ઈટોલિજુમાબ (itolizumab) કે જે મોનોક્લોનલ એન્ટીબોડી છે, જેને અગાઉથી ગંભીર જૂની પ્લેક સોરાયસિસમાં ઉપયોગ કરવા માટે મંજૂરી મળી છે. હવે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ ક્લિનિકલ ટ્રાયલ ડેટાના આધાર પર આ ઈટોલિઝુમાબનો આકસ્મિક સંજોગોમાં મર્યાદિત ઉપયોગ કરવા મંજૂરી આપી છે. મેસર્સ બાયોકોન 2013થી અલ્ઝુમાબ બ્રાન્ડ નામથી મધ્યમથી ગંભીર જૂની પ્લેક સોરાયસિસનો રોગ ધરાવતા દર્દીના ઈલાજ માટે આ દવાના ઉત્પાદન તેમ જ માર્કેટીંગ કરવા મંજૂરી આપવામાં આવી છે. આ સ્વદેશી દવાને હવે કોવિડ-19ની સારવારમાં પણ આ દવાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
મેસર્સ બાયોકોને કોવિડ-19ના દર્દીઓમાં પેદા થતી બીજા તબક્કાના નિદાનના પરિણામ DCGI સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે, આ પરીક્ષણોના પરિણામો અંગે DCGIના કાર્યાલયના સંબંધિત નિષ્ણાતની સમિતિમાં આ અંગે વિગતવાર માહિતી રજૂ કરવામાં આવી છે. મૃત્યુદરના પ્રાથમિક સમાપન બિંદુ, PAO2 અને ઓક્સિજન (O2) સંતુપ્તિમાં સુધારા જેવા ફેફસાંને લગતા કાર્યોના મહત્વના મુદ્દાની વિગતવાર માહિતી રજૂ કરવામાં આવી છે. મુખ્ય સોજાને લગતા ચિન્હ IL-6 TNF આલ્ફા વગેરે પણ રજૂ કરવામાં આવ્યા છે.
Share your comments