Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

31 માર્ચ પહેલાં કરી લો આ કામ નહિતર થઈ શકે છે નુકસાન

માર્ચ મહિનો નાણાંકીય વર્ષ 2021-22નો છેલ્લો મહિનો છે, આવી સ્થિતિમાં નવા નાણાંકીય વર્ષ 2022-23માં ઘણા ફેરફારો થવાના છે. તો આ મહિનાની 31મી માર્ચ પહેલા અનેક મહત્વના કામો છે, જે તમારે પુરા કરી દેવા જોઈએ. જો તમે આ કામ વહેલીતકે પુરા નહિ કરો, તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. આ કાર્યોમાં બેંકિંગ અને રોકાણ સંબંધિત ઘણા કાર્યોનો સમાવેશ થાય છે.

Himanee Chauhan
Himanee Chauhan
Tasks To Do Before 31st March
Tasks To Do Before 31st March

માર્ચ મહિનો નાણાંકીય વર્ષ 2021-22નો છેલ્લો મહિનો છે, આવી સ્થિતિમાં નવા નાણાંકીય વર્ષ 2022-23માં ઘણા ફેરફારો થવાના છે. તો આ મહિનાની 31 માર્ચ પહેલા અનેક મહત્વના કામો છે, જે તમારે પુરા કરી દેવા જોઈએ. જો તમે આ કામ વહેલીતકે પુરા નહિ કરો, તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. આ કાર્યોમાં બેંકિંગ અને રોકાણ સંબંધિત ઘણા કાર્યોનો સમાવેશ થાય છે.

1. આધાર-PAN કરો લિંક

પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે, જો તમે 31 માર્ચ સુધીમાં તમારા PANને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરો તો તે નિષ્ક્રિય થઈ જશે. અને જો કોઈ વ્યકિત પાસે સક્રિય PAN નંબર નથી તો બેંક તમારી આવક પર 20%ના દર પર TDS કાપશે.

2. ઈન્કમટેક્સમાં મુક્તિ મેળવવા માટે આ કરો

જો તમે આવકવેરા મુક્તિનો લાભ લેવા માટે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમારે 31મી માર્ચ સુધીમાં રોકાણ કરી દેવુ પડશે, આવકવેરા કાયદાની વિવિધ કલમો જેમ કે, 80C અને 80D હેઠળ કરવામાં આવેલા રોકાણને કર મુક્તિનો લાભ મળે છે. ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સમાં છૂટ મળી શકે છે.

3. લેટ અને રિવાઇઝ્ડ રિટર્ન ફાઇલ કરો

2019-20 માટે મોડું અથવા સુધારેલું ઈન્કમ ટેક્સ રિટર્ન ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ પણ 31 માર્ચ છે. નાણાકીય વર્ષ માટે રિટર્ન ફાઈલ કરવાની મૂળ સમયમર્યાદા પૂરી થયા પછી વિલંબિત રિટર્ન ફાઈલ કરવામાં આવે છે. જે માટે કરદાતાએ 10,000 રૂપિયાનો દંડ ભરવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે મૂળ રિટર્ન ફાઈલ કરતી વખતે કોઈ ભૂલ થાય તો રિવાઈઝ્ડ રિટર્ન ફાઈલ કરવામાં આવે છે. લેટ રિટર્ન 31મી માર્ચ 2021 પહેલા 10 હજાર રૂપિયાની લેટ ફાઈલિંગ ફી સાથે સબમિટ કરવાનું રહેશે.

4. બેંક ખાતાનું KYC

ડીમેટ અને બેંક ખાતા ધારકોએ 31 માર્ચ 2022 પહેલા KYC અપડેટ કરવાનું રહેશે. KYC હેઠળ, બેંક ગ્રાહકોને તેમના પાનકાર્ડ, સરનામું, જેમ કે આધારકાર્ડ, પાસપોર્ટ વગેરે અપડેટ કરવાના રહેશે. આ સાથે જ તાજેતરના ફોટોગ્રાફ્સ અને અન્ય માહિતી પણ માંગવામાં આવી છે. નિયમ અનુસાર, જો તમારુમ KYC અપડેટ ન થાય તો તમારું બેંક ખાતું બંધ થઈ શકે છે. જો તમારા ડીમેટ ખાતામાં KYC નથી તો ડીમેટ એકાઉન્ટ નિષ્ક્રિય થઈ જશે. જેના કારણે તમે શેરબજારમાં વેપાર નહીં કરી શકો. અને જો કોઈ વ્યક્તિ કંપનીના શેર ખરીદે છે, તો પણ આ શેર ખાતામાં ટ્રાન્સફર કરી શકાશે નહીં. પૂર્ણ વેરિફિકેશન પછી જ આ પ્રક્રિયા થઈ શકશે.

5. ફોર્મ 12B કરો સબમિટ

જો તમે તમે 1 એપ્રિલ, 2021 પછી નોકરી બદલી છે, તો ફોર્મ 12B દ્વારા નવી કંપનીને અગાઉની નોકરીમાં કાપવામાં આવેલા TDSની માહિતી આપો. જો 31 માર્ચ સુધીમાં ફોર્મ 12B સબમિટ કરવામાં ન આવે, તો કંપની વધુ TDS કાપી શકે છે, જેનાથી તમારું નુકસાન થશે, અને તેનાથી તમારી પરેશાનીઓ વધી શકે છે.

6. સ્ટોક્સ અને ઈક્વિટી ફંડમાંથી કરો પ્રોફિટ બુક

સ્ટોક્સ અને ઈક્વિટી ઓકિએન્ટેડ ફંડ હવે રૂપિયા 1 લાખથી વધુના લાંબા ગાળાના મૂડી નફા પર લાદવામાં આવે છે, જો તમે લાંબા સમયગાળાનો કેપિટલ ગેઈન કર્યો હોય તો રૂપિયા 1 લાખ સુધીના લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન પર ટેક્સ મુક્તિ મેળવવાની આ તક છે. માટે, 31 માર્ચ પહેલાં નફો બુક કરો જેથી કરમુક્તિનો લાભ મળે.

આ પણ વાંચો : CISF Constable Recruitment 2022 : કોન્સ્ટેબરની ભરતી માટે અરજીની છેલ્લી તારીખ કઈ છે? જાણો સંપૂર્ણ વિગત

આ પણ વાંચો : FPO યોજના નાના ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી કૃષિ મંત્રીએ શું કરી વાત

Share your comments

Subscribe Magazine

More on News

More