Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

સુવાસ સાથે સમૃદ્ધિ મેળવો : અગરબત્તી વ્યવસાયમાં ‘યા હોમ’ કરતા પહેલા જાણો A To Z માહિતી

આપણા દેશમાં ધાર્મિકતા એક ઉચ્ચ સ્થાન ધરાવે છે અને પૂજા-પ્રાર્થનામાં ધૂપ અથવા અગરબત્તીઓ ન હોય, તો જાણે ખાલીપો લાગે છે. એવામાં અગરબત્તી એ દરેક ધાર્મિક કાર્યમાં ઉપયોગી થતી મહત્વની પૂજા સામગ્રીમાંની એક છે. અગરબત્તીના વ્યવસાયમાં ક્યારેય મંદી આવતી નથી. પૂજા સ્થળ અને ઘરોમાં વાતાવરણને પવિત્ર બનાવવા માટે ધૂપ અથવા અગરબત્તીઓનો ઉપયોગ કરવામાં આવે છે. ધૂપ-અગરબત્તીનો કારોબાર એક એવો કારોબાર છે કે જેમાં ઓછા રોકાણ સાથે શરૂઆત કરી શકાય છે. દરેક વ્યક્તિ પોતાનો કારોબાર શરૂ કરવા તો ઈચ્છે છે, પરંતુ પુરતી માહિતીના અભાવને લીધે તે આ દિશામાં આગળ વધી શકતી નથી.

KJ Staff
KJ Staff

આપણા દેશમાં ધાર્મિકતા એક ઉચ્ચ સ્થાન ધરાવે છે અને પૂજા-પ્રાર્થનામાં ધૂપ અથવા અગરબત્તીઓ ન હોય, તો જાણે ખાલીપો લાગે છે. એવામાં અગરબત્તી એ દરેક ધાર્મિક કાર્યમાં ઉપયોગી થતી મહત્વની પૂજા સામગ્રીમાંની એક છે. અગરબત્તીના વ્યવસાયમાં ક્યારેય મંદી આવતી નથી. પૂજા સ્થળ અને ઘરોમાં વાતાવરણને પવિત્ર બનાવવા માટે ધૂપ અથવા અગરબત્તીઓનો ઉપયોગ કરવામાં આવે છે. ધૂપ-અગરબત્તીનો કારોબાર એક એવો કારોબાર છે કે જેમાં ઓછા રોકાણ સાથે શરૂઆત કરી શકાય છે. દરેક વ્યક્તિ પોતાનો કારોબાર શરૂ કરવા તો ઈચ્છે છે, પરંતુ પુરતી માહિતીના અભાવને લીધે તે આ દિશામાં આગળ વધી શકતી નથી.

અગરબત્તી બનાવવાની સામગ્રી

અગરબત્તી બનાવવા માટે સામગ્રીમાં ગમ પાઉડર, ચારકોલ પાઉડર, વાંસની સ્ટિક, નરગિસ પાઉડર, સુગંધિત તેલ, પાણી, સેંટ, ફૂલોની પાંખડીઓ, ચંદનના લાકડા, જિલેટિન પેપર મટીરિયલ વગેરેની જરૂર પડે છે.

કેટલી મૂડી સાથે શરૂ કરી શકાય અગરબત્તી બિઝનેસ ?

આમ તો દેશમાં અગરબત્તી બનાવવા માટેની મશીનની કિંમત રૂપિયા 35,000થી રૂપિયા 175,000 રેંજમાં હોય છે. આ મશીનની ઉત્પાદન ક્ષમતા દર મિનિટે 150થી 200 અગરબત્તીઓની હોય છે, પણ આ વ્યવસાયને તમે 13,000 રૂપિયાના રોકાણથી પણ શરૂ કરી શકો છો. ઓછા રોકાણે આ બિઝનેસ શરૂ કરવા ઇચ્છતા લોકો પ્રાથમિક રીતે મશીન વગર પણ કામ શરૂ કરી શકે છે. આ માટે તમારે હાથથી અગરબત્તી તૈયાર કરવાની રહેશે. જોકે મોટા લક્ષ્ય સાથે અગરબત્તી કારોબાર શરૂ કરવા માટે આશરે રૂપિયા 5 લાખના રોકાણની આવશ્યકતા પડે છે.

અગરબત્તી બિઝનેસ શરૂ કરવામાં કાચું માલ, સામગ્રીઓ, તેનું પ્રમાણ તથા અગરબત્તીઓની બજાર કિંમત, ટ્રાંસપોર્ટેશન ખર્ચ વગેરે દ્વારા કારોબારને વધારી કે ઘટાડી શકાય છે.

કેટલીક સામગ્રીઓની કિંમત આ પ્રકારે છે –

ચારકોલ - ડસ્ટ 13 રૂપિયા પ્રતિ કિલો

જિગ્ગત પાઉડર - 60 રૂપિયા પ્રતિ કિલો

સફેદ ચિપ્સ પાઉડર - 22 રૂપિયા પ્રતિ કિલો

ચંદન પાઉડર અને વાંસ સ્ટિક રૂપિયા - 116 પ્રતિ કિલો

પર્ફ્યૂમ - રૂપિયા 400 પ્રતિ પીસ

પેપર બૉક્સ  રૂપિયા 75 પ્રતિ ડઝન

રૅપિંગ પેપર - રૂપિયા 35 પ્રતિ પૅકેટ છે.

આ કિંમતો વિવિધ બજારો, વિસ્તારો પ્રમાણે અલગ-અલગ હોઈ શકે છે.

અગરબત્તી બનાવવાના મશીન અંગે સામાન્ય જાણકારી

અગરબત્તી તૈયાર કરવામાં અનેક પ્રકારના મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં મિક્સર મશીન, ડ્રાયર મશીન અને મેન પ્રોડક્શન મશીનનો સમાવેશ થાય છે. મિક્સચર મશીનનું કાર્ય કાચા માલના પેસ્ટને તૈયાર કરવાનું છે અને આ પેસ્ટ મેન પ્રોડક્શન મશીન દ્વારા લાકડી અથવા વાંસ પર લપેટવાના કામમાં આવે છે. અગરબત્તી તૈયાર કરવાના મશીન સેમી અથવા સંપૂર્ણપણે ઑટોમૅટિક હોઈ શકે છે. બજેટની દૃષ્ટિએ અને જરૂરિયાત પ્રમાણે મશીનની પસંદગી કરો. ત્યાર બાદ ઇંસ્ટૉલેશનના મશીનોના સપ્લાયરથી ડીલ કરવી પડશે અને મશીન ઇંસ્ટૉલેશન કરાવવાનું રહેશે. મશીનો પર કામ કરવાની તાલીમ લેવી જરૂરી છે કે જેની ઇંસ્ટૉલેશન કરનાર કંપનીઓ પણ સુવિધા આપે છે.

ઓછી કિંમતના મશીન પર ઓછા પ્રમાણમાં પ્રોડક્શન થાય છે અને તમને વધારે નફો મળી શકતો નથી, જ્યારે બીજી બાજુ અગરબત્તી તૈયાર કરવાના સંપૂર્ણપણે ઑટોમૅટિક મશીનથી કામની શરૂઆત કરો, તો અગરબત્તી બનાવવાનું કામ પણ ઝડપી બની શકે છે. ઑટોમૅટિક મશીનની કિંમત રૂપિયા 90,000થી રૂપિયા 1,75,000 સુધી હોઈ શકે છે કે જે એક દિવસમાં 100 કિલો અગરબત્તી બનાવી શકે છે.

પૅકેજિંગ અને માર્કેટિંગ

અગરબત્તીના પૅકિંગની ડિઝાઇન આકર્ષક રાખો. આમ કરવાથી ઉત્પાદનનું વેચાણ વધારે થાય છે. પૅકિંગ અને પૅકિંગની ડિઝાઇન અને પૅકેજિંગ દ્વારા લોકોની ધાર્મિકતાને ઉત્તેજન આપવાનો પ્રયત્ન કરો. અગરબત્તીઓનું માર્કેટિંગ કરવા માટે બજારમાં પોસ્ટર લગાવી, અખબારોમાં જાહેરખબરો આપીને અથવા કોઈ અખબાર એજંટ દ્વારા અખબાર સાથે પૅમ્ફ્લેટ અથવા ફોલ્ડર આપી શકાય છે. ટીવી અથવા રેડિયોમાં જાહેરખબરો આપી શકાય છે. વિવિધ ઉત્પાદનોનું માર્કેટિંગ કરો અને ઑનલાઇન ખરીદીની સુવિધા આપો.

Share your comments

Subscribe Magazine

More on News

More