકાની માહિતી:

દરેક જંતુનાશક દવાના પેકિંગમાં નીચેની વિગતોવાળી એક પત્રિકા શામેલ થવી જોઈએ, જેવી કે

૧. વનસ્પતિનો રોગ, જંતુઓ અને હાનિકારક પ્રાણીઓ અથવા નીંદણ, જેના માટે જંતુનાશક દવા નો ઉપયોગ થવાનો છે તેની ઉપયોગ કરવાની પદ્ધતિ સંબંધિત પૂરતી સુચના આપેલી હોવી જોઈએ. 

૨. મનુષ્ય, પ્રાણીઓ અને વન્ય જીવન માટે હાનિકારક રસાયણો સંબંધિત ચેતવણી અને સાવચેતી ભર્યા નિવેદનો જેમાં ઝેરના લક્ષણો અનેજ્યાં જરૂરી હોય પૂરતા સલામતીનાં પગલાં અને કટોકટીની પ્રાથમિક સારવારની વિગતો,આપેલી હોવી જોઈએ.

૩. યોગ્ય કાળજી સાથે જંતુનાશ કોના સંગ્રહ અને ઉપયોગ અંગેની વિગત જેવી કે બળતરા, વિસ્ફોટક અથવા ત્વચા માટે નુકસાનકારક અન્ય પદાર્થો સાથે સંબંધિત માહિતી.

૪. ઉપયોગમાં લેવાતા પેક્જીંગ નો નાશ અથવા સલામત નિકાલ સંબંધિત સૂચનો;

૫. પત્રિકામાં અને લેબલમાં ઝેરનો મારણ (એન્ટીડોટ) બતાવતું નિવેદન બતાવવું જરૂરી છે.

૬. જો જંતુનાશક ત્વચા, નાક, ગળા અથવા આંખોમાં અસર કેબળતરા કરે છે, તો તે અંગેની વિગત આપવું જોઈએ

  • આંતરરાષ્ટ્રીય ધારાધોરણ સંગઠન(ISO) દ્વારા અપનાવાયેલ જંતુનાશકનું સામાન્ય નામ અને જ્યાં આવા નામ હજી સુધી આવ્યા નથી ત્યાં અન્ય નામ,નોંધણી સમિતિ (CIB & RC)ની પૂર્વ મંજૂરીથી મેળવેલ નામ.

લેબલિંગની રીતભાત

નીચે આપેલ વિગતો કાં તો છાપવામાં આવશે અથવા જંતુનાશક જે કન્ટેનરમાં  ભરેલું છે તેના કોઈપણ આંતરિક બાહ્ય લેબલ પર અમલમાં મુકેલી શાહીથી લખાશે જેમાં:

 

  • ઉત્પાદકનું નામ
  • જંતુનાશક નામ
  • જંતુનાશકની નોંધણી નંબર.
  • પ્રકાર અને સક્રિય વઅન્ય ઘટકોનું નામ તથાદરેકની ટકાવારી
  • ચોખ્ખો જથ્થો.
  • બેચ નંબર.
  • સમાપ્તિ તારીખ, એટલે કે જંતુનાશકની કાર્યક્ષમતા અને સલામતી જાળવી રાખવાની અંતિમતારીખ.
  • ઝેરનામારણ (એન્ટીડોટ)ની વિગત.

 

ડો.જી.આર.ગોહિલ

ડો. ઉમેશ એમ. વ્યાસ

{જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ}

 

Share your comments

Subscribe Magazine

More on News

More