આ પણ વાંચો : પશ્ચીમ બંગાળના રાજયપાલ ડૉ. સીવી આનંદ બોસ કૃષિ જગરણ મીડિયાના કેજે ચોપાલ માં રહ્યા હાજર
જોકે કૃષિ ક્ષેત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ અનેક સિદ્ધિઓ હાંસલ થઈ છે અને તેને લીધે દેશની આશરે 140 કરોડ વસ્તી માટે અન્ન તથા ખાદ્યાનની જરૂરિયાતોને પૂરી કરવામાં આવી રહી છે.
સરકારનો ઉદ્દેશ્ય કૃષિક્ષેત્રમાં રોજગારી વધારવા અને ખેડૂતોની આવક વધારવાનો છે. આ ઉદ્દેશ્યોને હાંસલ કરવા સરકાર કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદકતા વધારવા, ઈનપુટ ખર્ચ ઘટાડવા, ઉચ્ચ મૂલ્યના પાકોને પ્રાધાન્ય આપવા, ખેડૂતોનું જોખમ ઘટાડવા તથા કૃષિ વ્યવસાયને ટકાઉ બનાવવા સર્વશ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે.
ગત વર્ષ 2022માં ટેકનિકલ સ્તરે અનેક ફેરફાર જોવા મળ્યા છે. તેનો ઉદ્દેશ્ય કૃષિ ક્ષેત્રમાં નવી ઉંચાઈ પર લઈ જવાનો અને ખેડૂતોને સમૃદ્ધ બનાવવાનો છે. મોદી સરકાર ખેડૂતોની સમૃદ્ધિ માટે સતત પ્રયત્નશીલ છે.
નાણાકીય વર્ષ 2022-23માં કૃષિ ક્ષેત્રમાં મોદી સરકારની મહત્વની સિદ્ધિ
મોદી સરકારના આ 8 વર્ષ સામાન્ય જનતાને સમર્પિત કરવામાં આવ્યા છે. આ દરમિયાન મોદી સરકાર કૃષિ સંબંધિત એવી ઘણી લોક કલ્યાણકારી યોજના લઈને આવેલા છે કે જેનો લાભ ખેડૂતોને મળ્યો છે. જેમ કે - PM કિસાન સન્માન નિધિ યોજના, PM ફસલ બીમા યોજના, ગરીબ કલ્યાણ અન્ન યોજના, ખાતર સબસિડી યોજના, KCC યાદી. નાણાકીય વર્ષ 2022-23માં મોદી સરકારની વિવિધ જન કલ્યાણ યોજનાઓની ઉપલબ્ધિ પર નજર કરીએ
કૃષિ બજેટમાં વધારો
દેશભરમાં કૃષિ સંબંધિત કોઈપણ યોજના ચલાવવા માટે પૂરતું બજેટ જરૂરી છે. જેના કારણે કૃષિ બજેટમાં સતત વધારો કરવામાં આવ્યો તે મોદી સરકારની પ્રથમ સિદ્ધિ છે.કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા નાણાકીય વર્ષ 2022-23માં કૃષિ ક્ષેત્ર માટે બજેટની ફાળવણી વધારીને રૂપિયા 124,000 કરોડ કરવામાં આવી છે, જે ગયા નાણાકીય વર્ષ 2021-22માં રૂપિયા 118,258 કરોડ હતી. આ રીતે, કૃષિ માટે બજેટ ફાળવણીમાં કુલ 5700 કરોડ રૂપિયાનો વધારો થયો છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
વડાપ્રધાનની મહત્વાકાંક્ષી યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના મોદી સરકારે લગભગ 4 વર્ષ પૂર્વે 2019માં શરૂ કરી હતી. આ યોજના હેઠળ ગરીબ ખેડૂતોને દર વર્ષે રૂપિયા 6000 આર્થિક સહાયતા આપવામાં આવે છે.આ નાણાં ખેડૂતોને 4-4 મહિનાના સમયાંતરે રૂપિયા 2000ના અલગ-અલગ હપ્તામાં આપવામાં આવે છે. આ રકમ ખેડૂતોને ખેતી માટે બિયારણ, ખાતર અને અન્ય ઇનપુટ્સ ખરીદવામાં મદદ કરવા માટે આપવામાં આવે છે. આજે આ યોજનાનો લાભ લાખો ગરીબ ખેડૂતોને મળી રહ્યો છે.
પાક વીમા પૉલિસી
આ યોજના સરકાર દ્વારા 2016માં શરૂ કરવામાં આવી હતી. કૃષિ ક્ષેત્રે કુદરતી આફતોના કારણે ખેડૂતોને થતા આર્થિક નુકસાનને અમુક અંશે ઘટાડવા સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવે છે. સરકાર દ્વારા આ યોજનાની પ્રીમિયમની રકમ ઘણી ઓછી નક્કી કરવામાં આવી છે.છેલ્લા 5 વર્ષમાં લગભગ 29.29 કરોડ ખેડૂતોએ આ યોજના હેઠળ નોંધણી કરાવી છે અને 8.99 કરોડ (કામચલાઉ) ખેડૂતોને દાવા તરીકે રૂપિયા 103903 કરોડથી વધુ પ્રદાન કરવામાં આવ્યા છે. આ યોજના હેઠળ ખેડૂતોને રૂપિયા 100 પ્રીમિયમ રકમ પર દાવા તરીકે રૂપિયા 484 પ્રાપ્ત થાય છે.
વિક્રમજનક ખાદ્યાન્ન ઉત્પાદન
સારા ચોમાસાને કારણે સરકારે પાક વર્ષ 2022-23 માટે 3235.54 લાખ ટનનો વિક્રમી ખાદ્યાન્ન ઉત્પાદન લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે, જે અગાઉના વર્ષ 2021-22 કરતાં 79.38 લાખ ટન વધુ છે.
કિસાન ક્રેડિટ કાર્ડ
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 1998 માં ભારત સરકાર, ભારતીય રિઝર્વ બેંક અને નાબાર્ડ દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને ઓછા વ્યાજ દરે લોન આપવાનો છે. KCC હેઠળ, 2022-23માં, ખેડૂતોને માત્ર 4% લઘુત્તમ વ્યાજ દરે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ લોન ખેડૂતોને ટૂંકા ગાળા માટે એટલે કે 5 વર્ષ માટે આપવામાં આવે છે. આ યોજનાનો ઉદ્દેશ ખેડૂતોને શાહુકારોથી મુક્ત કરવાનો છે. આ લોન ખેડૂતો તેમજ પશુપાલન અને મત્સ્યપાલન ખેડૂતોને સૌથી ઓછા વ્યાજ દરે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ યોજના હેઠળ કરોડો ખેડૂતોને લાભ મળી રહ્યો છે.
ખેતીમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ
મોદી સરકાર કૃષિ ક્ષેત્રમાં ગૌરવપૂર્ણ સિદ્ધિઓ મેળવી રહી છે. સરકારે કૃષિમાં ડ્રોન જેવી ટેક્નોલોજીનો સમાવેશ કરવાની હાકલ કરી છે. જેના કારણે ખેડૂતો ડ્રોનનો ઉપયોગ કરીને કૃષિ પાકનું મૂલ્યાંકન કરી શકશે અને જંતુનાશક દવાનો છંટકાવ કરવા સિવાય અન્ય કૃષિ સંબંધિત કામ કરી શકશે.
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના
સરકારે આ યોજનાના અમલીકરણ માટે નાણાકીય બજેટમાં 8587 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આ યોજના આપણા દેશના ખેડૂતોને લાભ આપવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય દરેક ખેતરમાં પાણી પહોંચાડવાનો છે, જેના માટે ખેડૂતોને સિંચાઈના સાધનો ખરીદવા માટે સબસિડી આપવામાં આવે છે. આ ઉપરાંત સરકારે સિંચાઈ વિસ્તાર વધારવા માટે પાંચ નદીઓને જોડવાની જોગવાઈ પણ કરી છે.
Share your comments