ખેડૂતોને મદદ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતના વિવિધ શહેરો અને નગરોમાં ખેતરોમાં જંતુનાશકોના છંટકાવ માટે 100 કિસાન ડ્રોનનું ઉદ્ઘાટન કર્યું હતુ.
100 'કિસાન ડ્રોન'નું ઉદ્ઘાટન
ખેડૂતોને મદદ કરવાના હેતુથી એક વિશેષ ઝુંબેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના વિવિધ શહેરો અને નગરોમાં 100 કિસાન ડ્રોન ને ફ્લેગ ઓફ કર્યું જે સમગ્ર ભારતમાં ખેતરોમાં જંતુનાશકો અને અન્ય સામગ્રીનો છંટકાવ કરવા માટે ઉડાન ભરે છે. તેઓએ જણાવ્યું કે આ એકવીસમી 21 સદીમાં આધુનિક કૃષિ વ્યવસ્થાની દિશામાં એક નવો અધ્યાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વિવિધ ભાગોમાં જંતુનાશકો અને અન્ય કૃષિ સામગ્રીના છંટકાવ માટે 100 'કિસાન ડ્રોન'નું ઉદ્ઘાટન કર્યું. કૃષિ ક્ષેત્રમાં ડ્રોનના ઉપયોગની પ્રશંસા કરતા પીએમએ કહ્યું કે દેશમાં ડ્રોનનો ઉપયોગ કરવાની સંસ્કૃતિ વધી રહી છે.
પીએમએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ડ્રોન ક્ષેત્રમાં ભારતની વધતી ક્ષમતા વિશ્વને એક નવું નેતૃત્વ આપશે. મોદીએ શુક્રવારે ડ્રોનનું ઉદ્ઘાટન કર્યું હતું. અધિકારીઓએ તેને ખેડૂતો માટે "ખૂબ જ નવીન અને રોમાંચક પહેલ" ગણાવી. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે ભારતમાં ડ્રોન સ્ટાર્ટ-અપની નવી સંસ્કૃતિનું નિર્માણ થઈ રહ્યું છે. તેની સંખ્યા અત્યારે 200 થી વધુ છે, જે આવનારા સમયમાં હજારોની સંખ્યામાં થશે અને તેનાથી મોટા પાયે રોજગારીની તકો ઉભી થશે.
આ પણ વાંચો : SSY : કેન્દ્રની એક નવી બચત યોજના, જેમાં દીકરીના લગ્ન માટે મળશે 65 લાખ રૂપિયા
આધુનિક કૃષિ વ્યવસ્થાની દિશામાં એક નવો અધ્યાય
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યુ હતુ અને કહ્યું કે મને ખાતરી છે કે આ શરૂઆત ડ્રોન ક્ષેત્રના વિકાસમાં સીમા ચિહ્નરૂપ સાબિત થશે એટલું જ નહીં, પરંતુ તે શક્યતાઓનું અનંત આકાશ પણ ખોલશે. પીએમ મોદીએ કહ્યું, પહેલા ડ્રોનના નામ પર એવું માનવામાં આવતું હતું કે તે સેના સંબંધિત સિસ્ટમ છે અથવા દુશ્મનોનો સામનો કરવા માટે વપરાતી વસ્તુ છે, પરંતુ હવે તે 21મી સદીની આધુનિક કૃષિ વ્યવસ્થાની દિશામાં એક નવો અધ્યાય છે.
ઉપરાંત PM મોદીએ તેમના સંબોધનમાં જણાવ્યું કે ગરૂડ એરોસ્પેસએ આગામી બે વર્ષોમાં એક લાખ મેઈડ ઈન ઈન્ડિયા ડ્રોન બનાવાનું લક્ષ્ય રાખ્યું છે. જેનાથી અનેક યુવાઓને નવા રોજગાર અને નવા અવસર મળશે. હું તેના માટે ગરૂડ એરોસ્પેસની ટીમના તમામ નૌજવાન સાથીઓને અભિનંદન આપું છું.
આ પણ વાંચો : Atma Yojana In Gujarat : કર્મચારીઓના પગારમાં વધારો
2022-23માં મોટી જાહેરાત
ઉપરાંત દેશ માટે આ સમય આઝાદીના અમૃતકાળનો સમય છે. આ યુવા ભારતનો સમય છે. અને ભારતના યુવાનોનો સમય છે. ગત થોડા વર્ષોમાં દેશમાં જે રિર્ફોમ થયા છે તેને યુવાનો અને પ્રાયવેટ સેક્ટરને એક નવી તાકત આપી છે. ડ્રોનને લઈ ભારતે આશંકાઓમાં સમય વેડફ્યો નથી અમે યુવા ટેલેન્ટ પર વિશ્વાસ કર્યો અને નવા વિચાર સાથે આગળ વધ્યા.
તમને જણાવી દઈએ કે કૃષિ અને કૃષિ ક્ષેત્ર માટે નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2022-23માં મોટી જાહેરાત કરી હતી. સીતારમણે જણાવ્યું હતું કે કિસાન ડ્રોન્સ ભારતમાં ખેડૂતોને ડિજિટલ અને હાઈ-ટેક સેવાઓ પહોંચાડવા માટે રાસાયણિક મુક્ત કુદરતી ખેતી, જાહેર-ખાનગી ભાગીદારીને પ્રોત્સાહન આપશે.
આ પણ વાંચો : બજેટ થયુ રજૂ, ખેડૂતોના માટે કરી કઈ મોટી જાહેરાત
આ પણ વાંચો : વૃક્ષારોપણ છે ખેતી શું છે તેની પદ્ધતિ ?
Share your comments