Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

7 કરોડ ખેડૂતોને મળી શકે છે લાભ, કેસીસીની લિમિટ બમણી કરવા અને 1 ટકા વ્યાજ કરવા માંગ

લોકડાઉનમાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓને જોતા સરકારે અનેક પગલાં ભર્યા છે. કિસાન શક્તિ સંઘના અધ્યક્ષ પુષ્પેદ્ર સિંહે કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટને બમણી કરવા સાથે વ્યાજદરમાં ઘટાડો કરવાની માંગ કરી છે. તેમણે સરકાર સમક્ષ એવી માંગણી કરી છે કે કેસીસીની લિમિટ 6 લાખ રૂપિયા કરવા સાથે વ્યાજ દરને ઘટાડી 1 ટકા કરવામાં આવે.

KJ Staff
KJ Staff
Kisan Credit Card
Kisan Credit Card

લોકડાઉનમાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓને જોતા સરકારે અનેક પગલાં ભર્યા છે. કિસાન શક્તિ સંઘના અધ્યક્ષ પુષ્પેદ્ર સિંહે કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટને બમણી કરવા સાથે વ્યાજદરમાં ઘટાડો કરવાની માંગ કરી છે. તેમણે સરકાર સમક્ષ એવી માંગણી કરી છે કે કેસીસીની લિમિટ 6 લાખ રૂપિયા કરવા સાથે વ્યાજ દરને ઘટાડી 1 ટકા કરવામાં આવે. કોરોનાને લીધે ગ્રામિણ અર્થતંત્રને આ રીતે મજબૂતી મળશે. સમગ્ર દેશમાં વર્તમાન સમયમાં 14.50 કરોડ ખેડૂત પરિવાર છે અને આશરે સાત કરોડ ખેડૂતો પાસે કેસીસી છે.

કેસીસીમાં પરિવર્તન ઉપરાંત તેમણે કહ્યું કે ખેડૂતો તમામ પ્રકારના દેવા, હપ્તાની ચુકવણી એક વર્ષ માટે મોકૂફ રાખવામાં આવે. દરમિયાન સરકારે મોટી રાહત આપતા કેસીસી પર બેન્ક પાસેથી લેવામાં આવેલ તમામ લઘુત્તમ પાક ઋણની ચુકવણીની તારીખને બે મહિના લંબાવી 31 માર્ચથી વધારી 31 મે કરી દીધી છે. ત્યારબાદ ખેડૂત 31 માર્ચ સુધી તેના પાક ઋણને કોઈ પણ વ્યાજ વગર 4 ટકા પ્રતિ વર્ષ જૂના દર પર જ ચુકવણી કરી શકે છે.

કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવેલ છૂ

ખેડૂતો દ્વારા કૃષિ સંબંધિત કાર્યો માટે કિસાન ક્રેડિટ કાર્ડ પર આપાવમાં આવેલ ત્રણ લાખ સુધીની લોન પર વ્યાજ દર 9 ટકા છે. પણ સરકાર દ્વારા તેમા 2 ટકા સબસિડી આપવામાં આવે છે. ત્યારબાદ વ્યાજદર 7 ટકા થાય છે. આ સાથે સમયાંતરે રકમ ચુકવવા પર તેમાં 3 ટકા વધુ છૂટ મળે છે, ત્યારબાદ તે ફક્ત 4 ટકા જ રહે છે.

પીએમ કિસાન યોજના અને કેસીસી સ્કીમને જોડવામાં આવી

કિસાન ક્રેડિટ કાર્ડ સ્કીમ અને પીએમ કિસાન સન્માન નિધિ સ્કીમ કેન્દ્ર સરકારની બે મોટી યોજના છે. જેને હવે જોડવામાં આવેલ છે. કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીએ કિસાન સન્માન નિધિના લાભાર્થીઓને વર્તમાન ખાતા સંબંધિત બેન્કમાં જઈ કેસીસી માટે અરજી જમા કરાવવા માટે કહેવામાં આવ્યુ છે.

ખેડૂત નેતાનું માનવું છે કે આ ચુકાદા બાદ દેશના અડધો અડધ ખેડૂતો મુશ્કેલીમાંથી બહાર આવી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા કેસીસી સ્કીમ ખેડૂતોની શાહૂકારો પરની નિર્ભરતાને ખતમ કરવા માટે શરૂ કરવામાં આવી છે, જેથી ખેતી માટે સસ્તી લોન મળી શકે.

Share your comments

Subscribe Magazine

More on News

More