ભારતની અજમાની નિકાસ એપ્રિલ-ડિસેમ્બર 2013માં 1.5 મિલિયન ડોલરથી એપ્રિલ-ડિસેમ્બર 2021માં લગભગ 158 ટકા વધીને 3.7 મિલિયન ડોલર થઈ છે.
જમાની ભારતીય નિકાસના મુખ્યત્વે યુએસ (23.3 ટકા), સાઉદી અરેબિયા (20.1 ટકા), કેનેડા (11.2 ટકા), નેપાળ (11 ટકા) અને યુકે (9.1 ટકા) થઈ છે.
આમ ભારતમાંથી અજમાની નિકાસમાં સતત વધારો થતો જોવા મળ્યો છે. અત્રે નોંધનીય છે કે ભારતની કોમોડિટીઝની નિકાસ જાન્યુઆરી 2021માં 27.54 અબજ ડોલરની તુલનામાં જાન્યુઆરી 2022માં 23.69 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી અને તે 34.06 અબજ ડોલર સુધી પહોંચી હતી. જાન્યુઆરી 2020માં 25.85 અબજ ડોલરની સરખામણીમાં તેમા 31.75 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી.
ભારતની કોમોડિટી નિકાસ 2020-21 (એપ્રિલ-જાન્યુઆરી)માં 228.9 અબજ ડોલરની તુલનામાં 2021-22 (એપ્રિલ-જાન્યુઆરી)માં 46.53 ટકા વધીને 335.44 અબજ ડોલર થઈ છે. તે 2019-20 (એપ્રિલ-જાન્યુઆરી)માં 264.13 અબજ ડોલરની સરખામણીમાં 27.0 ટકાથી વધુ વૃદ્ધિ પામી છે.
સરકાર નિકાસને પ્રોત્સાહન આપવા માટે ઘણા સક્રિય પગલાં લઈ રહી છે. ખાસ કરીને કોરોના મહામારી દરમિયાન નિકાસને લઈ કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ સરકાર દ્વારા તબક્કાવાર સંખ્યાબંધ પગલાં ભરવામાં આવ્યા હતા.
Share your comments