કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ સહિત અગ્રણી પંકજભાઈ દેસાઈ, જ્હાન્વી વ્યાસ, વિપુલ પટેલે સરદાર સાહેબના ઘરમાં નમસ્કાર કરી દીપ પ્રગટાવ્યો
આઝાદીના અમૃત મહોત્સવ એટલે કે ૭૫ વર્ષની ઉજવણી સમગ્ર ભારતમાં થઈ રહી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાનથી ભારતમાં ખૂણે ખૂણે અમૃત મહોત્સવ અંતર્ગત જનજાગૃતિ લાવવા તેમજ પ્રત્યેક વ્યક્તિમાં રાષ્ટ્ર પ્રત્યેનો ભાવ જાગે અને તેથી જ ઉત્સાહ અને ઉમંગથી તા. 13 થી 15 દરમિયાન ભારત વર્ષમાં તિરંગો પ્રત્યેક નાગરિકના ઘેર ઘેર લહરાશે. તે અંગે જાગૃતિ લાવવા ખેડા જિલ્લાના નડિયાદ ખાતે સરદાર પટેલ સ્ટેચ્યુ સ્ટેશન રોડ પાસે કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ, પંકજ દેસાઈ, જ્હાન્વી વ્યાસ, વિપુલ પટેલની અધ્યક્ષતામાં સમગ્ર નડિયાદ શહેરમાં આવેલી શૈક્ષણિક ,બિન શૈક્ષણિક ,સામાજિક સંસ્થાઓ, સંગઠનો , પ્રબુદ્ધ નાગરિકો દ્વારા તિરંગા પદયાત્રા રેલીનું આયોજન કરાયું હતું. આ પદયાત્રા રેલીને કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે તિરંગો ફરકાવી પ્રસ્થાન કરાયું હતું.
રેલી સરદાર સ્ટેચ્યુથી નીકળી સ્ટેશન રોડ, સંતરામ રોડ, દેસાઈ વગો થઈ સરદાર પટેલના જન્મ સ્થળ પાસે પૂર્ણ થઈ હતી. જ્યાં ઉપસ્થિત મહાનુભાવોએ સરદાર સાહેબના જન્મ સ્થળે જઈ વંદન કર્યા હતા. આ રેલીમાં જોડાયેલા શૈક્ષણિક સ્ટાફ તથા વિદ્યાર્થીઓ, પ્રબુદ્ધ નાગરિકોએ તિરંગાની સાથે અનેકવિધ પોસ્ટરો પણ સાથે રાખ્યા હતા, જેમાં જળ એ જ જીવન, બેટી બચાવો બેટી પઢાવો, પ્રાકૃતિક ખેતી અપનાવો, સફાઈ ઝુંબેશ, જેવા પોસ્ટરો સાથે તમામ કોલેજો, તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓ, શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
ભારત માતાકી જય, વંદે માતરમ.... જેવા નારા લગાવતા... નડિયાદ સ્ટેશન રોડ ઉપર આવેલા સરદાર પટેલના સ્ટેચ્યુને પુષ્પહાર પહેરાવી દેવુસિંહે તિરંગો લહેરાવીને તિરંગા પદયાત્રા રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પદયાત્રા રેલીની સાથે દેવુસિંહ ચૌહાણ, પંકજભાઈ દેસાઈ, સહિત મોટી સંખ્યામાં શિક્ષકો વિદ્યાર્થીઓ નાગરિકો નડિયાદની આમ પ્રજા જોડાયા હતા. પદયાત્રા રેલી સ્ટેશનથી સંતરામ રોડ થઈ દેસાઈ વગા વિસ્તારમાં આવેલ સરદાર પટેલના જન્મ સ્થળે પહોંચી હતી. જ્યાં મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુ પર ફુલહાર ચડાવી મહાનુભાવોએ સરદાર સાહેબના ઘરની પણ મુલાકાત લીધી હતી. સમગ્ર રેલી દરમિયાન અને સરદાર સાહેબના ઘર પાસે તમામના ચહેરા પર અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
Share your comments