Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

"ભારત કા જૈવિક જાગરણ" કાર્યક્રમની કૃષિ જાગરણ કરી શરૂઆત, ઝાયડેક્સ ગ્રુપ સાથે કર્યો એમએઓયું સાઇન

વડા પ્રધાન નરેંદ્ર ભાઈ મોદી વર્ષ 2047 સુધી ખેડૂતોની આવક બમણી કરવા માંગે છે. તેના માટે તેમની સરકાર દ્વારા કેટલાક કાર્યક્રમ તેમજ યોજનાઓ ચલાવામાં આવી રહી છે. પરંતુ તેના સાથે જ નરેંદ્ર ભાઈ મોદીએ એજ પણ ઇચ્છે છે કે ભારતના દરેક ખેડૂત ઓર્ગેનિક ખેતી તરફ વળે અને દેશને કેન્સર મુક્ત કરવામાં પોતાની એક મોટી ભૂમિકા ભજવે.

Amansinh Jadeja
Amansinh Jadeja
કૃષિ જાગરણ અને ઝાયડેક્સ વચ્ચે એમઓયું થયું સાઇન
કૃષિ જાગરણ અને ઝાયડેક્સ વચ્ચે એમઓયું થયું સાઇન

વડા પ્રધાન નરેંદ્ર ભાઈ મોદી વર્ષ 2047 સુધી ખેડૂતોની આવક બમણી કરવા માંગે છે. તેના માટે તેમની સરકાર દ્વારા કેટલાક કાર્યક્રમ તેમજ યોજનાઓ ચલાવામાં આવી રહી છે. પરંતુ તેના સાથે જ નરેંદ્ર ભાઈ મોદીએ એજ પણ ઇચ્છે છે કે ભારતના દરેક ખેડૂત ઓર્ગેનિક ખેતી તરફ વળે અને દેશને કેન્સર મુક્ત કરવામાં પોતાની એક મોટી ભૂમિકા ભજવે. તેના માટે કેંદ્ર સરકાર દ્વારા દરેક રાજ્યમાં તાલીમ કાર્યક્રમ ચલાવાવમાં આવી રહ્યા છે. એજ નહીં ગુજરાત જો કે દેશમાં સૌથી પહેલા ઓર્ગેનિક ખેતી શરૂઆત કરનાર રાજ્ય તરીકે જાણીતો છે, ત્યાં ખેડૂતો પાસેથી ઓર્ગેનિક ખેતીની ટ્રેનિગ લેવા માટે બીજા રાજ્યના ખેડૂતો પણ પહોંચી રહ્યા છે. એજ સંદર્ભમાં કૃષિ જાગરણ પણ દેશના દરેક ખેડૂત ઓર્ગેનિક ખેતી તરફ વળે તેને લઈને એક પહેલની શરૂઆત કરી છે, જેમાં ઝાયડેક્સ ગ્રુપ પણ કૃષિ જાગરણ સાથે ખભાથી ખભા મેળવીને આગળ વધશે.

ઝાયડેક્સ સાથે થયું એમઓયું

આજના સમયમાં દેશની નાનીમાં નાની ખેતી લાયક જમીનને ફળદ્રુપ રાખવા માટે ઓર્ગેનિક ખેતીની ખૂબ જ જરૂરિયાત છે. કેમ કે રાસાયણિક ખેતીના કારણે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે અને તેઓ ઉજ્જડ થવાના આરે છે. દેશની ખેતી લાયક જમીન ઉજ્જડ નહીં થાય તેના માટે કૃષિ જાગરણ પણ આગળ આવ્યો છે. દેશને ઓર્ગેનિક ખેતીનું હબ બનાવવા માટે કૃષિ જાગરણ ઝાયડેક્સ ગ્રુપ સાથે એમઓયું પણ સાઇન કર્યો છે. સોમવારે 27 જાન્યુઆરીના રોજ કૃષિ જાગરણના સંસ્થાપક અને એડિટર ઇન ચીફ એમ. સી. ડોમિનિક અને ઝાયડેક્સ ગ્રુપના ચેયરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ડૉ. અજય રાંકા વચ્ચે એમઓયું સાઇન થયું છે. આ એમઓયુનું હેતું ભારતના દરેક ખૂણામાં ઓર્ગેનિક ખેતીનું દીવડો પ્રગટવાનું છે. તેથી કરીને આ એમઓયું દરમિયાન ભારત કા જૈવિક જાગરણ નામથી એક કાર્યક્રમની પણ શરૂઆત કરવામાં આવી છે.

ભારત કા જૈવિક જાગરણ
ભારત કા જૈવિક જાગરણ

ભારત કા જૈવિક જાગરણ

કૃષિ જાગરણના સંસ્થાપક અને ડાયરેક્ટર એમ. સી. ડોમિનિક અને ઝાયડેક્સ ગ્રુપના ચેયરમેન ડૉ અજય રાંકા “ભારત કા જૈવિક જાગરણ” નામથી કાર્યક્રમની પણ શરૂઆત કરી છે. આ કાર્યક્રમ હેઠળ દેશના દરેક ગામ અને ખેડૂત સુધી વડા પ્રધાન નરેંદ્ર ભાઈ મોદીના ઓર્ગેનિક ખેતીના જુસ્સાને પહોંચાડવામાં આવશે અને દરેક ખેડૂતને રાસાયણિક ખેતી છોડીને જૈવિક ખેતી કરવા માટે પ્રેરિત કરવામાં આવશે. તેના સાથે જ આ કાર્યક્રમ હેઠળ જે પણ સંગઠન તેમ જ વ્યક્તિ ભારતમાં જૈવિક ખેતી થાય અને બધાને પૌષ્ટિકથી ભરાયેલું ઓર્ગેનિક ભોજન મળે તેઓ ઇચ્છે છે, તેને પણ આમા સામેલ કરવામાં આવશે. જેમ કે ગુજરાતના ગૌ ભક્ત ભરત ભાઈ પરસાણા

શું છે ઝાયડેક્સ ગ્રુપ

ઝાયકેક્સ ગ્રુપે ભારતમાં પર્યાવરણને અનુકુળ બનાવવા અને ઓર્ગેનિક ખેતીને ભવિષ્યની દિશા બનાવવા માટે સતત કાર્ય કરી રહ્યો છે. ઝાયડેક્સ ખેડૂતોને સસ્તા ભાવમાં છાણીયું ખાતરથી બનાવામાં આવેલ ખાતર ઉપબલ્ધ કરાવે છે. તેઓના ખાતર થકી પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના ખેડૂતોને મોટા ભાગે ફાયદો થયો છે. જૈવિક ખેતીને લઈને કામ કરી રહેલા ઝાયડેક્સના ચેયરમેન ડૉ અજય રાંકા કહે છે કે દેશને જૈવિક થવું પડશે. તેઓ કહ્યું કે જ્યારે ભારત 2047 માં વિકાશીલ દેશથી વિકસિત દેશ થઈ જશે અમારે ત્યાર સુધીમાં સમગ્ર ભારતને ઓર્ગેનિક ભોજનનું કેંદ્ર બનાવવાનું છે, જેની શરૂઆત અમારે અત્યારથી જ કરવી પડશે. જણાવી દઈએ કે હાલમાં તેઓ ગુજરાતમાં પણ બાયોફાર્મિંગના ક્ષેત્ર માટે ડિઝાઇન કરેલ બેયલર્સ અને માસ્ટર્સ અભ્યાસકર્યો શરૂ કરવાની શરૂઆત કરી હતી.

Share your comments

Subscribe Magazine

More on News

More