ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેંદ્ર ભાઈ પટેલના બીજા કાર્યકાલને આજે 2 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. તેમને છેલ્લા 2 વર્ષમાં ગુજરાત અને ગુજરાતના ખેડૂતો માટે શું કર્યો છે તેની માહિતી બધાને છે. તેથી અમે તેના વિશેમાં આજે વાત નથી કરીશું. કેમ કે કૃષિ જાગરણ ક્યારે પણ રાજકારણ કે પછી બીજા કોઈ સમાચારને લોકો સુધી પહોંચાડવાનું કામ કરતો નથી. અમે ફક્ત ખેડૂતોની સમસ્યાનું ઉકેળ શોધવામાં અને તેઓની આવકમાં કેવી રીતે વધારા કરી શકાય એવા મુદ્દા પોતાના લેખ થકી ઉપાડીએ છીએ. તેના સાથે જ સરકાર ખેડૂતો માટે શું કરી રહી છે કે પછી શું કરવા વાળી છે તેની માહિતીના સાથે જ વૈજ્ઞાનિકોની કૃષિ ક્ષેત્ર માટે કરવામાં આવેલ શોધ ખેડૂતો સુધી પહોંચાડવાનું અમારૂ કામ છે જો કે અમે કરી રહ્યા છે. પરંતુ આજે અમારે રાજકારણની વાત કરવી પડશે કેમ કે તેઓ ખેડૂતોથી જોડાયેલું છે અને તે પણ ગુજરાતના ખેડૂતો સાથે.
વાત જાણો એમ છે કે હાલ ગુજરાતના કેટલીક એપીએમસીમાં ચૂંટણીનું ઢંકો વાગી રહ્યો છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણે વચ્ચે ચૂંટણીની જંગ જામી છે.ત્યારે એશિયાની સૌથી મોટી એપીએમસી તરીકે ઓળખાતી મહેસાણાની ઊંઝા એપીએમસીમાં ભાજપના ત્રણ જુથ સામ સામે આવી ગયા છે. વાસ્તવમાં ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલના જૂથ એક બીજાના સામે ઉમેદવાર ઉભા કરી દીધું છે. જેથી ઊંઝા એપીએમસીની ચૂંટણી સમગ્ર રાજ્યમાં ચર્ચાનું વિશે બની ગઈ છે સાથે જ ધારાસભ્ય કિરીટ પટેલ માટે પ્રતિષ્ઠાનું પ્રશ્ન પણ બની ગઈ છે.
ઊંઝા APMCની યોજાશે ચૂંટણી
ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 20 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જ્યારે વેપારી વિભાગની 14 બેઠકો માટે 16 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. ચૂંટણી મામલે ચુંટણી મામલે ઊંઝા ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે, ખેડૂત મંડળીના તમામ 20 ઉમેદવાર ભાજપના જ છે. પક્ષ જે પ્રમાણે નિર્ણય લેશે તે પ્રમાણે આગળ વધીશું. પક્ષ જેને મેન્ડેટ આપશે તેને જીતાડવા અમે પ્રયત્ન કરીશું. આજ રાત સુધી ઉમેદવારોને મેન્ડેટ મળે તેવી સંભાવના છે. વધુ માહિતી માટે જણાવી દઈએ કે ઊંઝા APMCના પૂર્વ ચેરમેન દિનેશ પટેલે ખરીદ વેચાણ મંડળીમાં ફોર્મ ભર્યું હતું. બે ફોર્મ જ ભરાયા હતા અને સામેના ઉમેદવારે ફોર્મ પરત ખેંચાતા દીનેશ પટેલ બિનહરીફ જાહેર થયાં છે.
Share your comments