દેશમાં પહેલી વરસાદ વરસાદની ખાધ નવ ટકાએ પહોંચી છે. ભારતીય હવામાન ખાતાનાં આંકડાઓ પ્રમાણે પહેલી જૂનથી 16મી ઓગસ્ટ સુધીમાં સામાન્ય રીતે વરસાદની 595.7 મિલીમીટર વરસાદ પડ્તો છે, જેની તુલનાએ 545 એમએમ વરસાદ પડ્યો છે, જે નવ ટકાની ખાધ બતાવે છે.
કૃષિ જાગરણ ગુજરાતી- વરસાદની રાહ જોતા ખેડૂતો માટે એક સારો અને માઠો બન્ને સમાચાર છે. જ્યાં એક બાજુ દેશમાં સારી એવી વરસાદ થઈ રહી છે, તો બીજી બાજુ દેશના કેટલાક ભાગોમાં વરસાદનના કારણે કટોકટીની સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે અને વરસાદી ખાધ દિવસને દિવસ વધી રહી છે, જેના કારણે એગ્રી કોમોડિટી વાયદા બાજારમાં આજે તેજીનો માહોલ જોવા મળયો. હતો. આગામી દિવસોમાં જો હજી વરસાદ નહીં આવે તો પરિસ્થિતિ વધુ વીકટ બનવાની સંભાવનાં છે.
દેશમાં પહેલી વરસાદ વરસાદની ખાધ નવ ટકાએ પહોંચી છે. ભારતીય હવામાન ખાતાનાં આંકડાઓ પ્રમાણે પહેલી જૂનથી 16મી ઓગસ્ટ સુધીમાં સામાન્ય રીતે વરસાદની 595.7 મિલીમીટર વરસાદ પડ્તો છે, જેની તુલનાએ 545 એમએમ વરસાદ પડ્યો છે, જે નવ ટકાની ખાધ બતાવે છે. દેશમાં કુલ 36 ઝોનમાંથી માત્ર પાંચ જ ઝોનમાં સારો કહી શકાય તેવો વરસાદ છે, બાકી પરિસ્થિતિ ખરાબ છે.
ગુજરાતમાં વરસાદની પરિસ્થિતિ
ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનમાં સામાન્ય ની તુલનાએ 50 ટકા ઓછો વરસાદ પડ્યો છે. 16 ઓગસ્ટ સુધીમાં 376.1 મિલીમીટર વરસાદની તુલનાએ 188.1 મિલીમીટર વરસાદ પડ્યો છે. જ્યારે ગુજરાતમાં 652 એમએમની જગ્યાએ 345.9 મિલીમીટર વરસાદ પડ્યો છે. આમ 47 ટકાની ખાધ છે. સમગ્ર દેશમાં સૌથી ખરાબ સ્થિતિ ગુજરાતની છે. ગુજરાતમાં જો હજી એક સપ્તાહ વરસાદ ન આવે તો ખેતી પાકો માટે આ વર્ષ નિષ્ફળ જાય તેવી સંભાવનાં છે. એનાલિસ્ટો 18મી ઓગસ્ટ બાદ વરસાદની આગાહી કરી રહ્યાં છે, પંરતુ એ આવે પછી જ ખબર પડે કે કેટલો વરસાદ પડે છે. હાલ અનેક પાકમાં રોગ-જીવાત આવી ગયા છે અને ઉતારા પણ ઘટવાની
સંભાવનાઓ વધી ગઈ છે
વેપારીઓ કહે છેકે ખરીફ પાકોમાં જે મે-જૂન અંત સુધીમાં વાવેતર થયા છે તેનાં માટે હવે સંકટ સમય શરૂ થઈ ગયો છે. જો એક સપ્તાહમાં વરસાદ ન આવે તો ઉતારામાં મોટો ઘટાડો થશે. તમામ પાકોનું વાવેતર તો ઘટ્યું છે, પંરતુ જો વરસાદ ન આવે તો ઉતારા પણ ઘટી શકે છે.હાલ વૈશ્વિક બજારમાં તેજીનો માહોલ છે ત્યારે વર્ષ ખરાબ જાય તો વધારે તેજી થઇ શકે છે.
Share your comments