Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

આવનારા બે વર્ષમાં સમગ્ર ગુજરાતમાં થશે પ્રાકૃતિક ખેતી, ઉદ્યોગકારોને આગળ આવવાની વિનંતી

આગામી સમયમાં સારા અને સ્વાસ્થ્યપ્રદ ખોરાક માટે પ્રાકૃતિક ખેતી, ખર્ચ ઘટવા સાથે ઉત્પાદકતા વધે તે માટે ગૌ આધારિત ખેતી કરવા માટે સૌ કટિબદ્ધ થઈએ તે આજના સમયની નિતાંત આવશ્યકતા છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
આવનારા બે વર્ષમાં સમગ્ર ગુજરાતમાં થશે પ્રાકૃતિક ખેતી
આવનારા બે વર્ષમાં સમગ્ર ગુજરાતમાં થશે પ્રાકૃતિક ખેતી

ગુજરાત સરકારની રસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી કરવાની પહેલ સફળ થવાના આરે પહોંચી ગઈ છે. રાજ્યમાં 9 લાખ કરતા ખેડૂતોઓ રસાયણિક ખેતી છોડીને ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે. આ વચ્ચે ગુજરાત સરકારે આવનારા બે વર્ષમાં ગુજરાતની ખેતીને રસાયણિક મુક્ત કરવાની હાકલ કરી છે.  આ રાસાયણિક અને જૈવિક ખેતીને બદલે પ્રાકૃતિક ખેતીથી થતા લાભ વિશે વિશુદ્ધ સમજ આપતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, આગામી સમયમાં સારા અને સ્વાસ્થ્યપ્રદ ખોરાક માટે પ્રાકૃતિક ખેતી, ખર્ચ ઘટવા સાથે ઉત્પાદકતા વધે તે માટે ગૌ આધારિત ખેતી કરવા માટે સૌ કટિબદ્ધ થઈએ તે આજના સમયની નિતાંત આવશ્યકતા છે. સુરતના સરસાણા ખાતે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો સાથે પ્રાકૃતિક જીવન શ્રેષ્ટ જીવન વિશે પર સંવાદમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ચ દેવવ્રતે ઓર્ગેનિક ખેતી અંગે માહિતી આપી હતી.

પ્રાકૃતિક ખેતી માટે ગુજરાતના ઉદ્યોગકારોને આગળ આવું પડે

ત્યાં તેમણે ઉદ્યોગો અને પ્રાકૃતિક જીવનનું  સંતુલન સાધવા અને આર્થિક પ્રગતિ સાથે પ્રાકૃતિક જીવન જીવવા ઉદ્યોગકારો સંકલ્પબદ્ધ બને તેવું પણ તેમણે જણાવ્યું. ચેમ્બર ઑફ મિશન કૉમર્સના મિશન 74 અંતર્ગત ઉદ્યોગ સાથે પ્રાકૃતિક કૃપિ, પ્રાકૃતિક જીવનને પણ લોકભોગ્ય બનાવવા ચેમ્બર ગંભીરતાથી પ્રયાસો કરશે તેવું ચેમ્બર પ્રમુખ રમેશ વધાસિયા જણાવ્યું. સુરતના સરસાણા ખાતે થી સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા પ્રાકૃતિક જીવન. શ્રેષ્ઠ જીવન થીમ પર આયોજિત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો સાથે સંવાદ કરતાં જણાવ્યું કે, દેશના નાગરિકોનું સુપોષણ અને સુસ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવા પ્રવર્તનામ કૃષિ પદ્ધતિઓ સુધારવાના દાયિત્વ સાથે ઉદ્યોગકારો આગળ આવે તે સમયની માંગ છે.

2-3 વર્ષમાં સમગ્ર ગુજરાતમાં થશે પ્રાકૃતિક ખેતી

તેમણે આ અભિયાનમાં ઉદ્યોગકારોને જોડાઈ જવા આહ્વાન કરતાં કહ્યું કે, ઉદ્યોગ અને ઉદ્યોગપતિઓ દેશના અર્થતંત્રની કરોડજ્જુ છે, ત્યારે ઉદ્યોગો અને પ્રાકૃતિક જુવનનું સંતુલન સાધવા અને આર્થિક પ્રગતિ સાથે પ્રાકૃતિક જીવન જીવવા સંક્લપબદ્ધ થવા ભારપૂર્વક જણાવ્યું હતું. રાસાયણિક અને જૈવિક ખેતીને બદલે પ્રાકૃતિક કૃષિથી થતા લાભાલાભ વિશે વિશુદ્ધ સમજ આપતાં રાજ્યપાલે કહ્યું કે, આગામી સમયમાં સારા અને સ્વાસ્થ્યપ્રદ ખોરાક માટે પ્રાકૃતિક કૃષિ આધારિત ખેતી, ખર્ચ ઘટવા સાથે ઉત્પાદકતા વધે તે માટે ગૌ આધારિત ખેતી કરવા માટે સૌ કટિબદ્ધ થઈએ તે આજના સમયની નિતાંત આવશ્યકતા છે. ગુજરાતના ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે આવેલી જાગૃતિવની વિગતો આપતાં રાજ્યપાલે કહ્યું કે, ગુજરાતના 9 લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. અને વર્ષ 2026-27 સુધીમાં સમગ્ર ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી થશે એવું ગુજરાત સરકારનો લક્ષ્ય છે.

હું પોતે જ કરૂં છું પ્રાકૃતિક ખેતી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જણાવ્યું કે હું પોતે જ હરિયાણા કુરૂક્ષેત્રમાં આવેલ મારા ફાર્મ ઉપર પ્રાકૃતિક ખેતી કરૂં છું. તેમણે જણાવ્યું કે એક વખત મારા ખેતરમા રાસાયણિક દવાવું છંટકાવ કરી રહેલા વ્યક્તિએ બેભાન થઈ ગયો. તે દિવસથી તેમણે નક્કી કર્યો કે તે રાસાયણિક ખાતરની ઝેરી અસરની ગંભીરતા સમજીને રાસાયાણિક ખેતીને તિલાંજલિ આપીને પ્રાકૃતિક ખેતી પદ્ધિતિ અપનાવશે. રાજ્યપાલે જણાવ્યું કે છેલ્લા 9 વર્ષથી તેમના ફાર્મ ઉપર પ્રાકૃતિક ખેતી થઈ રહી છે અને તેથી તેમને અઢળક ઉત્પાદન પણ મળી રહ્યો છે.

પર્યાવરણ અને સૂક્ષ્મ જીવાણુઓની થાય છે રક્ષા

રાજ્યપાલ અચાર્ય દેવવ્રતે પ્રાકૃતિ ખેતી પર ભાર મુકતા કહ્યું કે તેથી ફક્ત આપણે સ્વસ્થ નથી રહેતા પરંતુ તેના થકી આપણે પર્યાવરણ અને સૂક્ષ્મ જીવાણુઓની પણ રક્ષા કરીએ છીએ. આથી હવા શુદ્ધ રહે છે અને જમીનની ફળદ્રુપતા વધે છે.ગાયમાતા અને ધરતીમાતાનુ સંરક્ષણ થાય છે. તેમણે પોતાના વકતવ્યમાં ઉમેરતા જણાવ્યું કે આવનારા બે વર્ષમાં ગુજરાતને યૂરિયા, ડી.એ.પી, રસાયણમુક્ત ખેતી કરતું રાજ્ય બનાવવું છે. એમ તેમણે સ્પષ્ટપણે જણાવી પ્રાકૃતિક ખેતી સાથે પ્રાકૃતિક જીવન જીવવાની સૌને હાંકલ કરી હતી.

Share your comments

Subscribe Magazine

More on News

More