દેશમાં ખાંડના ઉત્પાદનમાં મોટા ભાગે ઘટાડા જોવા મળ્યો છે. જેમાં સૌથી વધુ ઘટાડા ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં જોવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ દેશંમાં ખાંડના ઉત્પાદન 96 લાખ ટન નોંધાયું છે. જે ગયા વર્ષની સરખામણીએ 18 લાખ ટન ઓછું છે. ઉત્પાદનમાં ઘટાડો મુખ્ય ખાંડ ઉત્પાદક રાજ્યોમાં 18 થી વધુ સુગર ફેક્ટરીઓમાં પીલાણુ ન થવાને કારણે થયો છે. ISMAએ કહ્યું કે પિલાણની મોસમ સામાન્ય ગતિએ આગળ વધી રહી છે, જેને ઝડપી બનાવવાની જરૂર છે. આવી સ્થિતિમાં ખાંડના ભાવમાં વધારો થવાની આશંકા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.
ખાંડનું ઉત્પાદન 95.40 લાખ ટન
ઇન્ડિયન સુગર એન્ડ બાયો-એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (ISMA), દેશમાં ખાંડ અને બાયો-એનર્જી ઉદ્યોગની સર્વોચ્ચ સંસ્થા, 31 ડિસેમ્બર, 2024 સુધીના ખાંડ ઉત્પાદનના આંકડા જાહેર કર્યા છે. ISMA અનુસાર, વર્તમાન 2024-25 સિઝનમાં ખાંડનું ઉત્પાદન 95.40 લાખ ટન સુધી પહોંચી ગયું છે. જ્યારે ગત વર્ષે આજ તારીખ સુધીમાં 113.01 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું. ચાલુ વર્ષે ક્રશિંગ ફેક્ટરીઓની સંખ્યા 493 હતી, જ્યારે ગયા વર્ષે આ જ તારીખે 512 ફેક્ટરીઓ કાર્યરત થઈ હતી.
મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન 8 લાખ ઓછું.
ISMAએ કહ્યું કે પિલાણની મોસમ સામાન્ય ગતિએ આગળ વધી રહી છે, જેને ઝડપી બનાવવાની જરૂર છે. મુખ્ય ખાંડ ઉત્પાદક રાજ્યો ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ક્રશિંગ રેટ ગયા વર્ષની સરખામણીમાં સારો હોવાનું કહેવાય છે. જો કે, વરસાદને કારણે શેરડીના પુરવઠામાં કામચલાઉ સમસ્યાઓના કારણે, ડિસેમ્બર 2024 ના છેલ્લા સપ્તાહ દરમિયાન ઉત્તર પ્રદેશમાં પિલાણ દરમાં ઘટાડો થયો હતો. મહારાષ્ટ્રમાં, ગયા વર્ષની સરખામણીમાં ખાંડનું ઉત્પાદન 8 લાખ ટન ઓછું હતું.
ગુજરાતમાં 1.5 લાખ ટન ખાંડનું ઉત્પાદન ઘટ્યું
આઈએસએમએ દ્વારા જણાવ્યા મુજબ ગુજરાતમાં પણ 1.5 લાખ ટન સુધી ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે. ગુરરાતમાં 31 ડીસેમ્બર 2023 સુધી માં ખાંડનું 3.70 લાખ ટન ઉત્પાદન થયું હતો. જો કે આ વર્ષે 31 ડીસેમ્બર 2024 સુધી ખાંડના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે. આ વર્ષે 2.85 લાખ ટન ખાડનું ઉત્પાદન નોંધાયું છે.
ઇથેનોલ બનાવવા માટે ડબલ ખાંડનો ઉપયોગ કરવામાં આવશે
આ વર્ષે, એવો અંદાજ છે કે ઇથેનોલ માટે વધુ ખાંડનો ઉપયોગ કરવામાં આવશે. એવું કહેવામાં આવ્યું છે કે વર્ષ 2023-24 દરમિયાન ઇથેનોલ બનાવવા માટે 21.5 લાખ ટન ખાંડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ 2024-25માં ઇથેનોલ માટે 40 લાખ ટન ખાંડનો ઉપયોગ થવાનો અંદાજ છે. ISMAએ જણાવ્યું હતું કે જાન્યુઆરી 2025ના બીજા સપ્તાહમાં સેટેલાઇટ ઇમેજ પ્રાપ્ત કર્યા બાદ વિગતવાર વિશ્લેષણ કરવામાં આવશે અને જાન્યુઆરી 2025ના અંતમાં ખાંડના ઉત્પાદનના ડેટાનો તેનો બીજો એડવાન્સ અંદાજ જાહેર કરવામાં આવશે.
ઉત્પાદનમાં ઘટાડો થવાથી ખાંડના ભાવ વધી શકે છે
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ગયા વર્ષની સરખામણીમાં કુલ ખાંડના ઉત્પાદનમાં મોટો તફાવત મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સુગર મિલોની વિલંબિત શરૂઆતને આભારી હોઈ શકે છે. જો કે, હાલમાં કારખાનાઓમાં પિલાણ ચાલુ છે, જેના કારણે ઉત્પાદનમાં વધારો થવાની સંભાવના છે. પરંતુ, જો ઉત્પાદન ઓછું રહેશે તો બજાર પર તેની અસર કિંમતોમાં વધારાના સ્વરૂપમાં જોવા મળી શકે છે.
Share your comments