કેન્દ્ર સરકાર LPG ગૅસ સિલિંડર પર ઉજ્જ્વલા યોજના અંતર્ગત સબસીડી આપી રહી છે. આ યોજના હેઠળ વર્ષમાં 12 સિલિંડર પર સબસીડી મળે છે. સબસીડી અંતર્ગત આવતા સિલિંડરના નાણાં સીધા ગ્રાહકના ખાતામાં જમા થઈ જાય છે. જો તમે વર્ષ 12 સિલિંડર મેળવી ચુક્યા છો અથવા તમારી પાસે સબસીડીના સિલિંડર નથી તેમ છતાં તમે મોટું ડિસકાઉંટ મેળવી શકો છો. તો ચાલો જાણીએ આ સ્કીમ વિશેની માહિતીઃ
LPG ગૅસ સિલિંડર (LPG Gas Cylinder)નો ઉપયોગ કરનાર ગ્રાહકો માટે આ સારા સમાચાર છે. હવે તમે સબસીડી વગરના ગૅસ સિલેન્ડર પર મોટી છૂટ એટલે કે ડિસકાઉંટનો લાભ મેળવી શકો છો.
PAYTM પર રૂપિયા 500ની બચત
જો તમે મોબાઈલ ફોનમાં પેટીએમનો તમે ઉપયોગ કરતા હોય તો તમે સિલિંડરનું બુકિંગ કરાવવા પર મોટું ડિસકાઉંટ મેળવી શકો છો. હકીકતમાં પેટીએમ તેના ગ્રાહકોને આ મોટી સુવિધા આપી રહ્યું છે. જો તમે પેટીએમ મારફતે પ્રથમ વખત સિલિંડર બુક કરાવતા હોય તો તમને રૂપિયા 500 કૅશબેક મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ રોકડ લાભ એવી ગ્રાહકોને જ મળશે કે જે પીટીએમ પરથી પ્રથમ વખત તેમનું ગૅસ સિલિંડરનું બુકિંગ કરાવી રહ્યા છે.
ગૅસ કંપનીઓ પણ ડિસકાઉંટ આપી રહી છે
અત્રે ઉલ્લેખનીય છે કે જો તમે ગૅસ સિલિંડર પર છૂટ (ડિસકાઉંટ) મેળવવા ઇચ્છતા હોય, તો તમે કૅશ પેમેંટને બદલે ઑનલાઇન પેમેંટ કરો. ભારત પેટ્રોલિયમ, ઈન્ડિયન ઑઇલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઑનલાઇન પેમેંટ પર ગ્રાહકોને વ્યાપક પ્રમાણમાં વળતર આપી રહી છે. તમે GOOGLE PAY, MOBIKWIK અને અન્ય UPI સહિતના ઑનલાઇન પ્લેટફૉર્મ મારફતે ચૂકવણી કરી ડિસકાઉંટ મેળવી શકો છો. ઑનલાઇન બુકિંગથી તમે લાંબી લાઇનમાં ઊભા રહેવાની ઝંઝટથી છુટકારો મેળવી શકો છો. એટલું જ નહીં આ ઉપરાંત ઘરગથ્થું સિલિંડરની ચોરીને અટકાવવા અને યોગ્ય કસ્ટમરની ઓળખ કરવા માટે ડિલીવરી સિસ્ટમમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.
Share your comments