Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

Inflation: મોંધવારી હૈ કિ માનતી નહીં...લોકોના ખિસ્સા પર મોંઘવારીનું ફરી પ્રહાર, ટમેટા 100ના પાર

દેશના મોટા ભાગના બજારોમાં શાકભાજી, ઈંડા અને મરઘાના માંસના છૂટક ભાવ મોંઘા થઈ રહ્યા છે. જેના કારણે સામાન્ય રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે. બજારોમાં ટામેટાની છૂટક કિંમત 100 રૂપિયાના આંકડાને સ્પર્શી ગઈ છે. જ્યારે, લગભગ દરેક બજારમાં કિંમત 70-80 રૂપિયા છે.

Amansinh Jadeja
Amansinh Jadeja

દેશના મોટા ભાગના બજારોમાં શાકભાજી, ઈંડા અને મરઘાના માંસના છૂટક ભાવ મોંઘા થઈ રહ્યા છે. જેના કારણે સામાન્ય રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે. બજારોમાં ટામેટાની છૂટક કિંમત 100 રૂપિયાના આંકડાને સ્પર્શી ગઈ છે. જ્યારે, લગભગ દરેક બજારમાં કિંમત 70-80 રૂપિયા છે. રીંગણ, ડુંગળી, બટાટા અને અન્ય લીલા શાકભાજીના ભાવમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. જ્યાં ટામેટા 80 થી 100 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યુ છે. તો પોશ વિસ્તારોમાં એજ કિંમત 100 રૂપિયાને વટાવી ગઈ છે. જો ટામેટા એક મહિના પહેલા ફ્કત 30 થી 40 રૂપિયામાં વેચાઈ રહ્યું હતુ આજે તેનો ભાવ ખિસ્સા પર કાતર ચલાવી રહ્યા છે.  

જો આપણે રીંગણનો છૂટક ભાવની વાત કરીએ તો તેઓ 110 થી 140 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો છે. જો કે જૂનના શરૂઆતી દિવસોની સરખામણીએ લગભગ 150 ટકા વધુ છે. આ ઉપરાંત કારેલા, લીલા મરચાં અને બાટલીઓ જેવી બીજી ધણી શાકભાજીન ભાવમાં પણ સરેરાશ 50 ટકાથી વધુનું વધારો જોવા મળ્યો છે.

વરસાદની કારણે ભાવમાં મોટો ઉછાળો

રિપોર્ટ અનુસાર કોલકાતાના બજારોમાં ઈંડા અને મરઘાના માંસની કિંમતોમાં 20 થી 30 ટકાનો વધારો થયો છે. પીટીઆઈના અહેવાલ મુજબ અન્ય રાજ્યોમાંથી ટામેટાં પશ્ચિમ બંગાળમાં આવી રહ્યા છે. ગરમી અને ભારે વરસાદને કારણે બેંગલુરુ અને હિમાચલ પ્રદેશમાંથી ટામેટાંનો પુરવઠો ઘટી ગયો છે. સપ્લાયમાં વિક્ષેપને કારણે કોલકાતા તેમજ દિલ્હીના બજારોમાં ભાવમાં વધારો નોંધાયો છે. અન્ય રાજ્યોમાંથી શાકભાજી અને અન્ય ખાદ્યપદાર્થો દિલ્લી પહોંચે છે. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ અને પૂરના કારણે પુરવઠાને અસર થઈ છે. જેના કારણે ભાવમાં વધારો થયો હોવાની ચર્ચા છે.

સરકારી સ્ટોર પર શાકભાજી 20 ટકા સુધી સસ્તું

રાજ્ય સરકારના છૂટક વિતરણ નેટવર્ક સુફલ ચાવામાં આવે સ્ટોર પર ટમેટાની 80 થી 100 રૂપિયા જગ્યા 65 રૂપિયાં મળી રહ્યું છે. જ્યારે કારેલા 72 રૂપિયા પ્રતિ કિલો અને રીંગણ 102 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે, જે બજાર કિંમત કરતા 10-20 ટકા સસ્તું છે. તેથી કરીને જ્યાર સુધી બજારમાં ટામેટાના ભાવમાં સ્થિરતા નહીં આવે તૈયાર સુધી પોતાના હાથે પોતાના ખિસ્સા પર કાતર ચલાવવાની જગ્યાએ લોકોએ સરકારી સુફલમાંથી શાકભાજીની ખરીદી કરવી જોઈએ. તેઓ તેમના ધરના બજેટ માટે સારો રહેશે.

Share your comments

Subscribe Magazine

More on News

More