Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

પોસ્ટ ઑફિસની આ સ્કીમમાં કરો રોકાણ, મળ્શે 21 લાખ રૂપિયા

જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસ યોજનાઓમાં રોકાણ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારના લોકો માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ રીતે તમે તમારા પૈસા સુરક્ષિત રાખી શકો છો. પોસ્ટ ઓફિસ રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર(NCC) પણ આવી જ એક યોજના છે.

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
પોસ્ટ ઑફિસ
પોસ્ટ ઑફિસ

જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસ યોજનાઓમાં રોકાણ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારના લોકો માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ રીતે તમે તમારા પૈસા સુરક્ષિત રાખી શકો છો. પોસ્ટ ઓફિસ રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર(NCC) પણ આવી જ એક યોજના છે.

જો તમને પણ આ વિચારી-વિચારીને માથાના દુખાવો આવે છે કે, હું પોતાના રૂપિયાનો રોકાણ ક્યા કરૂ. તો અમે તમારા માથાનો દુખાવા દૂર કરવા માટે એક નુસ્ખા લઈને આવ્યા છીએ. એટલે કૃષિ જાગરણ ગુજરાતી તમારા માટે લઈને આવ્યા છે એક એવી સ્કીમની માહિતી જેમા ઇન્વેસ્ટ કરીને તમે તમારા પૈસાને ઝડપતી વધારી શકો છો અને ત્યાં તમારા પૈસા પણ સેફ રહેશે. અમે જે સ્કીમની વાત કરી રહ્યા છે, તે છે પોસ્ટ ઑફીસની  (Post office) નાની બચત યોજના (small investment scheme). જે તમે બચત કરવા માંગો છો તો તમે તેમા રોકાણ કરી શકો છો.

જોકે,પોસ્ટ ઓફિસની આ નાની બચત યોજનમાં બેન્ક એફડી અથવા આરડીનો પણ સમાવેશ થાય છે, પરંતુ આ પોસ્ટ ઓફિસ યોજના તમને સારું વળતર આપી શકે છે. આ સ્કીમનું નામ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC) છે, તો ચાલો તમને આ સ્કીમ વિશે બધું માહિતી આપીએ.

શુ છે નેશનલ સેવિંગ સેર્ટિફિકેટ

નેશલન સેવિંગ સેર્ટિફિકેટ એટલે કે એનએસજી પોસ્ટ ઑફીસની એક યોજના છે, જેમા એફડીના સરખામણીએ વધારે વ્યાજ આપવામાં આવે છે. આમા તમારા રોકાણ કરેલા પૈસા તદ્દન સેફ રહેશે, કેમ કે, તેમા રાશિના રોકાણ પર સૉવરેન ગારંટી મળે છે.

એનએસસીમાં રોકાણથી મળે છે આટલો ઋણ

પોસ્ટ ઓફીસની નેશનલ સેવિંગ સેર્ટિફિકેટમાં (NCC) રોકાણ કરવાથી તમને 6.8 ટકા વ્યાજ મળશે.તેનો વાર્ષિક ધોરણ સંયોજિત છે અને તેની ચુકવણી માત્ર પરિપક્વતા પૂરી થયા પછી કરવામાં આવશે. આ યોજનાની મુદત 5 વર્ષ છે પણ પરિપક્વ થયા પછી તમે ઇચ્છો તો તેને આગળા 5 વર્ષ સુધી માટે વધારી શકો છો.

એનએસસીમાં રોકાણ માટે 5 વિક્લપ

તમને જણાવી દઈએ કે તમે એનએસસીમાં 100 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા, 5000 રૂપિયા અને 10 હજાર રૂપિયાનું રોકાણ કરી શકો છો. તમે વિવિધ મૂલ્યના કોઈપણ પ્રમાણપત્રો ખરીદીને એનએસસીમાં રોકાણ કરી શકો છો, જેમાં લઘુતમ 100 રૂપિયાનું રોકાણ જરૂરી છે જેની મહત્તમ મર્યાદા નથી.

15 લાખના રોકાણ પર મળશે 21 લાખ

ઉદાહારણ મૂજબ, જે તમે આ યોજનામાં 15 લાખનો રોકાણ કરો છો તો તમને વ્યાજના સાથે 21 લાખ રૂપિયા મળશે. તમારી રોકાણ કરેલી રાશિ પર 6.8 ટકાનો વ્યાજ લાગશે અને પાંચ વર્ષ પછી 15 લાખ 21 લાખ થઈ જશે. મોટા-મોટા 6 લાખનો ફાયદા. જો આપણે આવકવેરા અધિનિયમ 1961 ની કલમ 80C ની વાત કરીએ, તો આ અંતર્ગત વાર્ષિક 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર NSC હેઠળ તમારો કર નથી કાપવામાં આવશે.

માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસ યોજનાઓમાં રોકાણ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારના લોકો માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ રીતે તમે તમારા પૈસા સુરક્ષિત રાખી શકો છો. પોસ્ટ ઓફિસ રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર(NCC) પણ આવી જ એક યોજના છે. આ યોજનામાં રોકાણ નફાકારક સોદો સાબિત થશે. તમે વિવિધ મૂલ્યોના કોઈપણ પ્રમાણપત્રો ખરીદી શકો છો અને રોકાણ કરી શકો છો

Share your comments

Subscribe Magazine

More on News

More