Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ-2022 મધ્યપ્રદેશમાં શરૂ, 13 દિવસ સુધી ચાલશે કાર્યક્રમ

ખેલો કા મહાકુંબ: ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022નો ધમધમાટ શરૂ થઈ ગયો છે.

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod
ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ-2022
ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ-2022

આજે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ ખેલો ઈન્ડિયાના લોન્ચિંગ માટે સ્માર્ટ પાર્કમાં વૃક્ષારોપણ કર્યું હતું.

આ પણ વાંચો : ખેડૂતોએ પ્રજાસત્તાક દિવસની પરેડમાં આપી મિલેટની ઝાંખી, બાજરી વર્ષ 2023ને 'પોષણના તહેવાર' તરીકે ઉજવ્યું

 

 

મધ્યપ્રદેશના ઈન્દોરમાં ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને લઇ ખેલાડીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2022

 

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022 30 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી 2023 સુધી શરૂ થવા જઈ રહી છે. આ ગેમ્સ કુલ 13 દિવસ ચાલશે. રમતોત્સવના પ્રથમ દિવસે કુલ 3 સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વોલીબોલ, ખો-ખો અને ટેબલ ટેનિસનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે 13 દિવસ સુધી ચાલનારી આ ગેમ્સમાં 27 ગેમ્સ રમાશે, જેના માટે 9 શહેરોમાં 23 ગેમ્સ વેન્યુ તૈયાર કરવામાં આવ્યા છે. તો આ વખતે સ્પર્ધામાં કુલ 6 હજારથી વધુ ખેલાડીઓ ભાગ લેવાના છે. 

ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2022 ના મુખ્ય અતિથિ

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022નું ભવ્ય રંગારંગ ઉદ્ઘાટન 30 જાન્યુઆરીના રોજ સાંજે 6 વાગ્યે ભોપાલના ટીટી નગર સ્ટેડિયમ ખાતે કરવામાં આવશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર રંગારંગ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન કેન્દ્રીય રમતગમત રાજ્ય મંત્રી નિશિત પ્રામાણિક યશોધરા રાજે સિંધિયા પણ કાર્યક્રમમાં હાજર રહેશે.

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2021

તમને જણાવી દઈએ કે ગત વર્ષ 2022માં ખેલો ઈન્ડિયાનું આયોજન અલગ-અલગ જગ્યાએ કરવામાં આવ્યું હતું, જેમાં હરિયાણાના પંચકુલામાં સૌથી વધુ સ્પોર્ટ્સ ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હરિયાણાએ 52 ગોલ્ડ, 39 સિલ્વર અને 46 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 137 મેડલ જીત્યા હતા. તો બીજી તરફ મહારાષ્ટ્ર 125 મેડલ સાથે ત્રીજા નંબરે અને કર્ણાટક 67 મેડલ સાથે ત્રીજા નંબરે છે.

Share your comments

Subscribe Magazine

More on News

More