Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

Interview: જૈવિક ખેતીને લઈને ઝાયડેક્સના મેનેજિંગ ડાયરેક્ટર ડૉ. અજય રાંકા સાથે ખાસ વાતચીત

ખેડૂત ભાઈયો ભારતમાં જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર અને કેંદ્ર સરકાર સતત કામ કરી રહી છે. તેમ છતાં ખેડૂતોના મનમાં અત્યારે પણ ઘણા પ્રશ્નો છે...જેમના ઉત્તર તેઓને અત્યાર સુધી મળી શક્યો નથી.

Amansinh Jadeja
Amansinh Jadeja

ખેડૂત ભાઈયો ભારતમાં જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર અને કેંદ્ર સરકાર સતત કામ કરી રહી છે. તેમ છતાં ખેડૂતોના મનમાં અત્યારે પણ ઘણા પ્રશ્નો છે...જેમના ઉત્તર તેઓને અત્યાર સુધી મળી શક્યો નથી. તેથી કરીને એજ પ્રશ્નોના ઉત્તર જાણવા માટે અમે ઝાયડેક્સના મેનેજિંગ ડાયરેક્ટર ડૉ. અજય રાંકા સાથે વાતચીત કરી હતી અને જાણવાનું પ્રયાસ કર્યો હતો કે ખેડૂતોને જૈવિક ખેતીને લઈને આવી રહેલી સમસ્યાઓ શું છે અને તેના ઉકેળ શું છે... 

પ્રશ્ન- સર મારો પહેલો પ્રશ્ન એવું છે કે જૈવિક ખેતીને લઈને ખેડૂતોએ હંમેશા એજ મુંઝાવણમાં રહે છે, જો તેઓ જૈવિક ખેતી કરશે તો તેઓને અઢળક ઉત્પાદન નહિં મળે..અને જો મળશે તો તેથી આટલી આવક નહીં થાય જો કે પૂરતી હોય...તો તેને લઈને તમારા શું મંતવ્ય છે અને ખેડૂતોને તમે શું કહેવા માંગો છો...

અજય રાંકા: પ્રથમ વસ્તુ તમે જે કહ્યું આ વાસ્તવિક પરિસ્થિતિ છે. અને આજ સુધી તમામ પદ્ધતિઓ ખેડૂત ભાઈઓને જણાવવામાં આવી છે..છતાં તેમને જમીનની ફળદ્રુપતા સુધારવા માટે 5 વર્ષ લાગે છે અને ત્યાર સુધી ઉત્પાદન મળવાનું ઓછું થઈ જાય છે. પરંતુ હવે આ બદલાઈ રહ્યું છે. જેના માટે Zydax  દ્વારા નવી ટેક્નોલોજી રજૂ કરવામાં આવી છે. જેને આપણે પરિકલ્પ સંજીવની કહીએ છીએ..તો હું ખેડૂત ભાઈઓને કહેવા માંગુ છું કે જો તમે પરિકલ્પ સંજીવનીમાં આપેલી પદ્ધતિને અનુસરશો તો તમને વધુ ઉત્પાદન મળશે. તેના માટે  અમે કોમર્શિયલ પ્રોડક્ટ્સ પણ બનાવીએ છીએ.. તો આમાં ફેરફાર એ છે કે એક મહિનાની અંદર તમારી જમીનની ફળદ્રુપતા ફરી 1960 જેવી થઈ જશે, આ એક મોટો ફેરફાર છે. તેથી હવે આપણે કહી શકીએ કે પહેલા જ પાકમાં, કોઈપણ પ્રકારની જમીનમાં, આપણે સજીવ ખેતી દ્વારા નફાકારક ફેરફારો કરી શકીશું.આ નવી પદ્ધતિ હેઠળ 30-50 ટકા પાણીની બચત પણ થાય છે. બીજું તેમા ગાયનું છાણિયો ખાતર છે. અમે તેથી ઉત્પાદન 8 ગણું વધુ સારી રીતે કરી શકીએ છીએ. તેથી હવે એક એકરમાં 4-5 ટ્રોલી મૂકવાને બદલે હવે એક ટ્રોલીમાં 2 એકર જમીન આવરી લેવામાં આવી છે. તેનું અર્થ એવું થયું કે ભારતના આમારા ખેડૂત ભાઈયો  હવે દરેક પાકમાં દરેક ખેતરમાં સારા અપાચ્ય ગાયના છાણનું ખાતર લાગુ કરી શકાય છે. જે માટી અને પાણી માટે મદદરૂપ થશે.

અજય રાંકા પ્રશ્નોના ઉત્તર આપતી વખતે
અજય રાંકા પ્રશ્નોના ઉત્તર આપતી વખતે

પ્રશ્ન: મોટા ભાગે જોવામાં આવે છે કે જો ખેડૂત વર્ષોથી રાસાયણિક ખાતરનું ઉપયોગ કરી રહ્યો છે...તો તેને પોતાના ખેતરને જૈવિકમાં ફેરફાર કરવા માટે 3-5 વર્ષનો સમય લાગશે. પરંતુ તમે કહ્યું કે ઝાયડેક્સ એક એવી પદ્ધતિ છે..જેનો ઉપયોગ કર્યા પછી ફકત એક મહિનામાં ખેતરની જમીન જૈવિક થઈ જશે. તો શું તેના માટે ઝાયડેક્સનું જેઓ ઉત્પાદ છે ફક્ત તેનો જ ઉપયોગ કરવામાં આવશે કે પછી ખેડૂતોને તેના માટે બીજુ પણ કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે.

અજય રાંકા:  તેમાં કોઈ મોટો વિજ્ઞાન નથી. અમે જોયુ છે કે જૈવિક ખેતીનું અર્થ જંતુઓના કારણે થતી ખેતી છે. અમે જે ન્યુટ્રિએંટ્સ પાકને આજ સુધી આપતા હતા..એટલે કે કેમિકલ ફર્ટિલાઇજર, યુરિયા ડીએપી,એજ હવે આમારે જંતુની મદદથી ખેતરને આપવાનું છે, એટલે કે બાયોન્યુટ્રિએંટ્સ... જંતુઓને શું જોઈએ છે, ભોજન, પાણી અને સ્વાસ...જે દિવસે આ ત્રણે જ તમે સારી રીતે આપી દીધુ..તો એમની સંખ્યામાં વધારો થવા માંડશે અને એમની કામ કરવાની ક્ષમતા પણ વધશે. ઝાયડેક્સની તકનીક આવી રીતે બનાવવામાં આવી છે કે માટીને એક મહિનાના અંદર આપણે ક્ષીણ અને નરમ કેવી રીતે બનાવી શકીએ? જ્યારે જમીન નરમ  અને ક્ષીણ બને છે, ત્યારે તેની હવાની અભેદ્યતા સારી થાય છે.તેની પાણી સંગ્રહ શક્તિ સારી બને છે. અને સૌથી મોટી વાત એ છે કે છોડના મૂળનો વિસ્તાર વધવા લાગે છે.તેના સફેદ નરમ મૂળ જમીનમાં સારી રીતે ફેલાય છે. તેથી જ્યારે મૂળનો વિસ્તાર ગાઢ અને મોટો હોય ત્યારે તેની પોષણ અને પાણી લેવાની શક્તિ વધે છે. તો આ પદ્ધતિમાં કંઈ નવું નથી. નવો ફક્ત આટલું જ છે કે કઠણ અને દબાયેલી, નરમ અને બરડ માટીને આપણે કેવી રીતે બનાવી શકીએ? બીજી વાત એ છે કે ખેડૂત છોડના વિકાસ માટે ઘણીવાર ડરતો હોય છે, તેને હરિયાળી ગમે છે. તો આ માટે Zydax એ હવામાંથી પાણી કેવી રીતે લેવું તેની ટેક્નોલોજી પણ શોધી કાઢી છે.

પ્રશ્ન: જો એક મહિનાના અંદર કોઈ ખેડૂત પોતાના ખેતરને જૈવિક ખેતરમાં ફેરવી નાખે છે, તો તેથી તેઓની આવક પર કેટલો અસર થાય છે?

અજય રાંકા: અલબત્ત આનાથી ખેડૂતોની આવકમાં ફરક પડશે. જુઓ શું થાય છે કે જેમ જેમ તમારા ખેતરોની ફળદ્રુપતા વધે છે, તેમ તેમ બીજની અંકુરણ ક્ષમતા પણ વધે છે. જો  100 બીજ વાવવામાં આવે છે તો એક મહિના પછી લગભગ 70 છોડ મળશે. પરંતુ જો સારી માટી હોય તો આ સંખ્યા 95 થી વધુ પણ થઈ શકે છે. જો કે આપણે પોતે જ અનુભવ કર્યો છે. જો ખેડૂતો Zydax ની ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ખેતી કરે છે, તો 100 બીજ વાવ્યા પછી, તેઓ એક મહિના પછી પણ 95 થી વધુ છોડ જીવંત મેળવે છે. તો તફાવત સમજો... કે જ્યાં 70 છોડ હતા ત્યાં 95 છોડ થયા... એટલે કે તમારો ઉત્પાદન 30-35 ટકા વધ્યું. તો તમે સમજી શકો છો કે તમારો ફાયદો થયુ કે નુકશાન.

પ્રશ્ન:  કંપની પર્યાવરણીય સંરક્ષણ અને ટકાઉપણું માટે કેવી રીતે કામ કરે છે?

અજય રાંકા: મેં હંમેશા વિચાર્યું છે કે 1960 માં ભારતમાં પાણીનું સ્તર 15-20 ફૂટની આસપાસ હતું, આજે તે સ્તર 200 ફૂટ, 300 ફૂટ અથવા કેટલીક જગ્યાએ 800 ફૂટ સુધી પહોંચી ગયું છે.  તેથી પાણીની સપાટી ભરેલી રહેવી જોઈએ. આજે આપણા પીવાના પાણીમાં નાઈટ્રેટ અને એમોનિયમનું પ્રમાણ ઘણું વધી ગયું છે.અને આ બધી વસ્તુઓ કેન્સરના કોષોને વધારે છે, જે એક મોટી ગડબડ છે.આ સિવાય આપણે દવાઓનો વધુ પડતો ઉપયોગ કરીએ છીએ. તેથી તેના કારણે, દવાઓના અવશેષો જે આપણી જમીનમાં જાય છે તે આપણા પાણી અને આરોગ્યને બગાડે છે. આવી સ્થિતિમાં જો આપણે ઓર્ગેનિક ખેતી તરફ વળીએ, તો મને લાગે છે કે  આ એક નફાકારક પરિવર્તન છે, મને લાગે છે કે આ દેશ અને ખેડૂતો બંનેને મદદ કરશે.

પ્રશ્ન: ખેડૂતો કેવી રીતે માની શકે કે સજીવ ખેતી તેમના માટે નફાકારક સોદો સાબિત થઈ શકે છે? અને ખેડૂતોને આ ખાતરી આપવામાં કેટલો સમય લાગશે?

અજય રાંકા: આ ઈન્ટરવ્યુ દ્વારા હું ભારતની તમામ સારી કંપનીઓને કહેવા માંગુ છું કે દરેક કંપનીએ સીએસઆર હેઠળ એક ગામ દત્તક લેવું જોઈએ. અને જો નવી ટેકનોલોજી વિકસાવવામાં આવી રહી છે... ખેડૂતોને ત્રણ વર્ષ માટે દરેક ગામમાં 5-5 પ્લોટમાં આ વિશે જણાવું જોઈઓ. જો ખેડૂતોએ પોતાના ગામમાં તેમના પાકમાં આ નફાકારક ફેરફારો જોશે, તો મને લાગે છે કે ખેડૂતો ખૂબ જ ઝડપથી તેને અપનાવશે અને શીખશે.જો કે સરકાર પણ આમાં ઘણી મદદ કરી શકે છે, પરંતુ મને લાગે છે કે આમારી પાસે પૂરતી ખાનગી ઊર્જા છે જેથી આ સરકારી મદદ વિના થઈ શકે છે. અને બીજું, મારા જેવા ઘણા લોકો છે જેઓ કહે છે કે આમારી પાસે પણ આવી તકનીકો છે જે આ ફેરફારો લાવી શકે છે, તેથી તેમને એક તક આપવું જોઈએ.પરંતુ જ્યાં સુધી આપણે ખેડૂતોને તેઓના ગામડાઓમાં તેને સફળતાપૂર્વક અમલમાં મૂકીને સારી પદ્ધતિઓ અને સારા ઉત્પાદનો નહીં બતાવીએ ત્યાં સુધી આ પરિવર્તન નહીં આવે. જો કે તે કહેવું મુશ્કેલ છે કે તેમાં કેટલો સમય લાગશે, પરંતુ જો આપણે આગામી 10 વર્ષમાં આ કરી શકીશું, તો મને લાગે છે કે આપણે એક મહાન સીમાચિહ્ન પ્રાપ્ત કરી શકીશું.

ઝાયડેક્સ ચેયરમેન અજય રાંકા એન્ડ કૃષિ જાગરણના સંસ્થાપક અને એડિટર ઈન ચીફ એમ.સી ડોમિનિક
ઝાયડેક્સ ચેયરમેન અજય રાંકા એન્ડ કૃષિ જાગરણના સંસ્થાપક અને એડિટર ઈન ચીફ એમ.સી ડોમિનિક

પ્રશ્ન: કૃષિ જાગરણની પહેલ જૈવિક જાગરણ...ને લઈને આપણું શું વિજન છે અને તેના વિશેમાં તમે શું વિચારો છો?

અજય રાંકા:  આજે ભારતનો જૈવિક જાગરણ... આમારા માટે એક મોટિવ બની ગયું છે અને હુ્ં તેને લઈને પ્રતિબધ છું. મને ખબર છે કે પરિવર્તન થોડું સમય લઈને આવે છે અને તેના માટે આથાક પ્રયાસ કરવાની જરૂર હોય છે. તેથી કરીને હું ફક્ત આટલુ જ કહીશું કે સમાજ માટે જેઓ સારો છે, તેઓ પર્યાવરણ માટે પણ સારો છે, આમારી આવનારી પેઢી માટે પણ સારો છે. જો આ પરિવર્તન થઈ શકાય છે તો કેમ નહીં અમે ભેગામળીને તેના વિશેમાં ખેડૂત ભાઈઓને જણાવીએ અને એક્સપેરિમેંટ કરીને સમગ્ર ભારતમાં જૈવિક કા જાગરણ કરીએ, આમારા દેશને સ્વતંત્રતા ત્યારે જ મળી હતી ને જ્યારે આમારા દેશમાં સ્વતંત્ર થવાનું જાગરણ થયું હતું અને દરેક વ્યક્તિ ભારતને સ્વતંત્ર કરાવવા માટે ચાલી પડ્યો હતો. આવી જ રીતે જૈવિક જાગરણમાં પણ દરેક ખેડૂતને જોડાવવું જોઈએ.

Share your comments

Subscribe Magazine

More on News

More