એમેઝોન દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, ખેડૂતો એમેઝોન પર હિન્દી, તેલુગુ, કન્નડ, તમિલ અને મલયાલમ સહિત પાંચ ભારતીય ભાષાઓમાં ખરીદી કરી શકશે. ખેડૂતો દેશભરમાં 50,000 થી વધુ એમેઝોન ઇઝી સ્ટોર્સની મુલાકાત પણ લઇ શકે છે અને સાથે જ ત્યાંથી તેમને ખરીદીની સુવિધા પણ મળશે..
ઇ-કોમર્સ કંપની એમેઝોન (Amazon) ઇન્ડિયાએ ખેડૂતોને તોહફા આપ્યુ છે. કંપનીએ પોતાના ઈ-સ્ટોર ઉપર કિસાન સ્ટોર શરૂ કર્યો. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કિસાન સ્ટોરનું લોકાર્પણ કર્યું. તેની શરૂઆત સાથે, દેશભરના ખેડૂતો કૃષિ સંબંધિત વસ્તુઓ જેમ કે બિયારણ, કૃષિ સાધનો અને એસેસરીઝ, છોડનું રક્ષણ, ઓછા ભાવે ખરીદી શકશે.સાથે જ આ બધી એસેસરીઝ ખેડૂતોના ધરે પહોંચાડવાની સુવિધા પણ છે.. એમેઝોન કહે છે કે આ સ્ટોરથી ખેડૂતોને ફાયદો થશે.
પાંચ ભારતીય ભાષાઓમાં છે કિસાન સ્ટોર
એમેઝોન દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, ખેડૂતો એમેઝોન પર હિન્દી, તેલુગુ, કન્નડ, તમિલ અને મલયાલમ સહિત પાંચ ભારતીય ભાષાઓમાં ખરીદી કરી શકશે. ખેડૂતો દેશભરમાં 50,000 થી વધુ એમેઝોન ઇઝી સ્ટોર્સની મુલાકાત પણ લઇ શકે છે અને સાથે જ ત્યાંથી તેમને ખરીદીની સુવિધા પણ મળશે.. એમેઝોન ઇઝી સ્ટોરના માલિકો ખેડૂતોને ઉત્પાદનો શોધવામાં, તેમની પસંદગીનું ઉત્પાદન ઓળખવામાં, તેમનું એમેઝોન એકાઉન્ટ બનાવવા, ઓર્ડર આપવા અને દુકાન બનાવવામાં મદદ કરશે.
ખેડૂતો માટે ડિજિટલ પ્લેટફોર્મ
એમેઝોન અનુસાર, ખેડૂતો 20 થી વધુ બ્રાન્ડમાંથી હજારો કૃષિ ઉત્પાદનોમાંથી પસંદ કરી શકે છે. આ ઉત્પાદનો દેશભરમાં સેંકડો નાના અને મધ્યમ ઉદ્યોગો દ્વારા ઓફર કરવામાં આવે છે. ખેડૂતો વિવિધ ડિજિટલ મોડ્સમાંથી પસંદ કરી શકે છે જેમ કે નેટ બેન્કિંગ, યુપીઆઈ, એમેઝોન પે અને ડેબિટ અને ક્રેડિટ કાર્ડ તેમજ કેશ ઓન ડિલિવરીના પેમેન્ટ વિકલ્પ. સરલ ભાષમાં આ ખેડૂતો માટે ડિજિટલ પ્લેટફોર્મ છે.
આ પ્રસંગે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે એમેઝોન ઈન્ડિયાની પહેલ ભારતીય ખેડૂતોને ડિજિટલ અર્થતંત્રના યુગમાં સામેલ કરવાની, કૃષિ પેદાશોની ઉત્પાદકતા વધારવા, ખેડૂતો અને ખેતી સાથે સંકળાયેલા લોકોને લોજિસ્ટિક્સ ઉદ્યોગ જેવી સેવાઓ પૂરી પાડવી લાભદાયી સાબિત થશે.
Share your comments