માણસો પોતાના હઠ માટે પ્રકૃતિને એટલો પ્રદૂષિદ કરી દીધુ છે કે, ઑક્સીજન સિલેંડર સાથે લઈને જીવાનો વારો આવી ગયો છે. માણસ ન સિર્ફ હવામાં પ્રદૂષણનો ઝેર ભળાવીયુ છે, તેને નદીઓને પણ શુદ્ધ નથી રહવી દીધૂ.
માણસો પોતાના હઠ માટે પ્રકૃતિને એટલો પ્રદૂષિદ કરી દીધુ છે કે, ઑક્સીજન સિલેંડર સાથે લઈને જીવાનો વારો આવી ગયો છે. માણસ ન સિર્ફ હવામાં પ્રદૂષણનો ઝેર ભળાવીયુ છે, તેને નદીઓને પણ શુદ્ધ નથી રહવી દીધૂ. પોતાના ધર્મ અને દેશમાં જે નદીઓને માં નામ થી ઓળખાએ છે જેની અમે લોકો પૂજા કરીએ છીએ તેજ નદીઓને અમે લોકો ભંઠ કરી દીધુ છે.
જૂની ગુજરાતી ફિલ્મોમાં એક સમય હતુ, જ્યારે કહવામાં આવતા હતા. ભાદર તારા વહેતા પાણી,શેતલને કાંઠે, મહીસાગરને આરે...આ ડાયલૉગ ગુજરાતી ફિલ્મો ગુજરાતી પરિવારોના દિલમાં ધૂમ મચાવતી હતી.પણ હવે શુ, હવે જોવા જઈએ તો તે નદીઓના પાણી શુદ્ધ નથી રહ્યો. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની નદીઓ પર બનેલી ફિલ્મો જોઈએ તો કદાચ અમને ખબર પડે કે અમે લોકો શુ પાપ કર્યુ છે. કંચન જેવો વહતો પાણી આજે કીચડ બની ગયો છે.
ગુજરાતની ત્રણ પ્રમુખ નદીઓ નર્મદા,મહીસાગર અને તાપીના બાદ કરતા મોટાભાગની નદીઓ નવ મહીના સુધી સૂકી ભંઠ જોવા મળે છે. આ નદીઓમાં ફૈક્રટ્રિયોના કચરા અને પોતે જ અમે આપણ હાથો ફેંકેલા કચરાથી તેનો પાણી દૂષિત થઈ ગયો છે, કલ-કલ વહેતો તેના પાણી સૂકી ગયો છે, હવે તેમા એક પણ માછલી જોવા મળતી નથી અને તેથી હવા પણ પ્રદૂષિત થઈ રહી છે.
શુ કહે છે ભારત સરકારની રિપોર્ટ
ભારત સરકારના સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ તરફથી જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટ મુજબ દેશભરની 302 નદીઓમાં ઔદ્યોગિક ઝેરી કચરો ઠલવાય છે તેવો ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે જેમાં ગંગા અને યમુના નદી ટોપ પર છે. આ રિપોર્ટમાં ગુજરાતની 20 નદીઓને પણ દર્શાવવામાં આવ્યા છે. કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે દેશની નદીઓના પોલ્યુશનની તપાસ માટે ઇસરોનો સહયોગ લેવામાં આવ્યો હતો જેમાં આ પ્રદૂષણની માત્રા જણાઇ આવી છે.
ગુજરાતની પ્રદૂષિત નદીઆ
ગુજરાતમાં ઝેરી પ્રદૂષણથી ભરપૂર નદીઓમાં-મહી, નર્મદા,અમ્બીક, અમલાખાડી, અનાસ, બાલેશ્વરખાડી, ભાદર, દમણગંગા, ખારી, કાવેરી, કીમ, કોલાક, પાનમ, ભોગાવો, ઢાઢર, પુર્ણા, સાબરમતી,શેઢી, તાપી, અને ત્રિવેણીનો સમાવેશ થાય છે. આ નદીઓની આસપાસ 38 શહેરો વસેલા છે. દેશમાં સૌથી વધુ પ્રદૂષિત નદીઓ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આવેલી છે. મહારાષ્ટ્રમાં 28 અને ગુજરાતમાં 20 નદીઓ એવી છે, જે દેશમાં સૌથી પ્રદૂષિત છે..
સરકારને નથી ખૈર ખબર
ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને અવારનવાર કેન્દ્રની નોટીસ મળી ચૂકી છે છતાં હપ્તાખાઉના રાજ વચ્ચે નદીઓના પ્રદૂષણની સરકાર કે પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને કોઇ અસર જોવા મળતી નથી. લોકોના શરીરમાં ઝેર ફેલાય છે ત્યારે શાસકોના શરીરમાં હપ્તાના રૂપિયા ધૂમ મચાવે છે. નદીઓમાં ઝેરી કેમિકલ યુક્ત ઔદ્યોગિક પ્રદૂષણને અટકાવવા માટેના ગંભીર પ્રયાસોનો સતત અભાવ વર્તાય છે.
Share your comments