Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

કિસાન સંઘ દ્વારા તા.8મીએ દેશવ્યાપી ધરણા, આવેદનત્રોના કાર્યક્રમો યોજાશે

દેશની રાજધાની દિલ્હી ખાતે છેલ્લા નવ મહિના કરતા પણ વધુ સમયથી દેશભરના ખેડૂતો દ્વારા રાષ્ટ્રીયકક્ષાનું કહી શકાય તેવું ઐતિહાસિક આંદોલન ચાલી રહ્યું છે ત્યારે શરૂઆતથી જ તે આંદોલનથી અળગા રહેનારા ભારતીય કિસાન સંગઠન દ્વારા ખેડૂતોના ફાયદા માટે પડતર કિંમતના આધાર પર પૌષણક્ષમ ભાવની માગણી સાથે આગામી તા.8મી સપ્ટેમ્બરે દેશભરમાં ધરણા, આવેદનપત્રો સહિતના કાર્યક્રમો તેમજ આશ્ચર્યજનક દેખાવો યોજવા અંગે રણશિંગૂ ફૂકાયું છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
Kisan Sangh

આ બાબતે અમદાવાદના આંગણે પત્રકાર પરિષદ યોજાઇ હતી, જેમાં ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અંબુભાઇ પટેલ, પ્રદેશ મહામંત્રી બાબુભાઇ પટેલે ઉપસ્થિત રહી માહિતી આપી હતી. ભા.કિ. સંઘની અ.ભા.પ્રબંધ સમિતીની એક બેઠક તા.7-8 ઓગસ્ટના રોજ હરિયાણા સોનીપત ખાતે યોજાઇ હતી. જેમાં અન્ય વિષયોની સાથેદેશના કિસાનોની પ્રમુખ સમસ્યા લાગત કેઆધાર પર લાભકારી મૂલ્ય મીલે તેના માટેસંગઠન દ્વારા ખૂબ જ લાંબા સમયથી રજૂઆતો થતી આવેલ છે. જેની આજ સુધીની સરકારે કોઇ જ ગંભીરતા ન લેતા સંગઠન દ્વારા આગામી તા.8મી સપ્ટેમ્બરે બુધવારે દેશભરમાં 525થી વધુ જિલ્લાઓમાં એક જ દિવસે કલેક્ટર કચેરી સામેધરણા કરીને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજશે, જેમાં માત્રને માત્ર એક જ પોષણક્ષમ ભાવના મુદ્દાનો સમાવેશ થશે. અન્ય સ્થાનિક જિલ્લાના પ્રશ્નો માટેમુખ્યમંત્રીને ઉદ્દેશીને અલગ અલગ આવેદનપત્ર જિલ્લા કલેક્ટરોને આપવામાં આવશે.

Share your comments

Subscribe Magazine

More on News

More