દેશમાં અત્યાર સુધીમાં 431 લાખ મેટ્રીક ટન ઘઉંની ખરીદી થઈ છે, ઘઉંની વર્તમાન રવી માર્કેટીંગ સીઝન 2021-22 દરમિયાન તેની ખરીદી કરનારા રાજ્યોમાં ખરીદીની આ પ્રક્રિયા ચાલી રહી છે. ગયા અઠવાડિયા દેશમાં 431.12 લાખ મેટ્રીક ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે (જે અત્યાર સુધીની ખરીદીમાં સૌથી ઉચ્ચસ્તર સ્તર છે. કારણ કે તેને RMS 2020-21ના ગયા ઉચ્ચ સ્તર 389.92 લાખ મેટ્રીક ટન ઘઉંની ખરીદીના આંકડાને પાર કરી લીધો છે). જ્યારે ગત વર્ષની સમાન અવધિમાં 382.88 લાખ મેટ્રીક ટન ઘઉંની ખરીદી કરવામાં આવી હતી.
બીજી બાજુ વર્તમાન ખરીફ સિઝન 2020-21માં ધાનની ખરીદી તેના વેચાણ હેઠળના રાજ્યોમાં યોગ્ય રીતે ચાલી રહી છે. ગયા અઠવાડિયા સુધીમાં ધાનની 839.41 લાખ મેટ્રીક ટનથી વધારે રહી છે (તેમાં ખરીફ પાકન 707.67 લાખ મેટ્રીક ટન અને રવી પાકની 131.74 લાખ મેટ્રીક ટન ધાનનો સમાવેશ થાય છે), જ્યારે ગયા વર્ષની સમાન અવધિમાં તે 748.60 લાખ મેટ્રીક ટન ધાન ખરીદી કરવામાં આવી હતી.
દેશમાં વર્તમાન ખરીફ માર્કેટીંગ સીઝનમાં આશરે 124 લાખ ખેડૂતને અગાઉથી જ MSP મૂલ્ય પર 1,58,479.77 કરોડ રૂપિયાની ચુકવણી કરી ખરીદી કાર્યથી લાભાન્વિત કરવામાં આવ્યા છે. ધાનની ખરીદી પણ સૌથી ઉચા સ્તર પર પહોંચી ગઈ છે. વર્તમાન ખરીફ માર્કેટીંગ સત્ર 2019-20ના અગાઉના ઉચ્ચ સ્તર 773.45 લાખ મેટ્રીક ટનના આંકડાને પાર કરી લીધી છે.
આ ઉપરાંત પ્રદેશમાંથી મળી રહેલી દરખાસ્ત અંગે તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાણા, ગુજરાત, હરિયાણા, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, રાજસ્થાન અને આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાંથી ખરીફ માર્કેટીંગ સત્ર 2020-21 અને રવી માર્કેટીંગ સત્ર 2021 તથા ગ્રીષ્મ સત્ર 2021 માટે લઘુત્તમ ટેકાના ભાવ હેઠળ 107.83 લાખ મેટ્રીક ટન કઠોળ, તેલીબિયાની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે, જે હેઠળ ખરીફ 2020-21 અને રવી 2021 નોડલ એજન્સીઓના માધ્યમથી 8,60,368.59 મેટ્રીક ટન મગ, અળદ, તુવેર, ચણા, મસૂર, મગફળીના પાક, સુરજમુખીના બીજ, સરસવના બીજ તથા સોયાબીનની ખરીદી MSP મૂલ્ય પર કરવામાં આવી છે. આ ખરીદીથી તમિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, હરિયાણા તથા રાજસ્થાનના 5,14,283 ખેડૂતોને 4,486.29 કરોડની આવક થઈ છે.
Share your comments