મોંઘવારી સામે ઝુઝમી રહેલા લોકોને ફરી એક વખત આંચકો લાગ્યો છે.દૂધના ભાવમાં ફરી એક વાર વધારો કરવાંમાં આવ્યું છે. વિતેલા મહિનાની જેમ આ મહિનામાં પણ દૂધના ભાવમાં રૂ,2 રૂપિયાનું વધારો કરી દેવામાં આવ્યું છે. દૂધના ભાવમાં વધારો અમૂલ કે પછી મઘર ડેયરી નથી પરંતું કર્ણાટક મિલ્ક ફેડરેશન દ્વારા કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે મે મહિનામાં અમૂલ દ્વારા દૂધના અને બીજા પ્રોડ્ક્ટના ભાવમાં વઘારો કરાયો હતો. અમૂલના જ રસ્તે કેએમએફ પણ દૂધ. દહી, ઘી, માખણ, આઈસ્ક્રીમ, ચોકલેટ્સ અને મીઠાઈઓના ભાવમાં વધારો કર્યો ઠે, જો કે તેઓ નંદિની બ્રાન્ડ હેઠળ વેચે છે.
દૂધના ભાવમાં વધારાની જાહેરાત
સરકારી સંસ્થા કર્ણાટક મિલ્ક ફેડરેશને દૂધના ભાવમાં વધારાની જાહેરાત કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જે બાદ 42 રૂપિયા પ્રતિ લિટરે મળતું દૂધ 44 રૂપિયાના ભાવે મળશે. ફેડરેશને કહ્યું છે કે આ કિંમતમાં વધારો નથી, પરંતુ વધારાનું 50 મિલી દૂધ આપવામાં આવી રહ્યું છે અને આ તેની કિંમત છે. દૂધના દરેક પેકેટમાં હવે 50 મિલી વધુ દૂધ હશે, જેથી ગ્રાહકોને વધુ સારી કિંમતે વધુ દૂધ મળી શકે. ઉદાહરણ તરીકે, અડધા લિટરના પેકેટમાં હવે 500 mlને બદલે 550 ml દૂધ હશે, જેના કારણે લોકોને 2 રૂપિયાના વધારા સાથે વધુ દૂધ મળશે.
કયા પેકેટ પર કેટલો ભાવ વધ્યો?
- બ્લુ પેકેટ મિલ્ક (ટોન મિલ્ક): 42 રૂપિયાથી વધીને 44 રૂપિયા.
- બ્લુ પેકેટ મિલ્ક (હોમોજીનાઇઝ્ડ ટોન મિલ્ક): રૂ. 43 થી વધીને રૂ.
- ઓરેન્જ પેકેટ દૂધ (સમાન ગાયનું દૂધ): 46 રૂપિયાથી વધીને 48 રૂપિયા.
- ઓરેન્જ સ્પેશિયલ મિલ્કઃ 48 રૂપિયાથી વધીને 50 રૂપિયા.
- શુભમ દૂધઃ રૂ. 48 થી વધીને રૂ.
- સમૃદ્ધિ દૂધઃ રૂ. 51 થી વધીને રૂ.
- શુભમ (હોમોજીનાઇઝ્ડ ટોન મિલ્ક): રૂ. 49 થી વધીને રૂ.
- શુભમ ગોલ્ડ મિલ્કઃ રૂ. 49 થી વધીને રૂ.
- શુભમ ડબલ ટોન્ડ દૂધઃ રૂ. 41 થી વધીને રૂ.
- KMF દક્ષિણ ભારતનું સૌથી મોટું ડેરી યુનિયન છે.
કોણા હાથે છે કેએમએફની માલિકી
કર્ણાટક મિલ્ક ફેડરેશન (KMF) એ દક્ષિણ ભારતનું સૌથી મોટું સહકારી ડેરી ફેડરેશન છે, જેની માલિકી અને સંચાલન કર્ણાટક સરકારના સહકાર મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. KMF પાસે કર્ણાટકમાં 13 જિલ્લા સહકારી દૂધ સંઘો હેઠળ ગ્રામીણ સ્તરે કાર્યરત 12 હજારથી વધુ ડેરી સહકારી મંડળીઓ છે, જેની સાથે 22.5 લાખથી વધુ દૂધ ઉત્પાદકો સંકળાયેલા છે. KMF દૂધ, દહીં, ઘી, માખણ, આઈસ્ક્રીમ, ચોકલેટ અને મીઠાઈઓનું બ્રાન્ડ નેમ નંદિની હેઠળ વેચાણ કરે છે. એક રિપોર્ટ અનુસાર 98.17 લાખ લિટર દૂધની ખરીદી સાથે આ બોર્ડ ટૂંક સમયમાં એક કરોડ લિટરનો આંકડો પાર કરી શકે છે.
Share your comments