ભારતની સંસ્કૃતિ તેની સભ્યતા દરેકનું જોડાણ તેના ગામથી જ છે. એટલે તો કહેવામાં આવે છે કે જો તમારે ભારત જોવું હોય તો તેના ગામોને એક્સપ્લોર કરો. પરંતુ આજ ના સમયમાં અમારા ગામો કઈંક ખોવાઈ રહ્યા છે, કૃષિમાં વસતી અમારા ગામોની આત્મા ધીમે ધીમે ક્યાંક જતી દેખાઈ રહી છે. એટલે જ તો એક સમયમાં જે ભારતની લગભગ 90 ટકા વસ્તી ગામોમાં કે ખેત કામ સાથે સકળાયેલી હતી, આજે તેઓ ઘટીને 65 ટકા રહી ગઈ છે. ખેત કામ સાથે સંકળાયેલા અમારા ખેડૂતો ખેતી છોડીને શહેરમાં વસી રહ્યા છે,પોતાના વારસા વેંચીને શહેરમાં મોટા મોટા ઘરો બાંધી રહ્યા છે. એક અહેવાલ મુજબ જો આમ જ ચાલૂ રહેશે તો એક દિવસ આવશે કે ભારતમાં ખેતી લાયક જમીન ફળદ્રુપ રહેવાની તો બઉ દૂરની બાબત છે અમને તે જમીન દેખાશે પણ નહીં. એટલે એજ જમીન એજ ખેતીને એજ ભારતની આત્માને બચાવવાનું પ્રયાસ કરી રહ્યો છે કૃષિ જાગરણ, છેલ્લા 28 વર્ષથી કૃષિ જાગરણ ખેડૂતોની આવક વઘારવા માટે અને ભારતની આત્મા એટલે કે ગામોને પાછા પાટા પર લાવવા માટે પ્રયાસ કરી રહ્યો છે.
એજ સંદર્ભમાં કૃષિ જાગરણ દ્વારા ઘણા કાર્યક્રમ ચલાવામાં આવ્યા છે, જેમાથી એક છે એમએફઓઆઈ. મહિંદ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત આ કાર્યક્રમ થકી દેશ વિદેશના ખેડૂતોને એક મંચ આપવાનું કામ કૃષિ જાગરણ કરી રહ્યો છે. છેલ્લા વર્ષે યોજાયું એમએફઓઆઈની સફળતા પછી આ વર્ષે પણ કૃષિ જાગરણ દ્વારા એમએફઓઆઈ 2024 નું આયોજન કરવામાં આવ્યો છે, જો કે 1 થી 3 ડીસેમ્બર વચ્ચે દિલ્લી ખાતે યોજાશે.
ખેડૂતોને મંચ આપવાના સાથે પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરીને તેઓને કૃષિ ક્ષેત્ર માટે એક પ્રરેણા તરીકે ઉભા કરી રહેલા કૃષિ જાગરણની આ પહેલને આઈસીએઆર પણ બિરાદવ્યું છે, તેથી કરીને કૃષિ જાગરણના આ પહેલમાં તે પણ અમારા સાથે ઉભા છે. એજ નહીં આ કાર્યક્રમમાં દેશભરના દરેક અટારી કૃષિ જાગરણના આ કાર્યક્રમમાં પોતાનું યોગદાન આપી રહ્યો છે. દેશભરના 11 અટારી હેઠળ આવેલ 731 કેવીકે સામેલ છે, જો કે સરકાર દ્વારા ખેડૂતોની દરેક સમસ્યાના ઉકેળ કાઢવા માટે બનાવવામાં આવ્યા છે. કેવીકેમાં ખેડૂતોએ જમીનની ફળદ્રુપતાથી લઈને કયા બિયારણ તેમની જમીન માટે સારો રહેશે તેની બધુ માહિતી તેઓ મેળવે છે. કેવીકેના કારણે કેટલાક ખેડૂતોએ પોતાના અથક પ્રયાસ થકી પ્રગતિશીલ ખેડૂત બનીને દેખાડ્યો છે.
એજ પ્રગતિશીલ ખેડૂતો સાથે કેવીકે સરળ શબ્દોમાં કહીએ તો દેશભરના 11 અટારી (દરેક અટારી) એમએફઓઆઈ 2024 માં પોતાની હાજરી આપશે. કેવીકે દ્વારા લઈને આવેલ ખેડૂતોને કૃષિ જાગરણ એમએફઓઆઈના મંચ પર સ્થાન આપશે અને તેમનો બહુમાન કરી કૃષિ ક્ષેત્ર માટે એક પ્રેરણા તરીકે તેમને આગળ ધપાવશે. જો કે આ અટારી (કેવીકે) અલગ અલગ શ્રેણીમાં કાર્યક્રમાં ભાગ લેશે, જેમ કે 1 ડીસેમ્બરે 1 થી 4 અટારી, 2 ડીસેમ્બર 5 થી 8 અટારી અને 3 ડીસેમ્બરે 9 થી 11 અટારી પોત પોતાના ખેડૂતો સાથે એમએફઓઆઈ 2024 ના કાર્યક્રમમાં જોડાશે.
દેશભરના દરેક અટારી હેઠળ કેટલ કેવીકે આવે છે?
Atari, ઝોન- 1, લુધિયાણા – 72 કેવીકે
જમ્મુ-કાશમીર- 20 કેવીકે
લદ્યાખ- 4 કેવીકે
પંજાબ-22 કેવીકે
ઉત્તરાખંડ- 13 કેવીકે ટ
હિમાચલ પ્રદેશ- 13 કેવીકે
Atari, ઝોન- 2, જોધપુર- 66 કેવીકે
દિલ્લી- 1 કેવીકે
હરિયાણા- 18 કેવીકે
રાજસ્થાન- 47 કેવીકે
Atari, ઝોન- 3, કાનપુર- 89 કેવીકે
ઉત્તર પ્રદેશ – 89 કેવીકે
Atari, ઝોન- 4, પટના- 68 કેવીકે
ઝારખંડ- 24
બિહાર-44
Atari, ઝોન- 5, કોલકાતા- 59 કેવીકે
અંડમાન એન્ડ નિકોબાર- 3 કેવીકે
ઓડિશા- 33 કેવીકે
પશ્ચિમ બંગાળ- 23 કેવીકે
Atari, ઝોન- 6, ગુવાહાટી- 47 કેવીકે
અસમ- 26 કેવીકે
અરૂણાચલ પ્રદેશ – 17 કેવીકે
સિક્કીમ- 4 કેવીકે
Atari, ઝોન- 7, બારાપાની- 43 કેવીકે
મણિપુર-9 કેવીકે
ત્રિપુરા-8 કેવીકે
નાગાલેન્ડ-11 કેવીકે
મિઞોરમ-8 કેવીકે
મેઘાલય-7 કેવીકે
Atari, ઝોન- 8, પૂણે- 81 કેવીકે
મહારાષ્ટ્ર-50 કેવીકે
ગુજરાત- 30 કેવીકે
ગોવા-2 કેવીકે
Atari, ઝોન- 9, જબલપુર- 82 કેવીકે
છત્તીસગઢ-28 કેવીકે
મધ્ય પ્રદેશ-54 કેવીકે
Atari, ઝોન- 10, હૈદરાબાદ- 76 કેવીકે
તમિલનાડુ- 33 કેવીકે
પુડુચેરી-3 કેવીકે
આંધ્ર પ્રદેશ- 24 કેવીકે
Atari, ઝોન- 11, બેંગલુરૂં- 48 કેવીકે
કર્ણાટકા-33 કેવીકે
કેરળ-13 કેવીકે
લક્ષદ્વીપ- 1 કેવીકે
ઉપર આપેલ 11 અટારીમાં વેંચાયેલા દેશભરના 731 કેવીકે મિલિનીયર ફાર્મર ઑફ ઇંડિયા એવોર્ડ 2024 માં જોડાશે. 01 ડીસેમ્બર જ્યાં 1 થી 4 અટારી એટલે કે 295 કેવીકે જોડાશે, બીજા દિવસે 5 થી 8 અટારી એટલે કે 230 કેવીકે, તો ત્રીજા દિવસે 9 થી 11 અટારી એટલે કે 206 કેવીકે MFOI 2024 માં સામેલ થશે, જ્યા દરેક કેવીકે દ્વારા જણાવામાં આવેલ એક- એક પ્રગતિશીલ ખેડૂત એટલે કે 3 દિવસમાં 731 પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરવામાં આવશે, જેમાં ગુજરાતના લગભગ 30 ખેડૂતોનું સમાવેશ થાય છે.
Share your comments