કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને આદિજાતિ બાબતોના મંત્રી અર્જુન મુંડાએ ખેડૂતો પ્રત્યે તેમનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે આ વર્ષે ખેડૂતોએ મોટી માત્રામાં ઉચ્ચ ગુણવત્તાની સરસવનું ઉત્પાદન કર્યું છે. આને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે સંબંધિત સંસ્થાઓને નવી એમએસપીના દરે સરસવની ખરીદી કરવા માટે માર્ગદર્શિકા આપી છે, જેથી ખેડૂતોને ઉત્પાદન વેચવામાં મુશ્કેલી ન પડે અને તેઓ આર્થિક રીતે સશક્ત થઈ શકે.
કેંદ્ર સરકાર ખેડૂતો પ્રત્યે પ્રતિબધ છે
આ દરમિયાન કેંદ્રીય કૃષિ મંત્રીએ અર્જુન મુંડાએ કહ્યું કે કેન્દ્ર સરકાર ખેડૂતોના પ્રત્યે પ્રતિબધ છે. આપણે ખેડૂતોનું આભાર માનીએ છીએ કેમ કે ખેડૂતોએ સરસવ અને બીજા શિયાળું પાકોનું વાવેતર ઘણી સારી રીતે કર્યો છે અને આથી ઉચ્ચ ગુણવત્તાનું ઉત્પાદન મેળવ્યું છે. તેમણે જણાવ્યું કે કેંદ્ર સરકારે એમએસપીના દરે સરવની ખરીદી કરવા માટે માર્ગેદર્શિકા આપી છે
ખેડૂતોને નથી થવી જોઈએ કોઈ પણ સમસ્યા
કેન્દ્રીય કૃષિ મંત્રીએ અર્જુન મુંડાએ જણાવ્યુ કે, કેન્દ્ર સરકાર દ્વારા દરેક સંસ્થા અને રાજ્ય સરકારને નિર્દેશ આપવામાં આવ્યું છે કે તે રવિ પાક સરસવની ખરીદી કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત એમએસપીના મુજબ કરે અને ખેડૂતોને પોતાના પાક વેચવામાં કોઈ તકલીફ ન પડે તેનું પણ ઘ્યાન રાખે. આપણે કહ્યું છે કે રાજ્ય સરકારોને પીએસએસ હેઠળ સરસવની ખરીદી કરવા માટે તૈયાર રહવું જોઈએ.
ગુજરાતને આપવામા આવી હતી 28.24 એમએલટી સરસવની મંજૂરી
કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ મીડિયાને જણાવ્યું, વર્ષ 2023 માં ગુજરાત,અસમ, હરિયાણા, પંજાબ, રાજ્સ્થાન અને ઉત્તર પ્રદેશમાં 28.24 ટકા સરસવની એમએલટીની મંજૂરી આપવામાં આવી હતી. આવી જ રીતે 2024 માટે પણ સરસવના ઉત્પાદન કરવા વાળા રાજ્યોની સૂચી તૈયાર કરવામાં આવી છે. જો કોઈ પણ રાજ્યમાં સરસવના એમએમસી ઓછું છે તો તેને પીએસએસ મુજબ સરસવની ખરીદી કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યું છે.
સરવસના ઉત્પાદનમાં થવી વૃદ્ધીથી કેન્દ્ર સરકાર ખુશ
કેન્દ્રીય કૃષિ મંત્રીએ અર્જુન મુંડાએ કહ્યું કે અમને આ વાતની ઘણી ખુશી છે કે સરસવના ઉત્પાદનમાં વૃદ્ધી કરવા માટે ખેડૂતોએ દળડાથી કામ કરી રહ્યા છે. અમને બઉ ખુશી છે કે ખેડૂતોના માઘ્યમથી દેશ આગળ વધી રહ્યો છે. તેમણે જણાવ્યું કે સરસવની ખેતીમાં વૃદ્ધીના કારણે સરસવના તેલના કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે નાણા પ્રધાને સંસદમાં જણાવ્યું હતું તેને સરકાર તેના માટે નવી નીતિ ઘડી રહ્યા છે.
સરસવની એમએસપી 5,650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ
કેન્દ્રી કૃષિ મંત્રીએ જણાવ્યું કે, આ સમય સરવસની એમએસમી કેન્દ્ર સરકારે 5,650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરી છે. આપણે એજ એમએમસી મુજબ સરસવની ખરીદી ખેડૂતોથી કરીશું. મને આશા છે કે આપણે દરેક ખેડૂતના હિતને ધ્યાનમાં રાખીને આગળનું આપણું કામ આવી જ રીતે ચાલું રાખીશું.
Share your comments