ગુજરાતના વડોદરા શહેરથી કેળા લઇને કિસાન રેલ દિલ્હી પહોંચી ગઈ છે. ભારતીય રેલ્વેના આ પ્રયત્નોથી વડોદરા અને તેની આસપાસના ખેડુતોને મોટો ફાયદો મળશે. કિસાન રેલ કૃષિ ઉત્પાદનો માટે બજાર પ્રદાન કરે છે. આનાથી ખેડૂતોને તો લાભ થાય જ છે, સાથો સાથ ગ્રાહકો પણ લાભમાં રહે છે. તેમને ગુણવત્તાવાળો માલ મળે છે અને ખેડૂતોની આવકમાં વધારો થાય છે.
કેવી રીતે મળે છે લાભ?
કિસાન રેલ વડોદરાથી દિલ્હીના આદર્શ નગર સ્ટેશન માટે બુધવારે રવાના થઈ હતી. કિસાન રેલ ટ્રેનના 20 કોચમાં કુલ 194 ટન કેળાં લઇને ગુરુવારે દિલ્હી પહોંચી હતી. આ વિશે માહિતી આપતાં રેલવે મંત્રાલયે ટ્વીટ કર્યું હતું કે, 'વડોદરાથી દિલ્હી પહોંચી કિસનોની ઉપજ 'વડોદરાથી 194 ટન કેળા પ્રથમ કિસાન રેલ દ્વારા દિલ્હીના બજારોમાં મોકલવામાં આવ્યા. કિસાન રેલ, જે ક્ષેત્રમાં તેમની માંગ છે ત્યાં ખેતીવાડી ઉત્પાદનો લઇને આપણાં ખેડુતો અને ગ્રાહકો બંનેને લાભ પહોંચાડી રહી છે.
14 હાજર ટનથી વધુ પેદાશ બજારમાં મોકલાઈ
પશ્ચિમ રેલ્વે 01 એપ્રિલથી 15 જૂન સુધીમાં કુલ 63 કિસાન રેલ ચલાવી ચુકી છે. કિસાન રેલના માધ્યમથી 14 હજાર 200 ટન ખેડુતોની પેદાશને દેશની વિવિધ બજારોમાં પહોંચાડવામાં આવી છે. પશ્ચિમ રેલ્વેનો રતલામ અને મુંબઇ વિભાગ કિસાન રેલ દ્વારા ચિકુ, ડુંગળી અને બટાટા જેવા ખેડૂતોના ઉત્પાદનોને વાજબી બજાર પ્રદાન કરી રહ્યું છે.
મહામારીમાં ખેડૂતોને યોગ્ય બજાર આપી
ભારતીય રેલ્વેની કિસાન રેલ કોરોના મહામારીના રોગચાળા દરમિયાન ખેડૂતો માટે ખૂબ મદદગાર સાબિત થઈ છે. મહામરીને નિયંત્રિત કરવાં માટે લગાવવામાં આવેલા લોકડાઉનમાં ખેડુતોના પાકને યોગ્ય બજાર મળી રહ્યું ન હતું. જે વિસ્તારોમાં ઉત્પાદનની માંગ હતી ત્યાં તે માલને કિસાન રેલ દ્વારા પહોંચાડવામાં આવી રહ્યું હતું. સરકારના આ પગલાથી ખેડુતો તેમજ ગ્રાહકો પણ લાભ મેળવી રહ્યા છે.
ખેડૂતોને સારી આવક આપી
તાજેતરમાં કિસાન રેલ ત્રિપુરાથી અનાનસ લઈને દિલ્હી પહોંચી હતી. ત્રિપુરા સરકારની વિનંતી પર, રેલ્વે મંત્રાલય અગરતલાથી કોલકાતા અને દિલ્હી સુધીની અનેક કિસાન રેલો ચલાવી રહ્યું છે. કિસાન રેલન દૂરના ખેડૂતોના ઉત્પાદન માટે બજાર પ્રદાન કરે છે. જેના પરિણામે ખેડૂતોને સારી આવક મળે છે.
નિકાસમાં વૃદ્ધિ માટે કવાયત: સફરજન, કેરી, કેળા, દ્રાક્ષ, દાડમ અને હળદર ક્લસ્ટરો નક્કી કરાયા
ત્રિપુરાના ખેડુતો જેકફ્રૂટ, અનાનાસ અને લીંબુ સહિત ઉચ્ચ ગુણવત્તાવાળા ફળોનું ઉત્પાદન કરી રહ્યા છે. ખેડુતોને ફાયદો થાય તે માટે અહીંથી જેકફ્રૂટની નિકાસ પણ કરવામાં આવી રહી છે. જેકફ્રૂટ તાજેતરમાં ત્રિપુરાથી યુનાઇટેડ કિંગડમ અને જર્મની જેવા પશ્ચિમી દેશોમાં મોકલવામાં પણ મોકલાયા હતા. આને કારણે ખેડુતોને ઘણો લાભ મળી રહ્યો છે અને તેમની આવકમાં વધારો થઈ રહ્યો છે. એપીડા દ્વારા દેશના વિવિધ ઉત્પાદનોની નિકાસ કરીને ખેડુતોને મદદ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મૌસમી ફળના ખેડૂતોએ લેવો જોઈએ લાભ
હવે કિસાન રેલ દ્વારા દેશમાં ખેડૂતોના ઉત્પાદનો માટે નવું બજાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારના અધિકારીઓ કહે છે કે ખેડૂતોના હિતમાં અમે કેન્દ્ર સરકારને કેટલીક કિસાન રેલ ચલાવવા વિનંતી કરી હતી. સરકાર ઇચ્છે છે કે મોસમી ફળની વાવણી કરતા ખેડુતોને કેન્દ્ર સરકારના પ્રયત્નોનો લાભ મળવો જોઈએ અને કિસાન રેલ તેમના માટે મોટા બજારો ઉપલબ્ધ કરાવશે.
Share your comments