Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

રાજ્યમાં ઘટશે ઠંડી, હવામાન વિભાગે શું કરી આગાહી ?

ગુજરાતમાં શનિવારથી સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 3 ડિગ્રી સુધી વધતાં ઠંડીમાં ઘટાડો અનુભવાશે. આ પછી લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની કોઇ સંભાવના નથી. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોલ્ડવેવને કારણે લોકો ઠંડીથી ઠૂંઠવાયા હતા.

Himanee Chauhan
Himanee Chauhan
Cold Will Decrease In The State
Cold Will Decrease In The State

ઠંડીનો પ્રકોપ થશે ઓછો

ગુજરાતમાં ઠંડી અને કોલ્ડ વેવને કારણે લોકોને ભારે ધ્રુજારીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ હવે હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે કે શનિવારથી તાપમાનમાં વધારો થઈ શકે છે. મહત્તવનું છે કે, કોલ્ડવેવની અસરથી ગુરુવારે અમદાવાદ સહિત રાજ્યના 8 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં 5.2 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ અને 30.5 ડિગ્રી સાથે વલસાડ સૌથી ગરમ શહેર બન્યું હતું. ગુજરાતમાં શનિવારથી સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 3 ડિગ્રી સુધી વધતાં ઠંડીમાં ઘટાડો અનુભવાશે. આ પછી લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની કોઇ સંભાવના નથી. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોલ્ડવેવને કારણે લોકો ઠંડીથી ઠૂંઠવાયા હતા.

ઠંડીનો પ્રકોપ થશે ઓછો

રાજ્મયાં ઠંડી અને કોલ્ડ વેવને કારણે લોકોને ભારે ધ્રુજારીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ હવે હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે કે શનિવારથી તાપમાનમાં વધારો થઈ શકે છે. મહત્તવનું છે કે, કોલ્ડવેવની અસરથી ગુરુવારે અમદાવાદ સહિત રાજ્યના 8 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં 5.2 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ અને 30.5 ડિગ્રી સાથે વલસાડ સૌથી ગરમ શહેર બન્યું હતું.

ઠંડીથી મળશે છૂટકારો

હવામાન વિભાગના આંકડાઓ અનુસાર, ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 3.7 ડિગ્રીથી ગગડીને 25.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 2.9 ડિગ્રી ઘટીને 10.0 ડિગ્રી નોંધાયું હતું. તેમજ ઠંડા પવનોની અસરથી શહેરમાં લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. આગામી 24 કલાક સુધી અમદાવાદમાં ઠંડીનું જોર યથાવત રહેશે, ત્યારબાદ કોલ્ડવેવનું જોર ઘટતાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે. કોલ્ડવેવની અસરોથી ગુરુવારે અમદાવાદ સહિત રાજ્યના 8 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો હતો.

કોલ્ડ વેવને કારણે કયુ શહેર રહ્યું સૌથી ઠંડુ

ઉત્તર-પૂર્વીય દિશાના પવનને પગલે ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું યથાવત્ રહ્યું હતુ.નલિયામાં 5.2 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. જ્યારે પાંચ શહેરમાં લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. ગુરૂવાર રાત્રિએ 5.2 ડિગ્રી સાથે નલિયામાં સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા નલિયામાં શુક્રવારે યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાતમાં વધશે ઠંડી ?

ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કાતિલ ઠંડીની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. ઠંડા પવનોની અસરને કારણે મહેસાણા અને પાટણ સહિતના વિસ્તારોમાં તીવ્ર ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. બનાસકાંઠાના ડિસામાં તાપમાનનો પારો 7.2 ડિગ્રીએ પહોંચતા લોકો ઠંડીથી ધૃજી ઉઠ્યાં હતાં. રાજસ્થાનના માઉન્ટ આબુમાં તાપમાન એક જ દિવસમાં નવ ડિગ્રી ગગડતા માઈનસ ચાર ડિગ્રી અને ગુરૂશિખરમાં માયનસ સાત ડિગ્રી નોધાતાં બરફની પાતળી ચાદર છવાઇ હતી અને માઉન્ટ આબુમાં એકાએક ઠંડી વધી જતાં જનજીવનને પણ અસર થઇ હતી.રા આગામી ચાર દિવસ પણ કાતિલ ઠંડીનું જોર યથાવત્ રહેશે.

આ પણ વાંચો : ફેબ્રુઆરી મહિનામાં ઉગાવી શકાય તેવા 5 પાક, મળશે ખૂબ લાભ

આ પણ વાંચો : રાજ્યમાં કેરી આવશે એક મહિનો મોડી

Share your comments

Subscribe Magazine

More on News

More