ગુજરાતમાં 31 જિલ્લા પંચાય, 231 તાલુકા પંચાયત અને 81 જેટલી નગરપાલિકાઓની ચૂંટણીઓમાં કેસરિયો લહેરાયો છે. કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થઈ ગયો છે. વિધાનસભા પેટાચૂંટણી બાદની સ્થાનિક ચૂંટણીમાં પણ ભાજપની વિજયીકૂંચ યથાવત રહી છે. શહેરી ઉપરાંત ગ્રામીણ મતદાતાઓએ પણ આ વખતે ભાજપ તરફી જંગી મતદાન કર્યું હતું. ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીમાં ભાજપના વિજયને લીધે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને મતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને ગુજરાતમાં વિકાસલક્ષી નીતિઓને જનસમુદાયનું ભરપૂર સમર્થન હોવાની વાત કહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપને અગાઉની તુલનામાં ખૂબ જ સારો દેખાવ નોંધાવ્યો છે.
આ વખતે ભાજપને તાલુકાપંચાયતમાં 3236, જીલ્લાપંચાયતમાં 771, નગરપાલિકાઓમાં 2027 જેટલી બેઠકો પર સફળતા મળી છે. આ વખતની ચૂંટણીઓમાં ખાસ વાત એ રહી છે કે ખેડૂતોના કૃષિ બિલને લઈ રાજ્યના ખેડૂતોમાં કોઈ જ અસંતોષ નહીં હોવાનો સ્પષ્ટ સંકેત મળ્યા છે.
પાલિકા અને પંચાયતોની ચૂંટણીમાં ભાજપને મળેલી ઐતિહાસિક જીત બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે જણાવ્યું હતું કે કોંગ્રેસ હવે ડૂબતી નાવ બની ગઈ છે, તે સત્તાની વાત તો દૂર હવે વિપક્ષ બનવાને લાયક પણ રહી નથી. પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પણ જણાવ્યું હતું કે લોકોએ કોંગ્રેસના ઉમેદવારોને શોધી-શોધીને હરાવ્યા છે અને હું ગુજરાતની પ્રજાનો આભારી છું.
પંચાયત, પાલિકાના પરિણામો
ગુજરાતની 31 જીલ્લા પંચાયત પૈકી તમામ 31માં ભાજપની જીત થઈ છે. નગર પાલિકાની 81 બેઠક પૈકી ભાજપને 75માં જીત મળી છે, કોંગ્રેસ તથા અન્યોને અનુક્રમે 3-3માં જીત મળી છે. તાલુકા પંચાયતની 231 પૈકી આશરે 196માં ભાજપનો જંગી વિજય થયો છે.
Share your comments