Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

Important Update: PM કિસાન સન્માન નિધિનો 18મો હપ્તો આવતીકાલે ખેડૂતોના ખાતામાં થશે ટ્રાંસફર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 ઓક્ટોબર એટલે કે આવતી કાલે દેશના ખેડૂતોને ભેટ આપશે. મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 18મા હપ્તા દેશના ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે.

Amansinh Jadeja
Amansinh Jadeja

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 ઓક્ટોબર એટલે કે આવતી કાલે દેશના ખેડૂતોને ભેટ આપશે. મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 18મા હપ્તા દેશના ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે. વાશિમ જિલ્લાના વહીવટીતંત્રે જણાવ્યું હતું કે આ દેશભરના 9.4 કરોડથી વધુ ખેડૂતોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા રૂ. 20,000 કરોડની સહાય પૂરી પાડવામાં આવશે.

વેબ કાસ્ટ થકી ખેડૂતો જોડાશે

આને લગતી એક સત્તાવાર અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે દેશભરના લગભગ 2.5 કરોડ ખેડૂતો વેબ કાસ્ટ દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લેશે. જેમાં 732 કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (KVK), એક લાખથી વધુ પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ અને પાંચ લાખ સામાન્ય સેવા કેન્દ્રોનો સમાવેશ થાય છે. PM-કિસાનના 18મા હપ્તાની રજૂઆત સાથે, યોજના હેઠળ કુલ વિતરણ રૂ. 3.45 લાખ કરોડને વટાવી જશે, એમ એક અધિકારીના નિવેદનમાં જણાવામાં મળ્યું છે. પ્રાપ્ત વિગત મુજબ આનાથી 11 કરોડથી પણ વધુ ખેડૂતોને લાભ મળશે, જો કે ગ્રામીણ વિકાસ અને કૃષિ સમૃદ્ધિ માટે સરકારની પ્રતિબદ્ધતાને ફરીથી સ્થાપિત કરશે.

9200 FPO રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના વાશિમમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન 9,200 FPO રાષ્ટ્રને સમર્પિત કરશે. આ સાથે, PM 'પશુઓ અને સ્વદેશી લિંગ સોર્ટેડ વીર્ય ટેકનોલોજી માટે એકીકૃત જીનોમિક ચિપ' અને 'ગ્રામ પંચાયતને સામાજિક વિકાસ અનુદાનનું ઇ-વિતરણ' તેમજ MSKVY 2.0 હેઠળ પાંચ સોલાર પાર્ક પણ લોન્ચ કરશે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, લાભાર્થી ખેડૂતને એક વર્ષમાં છ હજાર રૂપિયા આપવામાં આવશે, જો કે સીધા તેમના ખાતામાં ટ્રાંસફર કરવામાં આવશે.

કૃષિ ઈન્ફ્રાસ્ટ્રકચરને વેગ આપવા માટે મહત્વપૂર્ણ પગલા

કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવા માટેના એક મહત્વપૂર્ણ પગલા તરીકે, આ કાર્યક્રમ નવી સરકારના પ્રથમ 100 દિવસમાં એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (AIF) હેઠળ પૂર્ણ થયેલા વિવિધ પ્રોજેક્ટને પણ લોન્ચ કરવામાં આવશે. જણાવી દઈએ, 2020 માં શરૂ કરાયેલ એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડએ એક મધ્યમથી લાંબા ગાળાની દેવું ધિરાણ સુવિધા છે જેનો હેતુ લણણી પછીના મેનેજમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સામુદાયિક કૃષિ અસ્કયામતોનું વિસ્તરણ કરવાનો છે. આ યોજના પાત્ર ઉધાર લેનારાઓને 3 ટકા વ્યાજ સબવેન્શન અને લોન ગેરંટી સુવિધા સાથે રૂ. 1 લાખ કરોડની લોન પૂરી પાડે છે.

10 હજારથી વધુ કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મંજૂરી

છેલ્લા 100 દિવસમાં, દેશભરમાં 10,066 થી વધુ કૃષિ-ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે જેના માટે રૂ. 6,541 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે (આમાં રૂ. 97.67 કરોડની મંજૂર રકમ સાથે FPOના 101 પ્રોજેક્ટનો સમાવેશ થાય છે). વધુમાં, રૂ. 1,929 કરોડની કુલ મંજૂરી સાથે 7,516 પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યા છે, જેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. તેમાં રૂ. 13.82 કરોડના 35 એફપીઓ પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરી રહ્યા છે, સ્ટોરેજ, પ્રોસેસિંગ અને લોજિસ્ટિક્સ સુવિધાઓમાં સુધારો કરી રહ્યા છે અને FPO ને ઓપરેશનલ સુવિધાઓને વિસ્તૃત કરવા સક્ષમ બનાવી રહ્યા છે, જેનાથી ખેડૂતો અને સમગ્ર કૃષિ ક્ષેત્રને નોંધપાત્ર રીતે ફાયદો થઈ રહ્યો છે.

Share your comments

Subscribe Magazine

More on News

More