આખા ગુજરાતમાં (Gujarat) વિતેલા છેલ્લા 15 દિવસથી ધોઘમાર વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટા પાચે નુકાસાન થયુ છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર અને ભાવનગર(Bhavnagar) આ વરસાદથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. જૂનાગઢ અને રાજકોટમા ખેડૂતોના પ્રાણીઓ પાણીમાં તણાઈ ગયા છે અને કપાસ અને બીજા પાકો પણ તણાઈ ગયા છે.
આખા ગુજરાતમાં (Gujarat) વિતેલા છેલ્લા 15 દિવસથી ધોઘમાર વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટા પાચે નુકાસાન થયુ છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર અને ભાવનગર(Bhavnagar) આ વરસાદથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. જૂનાગઢ અને રાજકોટમા ખેડૂતોના પ્રાણીઓ પાણીમાં તણાઈ ગયા છે અને કપાસ અને બીજા પાકો પણ તણાઈ ગયા છે. ભાવનગરની વાત કરવામાં આવે તો ત્યાં ભાલ પંથકના ગામડાઓમાં પ્રાકૃતિ આપદા જેવો દ્રૃશ્યા જોવા મળી રહ્યા છે.
કુદરતનો કહર
ગુજરાતમાં જે કુદરતનો કહર જોવા મળ્યુ છે તેથી મોટા પાચે ભાવનગરમાં વિનાશ થયેલ છે. સપાટ જમીનને ભાલ પંથક ગણવામાં આવે છે, ભાવનગરથી શરુ થઈને અમદાવાદ જીલ્લા સુધી ભાલ પંથક પથરાયેલો છે ભાવનગરની વાત કરીએ તો ત્યાંના ભાલ પંથકથી કાળુભા, ઘેલો, વેગડ, ઉતાવળી સહિતની નદીઓના પાણી આ વિસ્તારથી થતુ સાગરમાં ભળે છે. ધોધમાર વરસાદના કારણે નદિઓના જલસ્તર વધી ગયો અને ખેડૂતોના પાકને ખરાબ કરી દીધુ.
પરંતુ હવે સરકાર દ્વારા આ સપાટ મેદાનમાં આવેલી જમીનો મીઠાના અગરો માટે ફાળવી દેવામાં આવી છે. જેના કારણે પાણીના નિકાલ માટેના કુદરતી વહેણ બંધ થઇ જતા પાણી આજુબાજુના ગામડાઓના ખેતરોમાં ફરી વળે છે. આમ છતાં ભાવનગરના ભાલ પંથકમાં આવેલા માઢીયા,દેવળિયા,સવાઈનગર, સનેસ, ખેતાખાટલી, કાળાતળાવ, સહિતના ગામડાઓ માં નદીઓના પુરના પાણી જે દરિયામાં વહી જવા જોઈએ તેના બદલે ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા છે.
આટલું જ નહી પરંતુ ભાલમાં આવેલા પાળીયાદ, દેવળિયા, રાજપરા, ભાણગઢ સહિતના ગામડાઓમાં જવા માટેનો રસ્તો નજીવા વરસાદ અવતાજ બંધ થઈ જાય છે, કારણ કે આ ગામડાઓમાં જવા માટેના રસ્તામાં ઘેલો નદી આવે છે, જેમાં ઉપરવાસમાં ભારે વરસાદ પડે ત્યારે આ રસ્તો ત્રણ ચાર દિવસ માટે બંધ થઇ જાય છે.
જો કે તંત્રના અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી અને સંતોષ માની લીધો હોય તેમ લાગે છે. આ વિસ્તારમાં કલેકટર સહિતના અધિકારીઓ પહોચ્યા હતા મુલાકાત પણ લીધી, પરંતુ ટીવી નાઈન સાથેની વાતમાં કલેકટરે જણાવ્યું હતું કે હાલ પરિસ્થિતિ કોઈ ખરાબ નથી, જો કે મીઠાના અગરો દ્વારા બનાવવામાં આવેલા પાળાઓ અંગે GPC તપાસ કરશે તેમ જણાવ્યું હતું.
Share your comments