Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

KJ Chaupal: દેશમાં વાગી રહ્યો છે ગુજરાતીઓનો ડંકો,ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે નાની ઉમરમાં સતત કામ કરી રહ્યા છે આશિષ અને અંકિત પટેલ

છેલ્લા 27 વર્ષથી કૃષિ જાગરણે ખેડૂતો માટે સતત કામ કરી રહ્યો છે. દેશના ખૂણે ખૂણે આજે કૃષિ જાગરણને ઓળખવામાં આવે છે. ખેડૂતોને પાકનું વધુમાં વઘુ ઉત્પાદન મળે અને તેમની આવકમાં વધારો થાય તેથી કરીને કૃષિ જાગરણ દ્વારા દર 15 દિવસમાં કેજે ચૌપાલ કરવામાં આવે છે, જેમાં કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત લોકોએ અને પ્રગતિશીલ ખેડૂતોને નિમંત્રણ આપવામાં આવે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
આશિષપટેલ અને અંકિત પટેલ
આશિષપટેલ અને અંકિત પટેલ

છેલ્લા 27 વર્ષથી કૃષિ જાગરણે ખેડૂતો માટે સતત કામ કરી રહ્યો છે. દેશના ખૂણે ખૂણે આજે કૃષિ જાગરણને ઓળખવામાં આવે છે. ખેડૂતોને પાકનું વધુમાં વઘુ ઉત્પાદન મળે અને તેમની આવકમાં વધારો થાય તેથી કરીને કૃષિ જાગરણ દ્વારા દર 15 દિવસમાં કેજે ચૌપાલ કરવામાં આવે છે, જેમાં કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત લોકોએ અને પ્રગતિશીલ ખેડૂતોને નિમંત્રણ આપવામાં આવે છે. જ્યાં તેઓ પોતાની યાત્રા અને ખેડૂતોની અમે બધા ભેગા મળીને કેવી રીતે મદદ કરી શકીએ,તેને લઈને પોતાના નિવેદન રજુ કરે છે. એજ સંદર્ભ આજે એટલે કે મંગળવારે 23 જુલાઈના રોજ ગુજરાતના બે પ્રતિષ્ઠિત યુવાનો જો કે ગુજરાતના ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે સતત કામ કરી રહ્યા છે આપણા સાથે જોડાયા હતા અને તેઓ ખેડૂતો માટે શું કરી રહ્યા છે તેના વિશેમાં પોતાના વક્તવ્ય રજુ કર્યો હતો.

કૃષિ જાગરણના મુખ્ય સંપાદકે કર્યો કેજે ચૌપાલની શરૂઆત

હંમેશાની જેમ આ વખતે પણ કેજે ચૌપાલની શરૂઆત કૃષિ જાગરણના મુખ્ય સંપાદક એમ.સી ડોમનિકે પોતાના નિવેદનથી કર્યો. કૃષિ જાગરણના મુખ્ય સંપાદકે એમસી ડોમનિકે કહ્યું કે આશિષભાઈ અને અંકિતભાઈને જોઈને મને ઘણી પ્રસન્નતા થાય છે, કેમ કે જેવી રીતે તમે બંને જણા ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે અને તેમના માટે કામ કરવા માટે આગળ આવ્યા છો તે પ્રશંસનીય છે. તેમણે કહ્યું કે કૃષિ જાગરણ સાથે જોડાયેલા બદલ હું આશિષભાઈ અને અંકિતભાઈ આભાર વ્યક્ત કરું છું.

સામર્થ એગ્રીકલ્ચર અને મંગળમ એગ્રીકલ્ચર

ખેડૂતોની આવક વધારવા માટે સતત કામ કરી રહેલા આશિષભાઈ પટેલે સામર્થ એગ્રીકલ્ચર સાથે સંકળાયેલા છે તેમજ અંકિતભાઈ પટેલે મંગળમ સીડ્સ સાથે સંકળાયેલા છે. બંને કંપનીઓએ ખેડૂતોની આવક વધારવા માટે સતત કામ કરી રહી છે. જેના માટે તેઓ ગુજરાતમાં 70 થી વધુ અને રાજસ્થાનમાં 30 થી એફપીઓ સ્થાપિત કર્યો છે, જો કે ગુજરાતના લગભગ દરેક જિલ્લામાં છે. તેમનું લક્ષ્ય ગુજરાતની દરેક તાલુકામાં એફપીઓ સ્થાપવાનું છે,જેથી ખેડૂતોની મદદ કરીને તેમની આવકમાં વધારો કરવામાં આવી શકાય અને ખેડૂતોને પોતાના પાકનું એક સારો એવો ભાવ મળી શકાય, જો કે અત્યારે તેમના દ્વારા સ્થાપવામાં આવેલ લગભગ 105 એફપીઓ દ્વારા મળી પણ રહ્યો છે.

કૃષિ જાગરણના મુખ્ય સંપાદક એમસી ડોમનિકના સાથે આશિષ અને અંકિત પટેલ
કૃષિ જાગરણના મુખ્ય સંપાદક એમસી ડોમનિકના સાથે આશિષ અને અંકિત પટેલ

સામર્થ એગ્રીકલ્ચરના આશીષભાઈ પટેલે પોતાની યાત્રા વિશે જણાવ્યું

કેજે ચૌપાલમાં પોતાના નિવેદન આપતા સામર્થ એગ્રીકલ્ચરના ટીમ લીડર આશિષભાઈ પટેલે જણાવ્યું કે ખેડૂતોને કોઈ ભાવ નથી આપતો તેથી કરીને અમે કૃષિ જાગરણ સાથે જોડાઈને ખેડૂતો માટે કામ કરવા માંગીએ છે. જેથી ખેડૂતોની આવકમાં વધારો કરી શકાય. તેમણે કહ્યું કે જેમ જેમ ભારત ડીઝીટલ થઈ રહ્યો છે, તેમ તેમ કૃષિ ક્ષેત્રમાં પણ ફેરફાર થવું જોઈએ. કૃષિ ક્ષેત્રને પણ બીજા ક્ષેત્રોની જેમ આગળ વધવું જોઈએ, એજ આમારૂ લક્ષ્ય છે.

તેમણે કહ્યું કે આજથી 50 વર્ષ પહેલા આમારા ખેડૂત ભાઈયો પાસે જમીનનો મોટો વિસ્તાર હતો, પરંતુ જેમ જેમ પરિવાર વધ્યું અને પરિવારમાં ભાગલા થવા માંડ્યા તેમ તેમ ખેડૂતો પાસે જમીનનો વિસ્તાર પણ ઓછું થતુ ગયો.તેમણે કહ્યું કે અમે ખેતીમાં ડ્રોન ટેક્નોલોજી અને ટ્રેક્ટર્સની વાત કરીએ છે પરંતુ કેટલાક એવા ખેડૂતો છે જેઓ ટ્રેક્ટરથી ખેતી કરવા માટે વિચારી પણ નથી શકતા.તેમણે કહ્યું કે આજના કૃષિ ક્ષેત્રની માંગણી છે કે અમારે ભેગા મળીને નાના અને સીમાંત ખેડૂતોની મદદ કરવા માટે આગળ આવું જોઈએ.

આશિષભાઈ અને અંકિત ભાઈના છોડ આપીને બહુમાન કરવામાં આવ્યું
આશિષભાઈ અને અંકિત ભાઈના છોડ આપીને બહુમાન કરવામાં આવ્યું

અમૂલનું આપ્યો ઉદાહરણ

આશિષભાઈએ ઉમેર્યું કે આમારે ખેડૂતોની આવક વધારવા માટે કો-ઓપરેટિવ સેક્ટર ઉભો કરવું પડશે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે જેવી રીતે અમૂલ અને મધર ડેયરીએ પોતાના એક બ્રાન્ડ બનાવીને તેના હેઠળ નાની-નાની ડેયરી સ્થાપિત કરીને પશુપાલકોની આવકમાં વધારો કરવાનું કામ કર્યો છે. તેવી જ રીતે નાના ખેડૂતોની પણ આવક વધારવા માટે આમારે કો-ઓપરેટિવ સેક્ટર હેઠળ એફપીઓની સ્થાપના કરવી પડશે, જો કે અમે કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં ગુજરાત અને રાજસ્થાનમાં 105 એફપીઓની સ્થાપના અમે કરી છે, જેના સાથે 31 હજારથી પણ વધુ ખેડૂતો આજે જોડાયેલા છે. તેમણે કહ્યું કે જેવી રીતે અમૂલ પશુપાલકોની સમસ્યાઓનું ઉકેળ કાઢે છે, તેવી જ રીતે અમે પણ આમારી કંપની હેઠળ એફપીઓ સ્થાપિત કરીને ખેડૂતોની સમસ્યાઓનું ઉકેળ કાઢીને તેમની આવકમાં વધારો કરી શકાય, તેને લઈને સતત કામ કરી રહ્યા છે.અમે કૃષિ જાગરણ સાથે ભેગા મળીને આગળ વધીએ અને ખેડૂતોની વધુમાં વધુ મદદ કરીએ એજ આપણે ઇચ્છીએ છે, તેથી કરીને આજે અમે કૃષિ જાગરણ સાથે એક પરિવાર તરીકે જોડાઈ રહ્યા છે.

કેજે ચૌપાલમાં પોતાના વકતવ્ય આપતા આશિષભાઈ અને અંકિતભાઈ
કેજે ચૌપાલમાં પોતાના વકતવ્ય આપતા આશિષભાઈ અને અંકિતભાઈ

મંગળમ સીડ્સના ટીમ લીડરે કર્યો આશિષભાઈનું વખાણ

સામર્થ એગ્રીકલ્ચરના આશિષભાઈ પછી મંગળમ સીડ્સના ટીમ લીડર અંકિતભાઈ પટેલે પોતાના નિવેદન આપ્યું. તેમણે પોતાના નિવેદનની શરૂઆત આશિષભાઈ પટેલના વખાણ સાથે કરી. તેમણે કહ્યું કે જેવી રીતે આમારી ભારતીય ક્રિકેટ ટીમમાં વિરાટ કોહલી છે ને તેવી જ રીતે કૃષિના ક્ષેત્રમાં આમારા માટે આશિષભાઈ પટેલ છે. તેમણે કહ્યું કે આશિષભાઈને એફપીઓના વિશેમાં જેટલી માહિતી છે અને ખેડૂતોને કેવી રીતે તેના વિશેમાં જણાવાનું છે તે કામ આશિષભાઈથી  સારો કોઈ નથી કરી શકતો.

અંકિતભાઈએ પોતાના નિવેદનમાં ઉમેર્યું કે જેમ કે તમને ખબર છે કે અમે ગુજરાત અને રાજસ્થાનમાં 105 એફપીઓની સ્થાપના કરી છે,જેના હેઠળ આજના સમયમાં 31 હજારથી વધુ ખેડૂતોએ જોડાયેલા છે. તેમાંથી 90 ટકા એફપીઓના સફળતાનું રેશો 100 ટકા છે અને તેમાંથી કેટલાક એફપીઓ એવા છે જેમનું 40 કરોડ સુધીનું ટર્નઓવર છે. તેમણે કહ્યું કે આમારા સાથે જોડાયેલા ખેડૂતોના પ્રોડક્ટની બ્રાન્ડિંગ અને વેચણી અમે કરીએ છીએ. તેમણે કહ્યું કે આમારી 27 લોકોની ટીમ છે જો કે બધા યુવાનો છે. છેવટે હું એજ કહી શું કે અમને આજે કૃષિ જાગરણ સાથે જોડાઈને ઘણી ખુશી થઈ રહી છે.

Share your comments

Subscribe Magazine

More on News

More