અલ નીના અને બંગાળના ઉપસાગરમાં ડીપ પ્રેશરના કારણે શિયાળામાં વિલંબ થઈ રહ્યું છે. ગુજરાત સહિત સમગ્ર ઉત્તર ભારતમાં દિવાળીના સાથે જ શિયાળાની શરૂઆત થઈ જાય છે. પરંતુ આ વખતે શિયાળા રાજ્યનું બારણો ખખડાવ્યું નથી. જેને જોતા ગુજરાત સરકાર ખેડૂતો માટે એડવાઇઝરી જાહેર કરી છે. ગુજરાતની ભૂપેંદ્રભાઈ પટેલની સરકારે નવેમ્બરમાં પણ ગરમ હવામાનને જોતા રવિ પાકનું વાવેતર કરી રહેલા ખેડૂતોને સાવચેત રહેવાની સલાહ આપી છે.
ગુજરાત સરકારની એડવાઇઝરી
મુખ્યપ્રધાન ભૂપેંદ્ર ભાઈ પટેલ દ્વારા ગરમ તાપમાનને ધ્યાનમાં રાખીને ખેડૂતો માટે એડવાઇઝરી જાહેર કરતા જણાવ્યું છે કે ખેડૂતોએ રવિ પાકોનું વાવેતર કરતા સમય વિશેષ ધ્યાન આપવાનું સૂચન કર્યો છે. સરકારે ચણા, રાઈ, લસણ, જીરું, ઘઉં, ધાણા, ડુંગળી અને મેથી જેવા રવિ પાકની કાળજી રાખવાની ખેડૂતોને સલાહ આપી છે, નિષ્ણાતોથી વાત કર્યા પછી ગુજરાત સરકારે ખેડૂતોને ઉપર આપેલ પાકો માટે ગરમ તાપમાન અનુકુળ ન હોવાથી અત્યાર માટે વાવેતર ટાળવાની વિનંતી કરી છે.
હળવું પિચત આપવાની સલાહ
શિયાળાના વિલંબના કારણે રવિ પાકો માટે તાપમાન અનુકુલ નથી થતા રવિ પાકોનું વાવેતર ટાળવું હિતાવહ છે. જો ખેડૂતોએ રવિ પાકોનું વાવેતર કરી લીઘું છે તેમના પાકને વાવેતર અવસ્થામાં ઉગાવ પર વધારે તાપમાનની અસર ના થાય તેના માટે સાંજના સમય હળવું પિચત (જો શક્ય હોય ફવારાથી) આપવાની પણ સલાહ આપી છે. એડવાઇઞરીમાં વધુ માહિતી માટે ભારત સરકારની મેઘદૂત એપ્લિકેશનની મુલાકાત લેવાની પણ સલાહ આપવામાં આવી છે, આથી ખેડૂતોને હવામાન અને તાપમાન વિશે સમય સમય પર માહિતી મળશે.
Share your comments