કાસગંજ જિલ્લાના ગંજડુંડવારા વિસ્તારના ખેડૂત રામપ્રકાશે પોતાના ખેતરમાં પીળા રંગના સરસ્વતી જાતના તરબૂચ ઉગાડ્યા છે. આ તરબુચ લોકો વચ્ચે આકર્ષણનુ કેન્દ્ર બન્યા છે. લોકો રામપ્રકાશના ખેતરમાંથી તરબુચની ખરીદી કરી રહ્યા છે. તરબુચનો સ્વાદ પણ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.
લીલા કરતા પીળા તરબુચનો સ્વાદ વધારે મીઠો
રામપ્રકાશનુ કહેવુ છે કે આ સમયે તેના ખેતરમાં પીળા રંગના ચરબુચ છે. તેમનો દાવો છે કે લીલા રંગના તરબુચ કરતા પીળા રંગના તરબુચનો સ્વાદ વધારે મીઠો છે. તરબુચનો રંગ ઉપરથી તો પિળો છે, પણ અંદરથી તરબુચ લાલ છે.
25 રૂ. પ્રતિ કિલો છે ભાવ
રામપ્રકાશે જણાવ્યુ કે તેઓ પહેલા લીલા રંગના તરબુચ ઉગાવતા હતા, પણ જ્યારે તેમને પીળા રંગના તરબુચ વિશે જાણ થઈ તો તેમણે આ પ્રકારના તરબુચને ઉગાડ્યા. ખેડૂત રામપ્રકાશનું કહેવું છે કે લીલા તરબૂચની સરખામણીમાં આ પીળા તરબૂચનું જથ્થાબંધ 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાણ થઈ રહ્યું છે, જ્યારે લીલું તરબૂચ 8-10 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. તેમનું કહેવું છે કે પીળા રંગના તરબુચની ખેતીમાં ઘણી મહેનત કરવી પડે છે.
આ પણ વાંચો:હવામાન વિભાગની આગાહી : આ તારીખે લોકોને મળશે ગરમીથી રાહત
પીળા તરબુચની ખેતીમાં પ્રતિ વિઘા 10 હજાર રૂપિયાનો ખર્ચો થાય છે
55 દિવસમાં આ પાક તૈયાર થઈ જાય છે, રામપ્રકાશ કહે છે કે તેમના તરબૂચ જથ્થાબંધ બજારમાં પહોંચી શકતા નથી, પરંતુ છૂટક વેપારીઓ જ ખેતરમાંથી તરબૂચ ખરીદે છે. રામપ્રકાશનુ કહેવુ છે કે પીળા તરબુચની ખેતીમાં પ્રતિ વિઘા 10 હજાર રૂપિયાનો ખર્ચો થાય છે.
પીળા રંગનુ તરબુચ પણ તરબુચની એક અલગ વેરાયટી છે
જિલ્લા કૃષિ અધિકારી સુમિતકુમાર ચૌહાણે જણાવ્યું કે દરેક પાકની વિવિધ પ્રજાતીઓ અને વિવિધતા હોય છે. દરેકની અલગ અલગ વિશેષતા હોય છે. પીળા રંગનુ તરબુચ પણ તરબુચની એક અલગ વેરાયટી છે. તેવી જ રીતે, ઘઉંમાં કાળા ઘઉંની જાતો, ડાંગરમાં કાળા ડાંગરની વિવિધતા છે.
Share your comments