કેન્દ્રીય માર્ગ વાહન વ્યવહાર અને ધોરીમાર્ગ તેમજ એમએસએમઈ મંત્રી નિતિન ગડકરીએ મંગળવારે તેમના નિવાસ સ્થાનેર એક નવા પ્રકારના પેઇંટ (રંગ)નો શુભારંભ કર્યો. ગાયના છાણમાંથી તૈયાર કરવામાં આવેલા ભારતના આ પ્રકારના પ્રથમ પેઇંટને ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કેવીઆઈસી) દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. તે પર્યાવરણને અનુકૂળ, બિન ઝેરી છે, જે “ખાદી પ્રાકૃતિક પેઇંટ” નામથી ઓળખવામાં આવે છે.
ખાદી પ્રાકૃતિક પેઇંટ આ પ્રકારનું પ્રથમ ઉત્પાદન છે. તે ફૂગ તથા બૅક્ટીરિયા વિરોધી ગુણો ધરાવે છે. આ પ્રસંગે કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડૅરી ઉદ્યોગ મંત્રી ગિરિરાજ સિંહ, કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ બાબતોના રાજ્ય મંત્રી પ્રતાપ ચંદ્ર સારંગ તથા કેવીઆઈસીના અધ્યક્ષ વિનય કુમાર સક્સેના પણ ઉપસ્થિત રહ્યા હતા.
ખેડૂતોની આવક વધારવાની દિશામાં એક સકારાત્મક પગલુ
લૉંચિંગ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે આ પ્રયાસ ખેડૂતોની આવકને વધારવાના વડાપ્રધાનના દૃષ્ટિકોણને સાકાર કરવાની દિશામાં એક સકારાત્મક પગલુ છે. તેમનું આ પગલું ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવામાં અસરકારક બની રહેશે કે જેને લીધે શહેરોમાં રહેતા ગ્રામીણોનુ ફરીથી ગ્રામીણ ક્ષેત્રો તરફ જવાનું શરૂ થઈ જશે.
પેઇંટની કિંમત અડધાથી પણ ઓછી
પેઇંટના સસ્તા દરો (ડિસ્પેંટર ફક્ત 120 રૂપિયા પ્રતિ લીટર અને ઇમલ્સન ફક્ત 225 રૂપિયા પ્રતિ લીટર) અંગે જણાવતા તેમણે કહ્યું કે આ કિંમતો મોટી કંપનીઓ દ્વારા વસૂલવામાં આવતી કંપનીની તુલનામાં અડધાથી પણ ઓછી છે. તેમણે ભાર આપતા કહ્યું કે આ પેઇંટનું નિર્માણ અને માર્કેટિંગમાં સરકારની ભૂમિકા ઘણી મહત્વની છે. હકીકતમાં આ પેઇંટનું નિર્માણ તથા વ્યવસાયની રીતે દૃષ્ટિએ કરવામાં આવશે તથા આ દેશના પ્રત્યેક ભાગમાં પહોંચાડવામાં આવશે.
કુમારપ્પા રાષ્ટ્રીય હસ્તનિર્મિત કાગળ સંસ્થાએ તૈયાર કર્યું
ખાદી પ્રાકૃતિક પેઇંટ બે સ્વરૂપમાં ઉપલબ્ધ છે. ડિસ્ટેંપર પેઇંટ અને પ્લાસ્ટિક ઇમલ્શન પેઇંટ. આ પરિયોજનાની પરિકલ્પના માર્ચ-2020માં કેવીઆઈસીના અધ્યક્ષે કરી હતી અને ત્યાર બાદ તેને કેવીઆઈસીના એક એકમ સ્વરૂપમાં કામ કરનાર કુમારપ્પા રાષ્ટ્રીય હસ્તનિર્મિત કાગળ સંસ્થા-જયપુર દ્વારા તૈયાર કરવામાં આવ્યું.
ગાયના છાણના ઉપયોગથી પર્યાવરણ પણ સ્વચ્છ થશે
પેઇંટમાં શીશું, પારો, ક્રોમિયમ, આર્સેનિક, કેડમિયમ જેવી કોઈ જ ભારે ધાતુ નથી. તે સ્થાનિક સ્તરે નિર્માણને ઉત્તેજન આપશે તથા ટેકનોલૉજી હસ્તાંતરણના માધ્યમથી સ્થાનિક સ્તરે રોજગારીનું સર્જન કરવામાં મદદ કરશે. આ ટેક્નિકથી પર્યાવરણને અનુકૂળ ઉત્પાદન તૈયાર કરવામાં કાચા માલ સ્વરૂપમાં છાણનો ઉપયોગ વધશે અને ખેડૂતો તથા ગૌશાળાઓ માટે વધારાની આવક મળશે. ગાયના છાણનો ઉપયોગ કરવાથી પર્યાવરણ સ્વચ્છ થશે.
Share your comments