ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ (સીઇએ) દાવાઓ સ્વ-ઘોષણા અથવા પરિણામના એસએમએસ/ રિપોર્ટ કાર્ડ/ ફી પેમેન્ટ/ ઇ-મેઇલ દ્વારા પણ કરી શકાય છે. જો કે, આ સુવિધા માર્ચ 2020 અને માર્ચ 2021 માં સમાપ્ત થતા શૈક્ષણિક વર્ષ માટે જ ઉપલબ્ધ રહેશે.
ભારત સરકાર દ્વારા એક પે કમીશનની સ્થાપના કરવામાં આવી છે જે કેન્દ્ર સરકારના કર્મચારીઓની પગાર માળખામાં ફેરફારની ભલામણ કરે છે (જેમાં મંત્રાલયો અને કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો સંબંધિત વિભાગોના કર્મચારીઓનો સમાવેશ થાય છે).
લાખો સરકારી કર્મચારીઓ સાતમા પે કમીશનની રાહ જોઈ રહ્યા છે. કારણ કે આ તેમના ભથ્થા, પગાર અને અન્ય લાભોમાં પણ વધારો કરશે. નોંઘણીએ છે કે, કેંદ્ર સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે સાતમું પે કમીશન છેલ્લી દફા 5 જાનયુઆરી 2016માં લાગુ થયુ હતુ. .
કેંદ્રીય કર્મચારીઓના પગારમાં 4500 ના વઘારો
કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો પછી તેમના માટે વધુ એક સારા સમાચાર છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ, જે કોવિડ -19 રોગચાળાને કારણે ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ (સીઇએ) નો દાવો કરવામાં નિષ્ફળ રહ્યા છે, તેઓ હવે આ નાણાંનો દાવો કરી શકે છે અને તેમને આ માટે કોઇપણ પ્રકારના સત્તાવાર દસ્તાવેજની જરૂર રહેશે નહીં.
કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેમના બાળકોના શિક્ષણ માટે ભથ્થું પણ મળશે, જે સાતમાં પે કમીશન અનુસાર દર મહીને 2,250 રૂપિયા છે. કોરોના વાયરસ ફાટી નીકળવાના કારણે ગત વર્ષથી શાળાઓ બંધ હતી જેના કારણે કેન્દ્ર સરકારના કર્મચારીઓ ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ (સીઈએ) નો દાવો કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
ગત મહિને, કર્મચારી અને તાલીમ વિભાગ દ્વારા એક ઓફિસ મેમોરેન્ડમ (ઓએમ) બહાર પાડવામાં આવ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે કોવિડ -19 રોગચાળાને કારણે કેન્દ્ર સરકારના કર્મચારીઓએ તેને ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ (સીઇએ) નો દાવો કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે કારણ કે વાલીઓએ ઓનલાઈન ફી જમા કરાવી હતી, પરંતુ શાળાઓએ વિદ્યાર્થીઓના પરિણામ ઈમેલ અથવા એસએમએસ દ્વારા મોકલ્યા ન હતા.
ડીઓપીટીના શુ કહવું છે
ડીઓપીટીએ કહ્યું છે કે ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ (સીઇએ) દાવાઓ સ્વ-ઘોષણા અથવા પરિણામના એસએમએસ/ રિપોર્ટ કાર્ડ/ ફી પેમેન્ટ/ ઇ-મેઇલ દ્વારા પણ કરી શકાય છે. જો કે, આ સુવિધા માર્ચ 2020 અને માર્ચ 2021 માં સમાપ્ત થતા શૈક્ષણિક વર્ષ માટે જ ઉપલબ્ધ રહેશે.
કેન્દ્ર સરકારના કર્મચારીઓને 2 બાળકોના શિક્ષણ માટે ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ (સીઇએ) મળશે અને આ ભથ્થું પ્રતિ બાળક 2250 રૂપિયા છે. જો કોઈ કર્મચારીએ માર્ચ 2020 અને માર્ચ 2021 ના શૈક્ષણિક કેલેન્ડરમાંથી ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ (CEA) નો દાવો કર્યો નથી, તો કર્મચારીઓ આ રકમનો દાવો કરી શકે છે અને કર્મચારીને તેના પગાર ઘટક તરીકે નાણાં પ્રાપ્ત થશે.
Share your comments