રાજ્ય સરકાર ખેડૂતોના જનકલ્યાણ માટે સતત પાંચ વર્ષથી કામ કર્યુ છે. ખેડૂતોના પાકને નુકસાન ના થાય એટલા માટે કાંટાળી વાડની યોજના અમલમાં મૂકીને ખેડૂતોની ચિંતા દૂર કરી રહી છે. તેમને જણાવ્યુ કે, ખેડૂતો માટે છેલ્લા પાંચ વર્ષમાં વીજળની પૂરી વ્યવસ્થા માટે 29 હજાર કરોડ રૂપિયાની વધી સબસિડી આપી છે.
ગુજકાત સરકાર દ્વારા કચ્છના ભુજમાં ખેડૂત સન્માન દિવસના રાજ્ય કક્ષાના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા, જેમા રાજ્યના કૃષિમંત્રી આર.સી. ફળદુએ હાજરી આપી હતી. ત્યા ખેડૂતોને સંબોધિત કરતા કૃષિ મંત્રીએ જણાવ્યુ હતું કે, રાજ્ય સરકાર ખેડૂતોના જનકલ્યાણ માટે સતત પાંચ વર્ષથી કામ કર્યુ છે. ખેડૂતોના પાકને નુકસાન ના થાય એટલા માટે કાંટાળી વાડની યોજના અમલમાં મૂકીને ખેડૂતોની ચિંતા દૂર કરી રહી છે. તેમને જણાવ્યુ કે, ખેડૂતો માટે છેલ્લા પાંચ વર્ષમાં વીજળની પૂરી વ્યવસ્થા માટે 29 હજાર કરોડ રૂપિયાની વધી સબસિડી આપી છે.
ખાતરમાં 19 હજાર કરોડથી વધુ અને યાંત્રીકરણ ટ્રેક્ટર માટે 625 કરોડની સહાય આપવામાં આવી છે. ગુજરાત સરકારના કૃષિ મંત્રી જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમગ્ર રાજ્યના 120 સ્થળોએ કૃષિ સન્માન દિવસના કાર્યક્રમોમાં 43 કરોડથી વધુ રકમના કૃષિ લક્ષી લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રીએ 1400થી વધુ ગામોમાં ખેડૂત સૂર્યોદય યોજનાનો કચ્છ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. કચ્છના ભુજમાં વરસાણી હાઇસ્કૂલના મેદાનમાં યોજાયેલા કાર્યક્રમમાં સરદાર પટેલ એવોર્ડ વિજેતા ખેડૂતોનો સન્માન પણ કરવામાં આવ્યું હતું.
બીજ નિગમના ખેડૂતો માટે ઉપહાર
સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત વિવિધ યોજનાઓના લાભાર્થી ખેડૂતોને સહાય અને કૃષિ ઓજારોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ કૃષિ પરિવહન યોજના અંતર્ગત કૃષિકારોના 14 વાહનો લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રીના હસ્તે જૈવિક પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોની ફલ્યગાથા રજૂ કરતાં પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. સાથે જ બીજ નિગમના ખેડૂતો માટે સાત ગોડાઉનોનું મુખ્યમંત્રી હસ્તે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.
કોણ-કોણ રહ્યુ ઉપસ્થિત
કૃષિ અને ઉર્જા વિભાગ આયોજીત આ કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, નીમાબેન આચાર્ય, જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારા, ભાજપ પ્રમુખ કેશુ પટેલ, નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કર. મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, કૃષિ વિભાગના સચિવ મનીષ ભારદ્વાજ, રાજીવ ગુપ્તા, પીજીવીસીએલના ધીમંતકુમાર વ્યાસ અને ખેતીવાડી નિયામક બી. એમ .મોદી, વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત કલેકટર પ્રવિણા ડી.કે., ડીડીઓ સહિતના અધિકારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા
Share your comments