Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

MFOI : GUJARAT YOUNGEST FARMER EARN 1CR , જાણો કોણ છે ગુજરાતના યુવા ખેડૂત મેદપરા ચેતન જેણે ૧ કરોડની કમાણી કેરીની ખેતી થી કરી રચ્યો ઈતિહાસ

GUJARAT YOUNGEST FARMER EARN 1CR : જાણો કોણ છે ગુજરાતના યુવા ખેડૂત મેદપરા ચેતન જેણે ૧ કરોડની કમાણી કેરીની ખેતી થી કરી રચ્યો ઈતિહાસ

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod
ખેડૂત મેદપરા ચેતન (મિલેનિયર ફાર્મર ઓફ ઈન્ડિયા - 2023ના  એવોર્ડ વિજેતા )
ખેડૂત મેદપરા ચેતન (મિલેનિયર ફાર્મર ઓફ ઈન્ડિયા - 2023ના એવોર્ડ વિજેતા )

નવસારી કૃષિ યુનિવર્સિટીમાંથી હોર્ટિકલ્ચરની ડિગ્રી મેળવનાર ભૂતપૂર્વ વિદ્યાર્થી મેદપરા ચેતનભાઈએ કેસર કેરીની ખેતી કરી ગુજરાત માં ખ્યાતી મેળવી છે. તેમની પ્રોડક્ટ્સની માંગ પણ દેશ- વિદેશમાં પણ છે. મેદપરા ચેતનને મિલેનિયર ફાર્મર ઓફ ઈન્ડિયા - 2023નો એવોર્ડ થી સમ્માનિત કરવામાં આવ્યા છે.

નવીતમ ખેતી ટેક્નોલોજીને અપનાવી આધુનિક માધ્યમોના વેગ સાથે આગળ વધી રહ્યા છે. આવા જ એક સફળતા પ્રાપ્ત કરનાર યુવાન ચેતન કાનજીભાઈ છે, જેઓ એ નવસારી કૃષિ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ સાયન્સ ઈન હોર્ટિકલ્ચરમાં અભ્યાસ કર્યો છે,

૧ કરોડની કમાણી કેરીની ખેતી થી કરી
૧ કરોડની કમાણી કેરીની ખેતી થી કરી

જાણો કોણ છે ગુજરાતના યુવા ખેડૂત મેદપરા ચેતન જેણે ૧ કરોડની કમાણી કેરીની ખેતી થી કરી  

મેદપરા ચેતન કાનજીભાઈ જે મૂળ વતની ગીર તાલાલાના જસાપુરના છે,  તેમણે નવસારીની કૃષિ યુનિવર્સિટી ખાતેથી હોર્ટિકલ્ચરની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓએ નોકરીને સદાય માટે અલવિદા કહી અને જાતે ફ્રેશ મેંગો પલ્પનો એક્સ્પોર્ટનો વ્યવસાય ચાલુ કર્યો હતો. આ ખેડૂતે કેસર કેરીની ખેતી કરીને સફળતાના નવા શિખર સર કર્યા છે. આજે તેમનો વ્યવસાય વિદેશ સુધી પણ પહોંચ્યો છે.

કૃષિ જાગરણ મડિયા દ્વારા તેમની સફળતાને એક નવી ઓળખ આપવા માટે મિલેનિયર ફાર્મર ઓફ ઈન્ડિયા - 2023નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.આ યુવાને કેસર કેરીનું ખેતી કરી હતી. અને કેરીમાંથી પલ્પ, આમચૂર, આમ પાપડ, પાવડર મુખવાસ જેવી વસ્તુઓ બનાવી હતી. આ યુવાને અમેરિકા, કેનેડા, લંડન તેમજ દુબઈમાં પોતાની પ્રોડક્ટ્સને એક્સ્પોર્ટ કરવાનું શરૂ કર્યું હતું, આ પ્રોડક્ટ્સની વિદેશમાં ખૂબ જ માંગ છે.

કેસર કેરીની ખેતી કરી  ઇમ્પોર્ટનો વ્યવસાય કર્યો
કેસર કેરીની ખેતી કરી ઇમ્પોર્ટનો વ્યવસાય કર્યો

જાણો કેટલો નફો મેળવે છે ખેડૂત કેરીની ખેતી કરીને

ખેડૂત ચેતનભાઈ જણકારી આપી હતી કે, તેમણે 2500 જેટલાં કેસર કેરીના બોક્સ અત્યાર સુધી વિદેશમાં મોકલ્યા છે અને કેરીમાંથી મૂલ્ય વર્ધન કરીને, તેનો રસ બનાવીને ટીન મારફતે વિદેશની ધરતી ઉપર મોકલ્યા હતા. તેઓ અત્યાર સુધી 5,000 જેટલાં કેરીના રસના ટીન વિદેશની ધરતીમાં મોકલ્યા છે. ખેડૂત ચેતનભાઇ instagram facebook અને સોશિયલ મીડિયાના માધ્યમથી આ તમામ પ્રોડક્ટનું વેચાણ કરે છે. તેઓએ ગત વર્ષે 1 કરોડથી વધુનું ટર્નઓવર મેળવ્યું હતું.

કેરીમાંથી પલ્પ, બનાવ્યા
કેરીમાંથી પલ્પ, બનાવ્યા

ગુજરાત મિલેનિયર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ 2023 થી સમ્માનિત કરવામાં આવ્યા

દિલ્હી IARI પૂસા મેળા ગ્રાઉન્ડ ખાતે ૬,૭,૮ ડિસેમ્બરે એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યો હતું. જેમાં મેદપરા ચેતન કાનજીભાઈને 2023નો મિલેનિયર ફાર્મર ઓફ ઈન્ડિયા  એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નીતિન ગડકરી , પુરષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા.

કૃષિ જાગરણના સંસ્થાપક સાથેનો યાદગાર પળ
કૃષિ જાગરણના સંસ્થાપક સાથેનો યાદગાર પળ

આ પણ વાંચો : MFOI 2023 : GUJARAT NATIONAL AWARD WINNER , ધીરેન્દ્ર દેસાઈ એ પોતાના નામે કર્યો, જાણો કોણ છે ધીરેન્દ્ર દેસાઈ

Share your comments

Subscribe Magazine

More on News

More