Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકના કામને કારણે 21 જૂન સુધી રેલ વ્યવહાર ને અસર

રાજકોટ ડિવિઝનમાં ચાલી રહેલા ડબલ ટ્રેકના કામ હેઠળ સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા સ્ટેશનો પર ઈન્ટરલોકિંગ ના કામ માટે અને રામપરડા યાર્ડના રિમોડલિંગના કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 14 જૂનથી લઈને 21 જૂન, 2022 સુધી રેલ વ્યવહાર ને અસર થશે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
Impact of double track work in Surendranagar-Rajkot section
Impact of double track work in Surendranagar-Rajkot section

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફ ના જણાવ્યા અનુસાર, જે ટ્રેનોને અસર થશે તેની વિગતો નીચે મુજબ છે:

રદ કરાયેલી ટ્રેનો:

  • ટ્રેન નં 22959 વડોદરા - જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 15.06.2022 થી 20.06.2022 સુધી રદ.
  • ટ્રેન નં 22960 જામનગર - વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 16.06.2022 થી 21.06.2022 સુધી રદ.

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:

  • ટ્રેન નં 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ 14.06.2022 થી 19.06.2022 સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ, આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  • ટ્રેન નં 19210 ઓખા - ભાવનગર એક્સપ્રેસ 15.06.2022 થી 20.06.2022 સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી દોડશે. આમ, આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  • ટ્રેન નં 19119 અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ 15.06.2022 થી 20.06.2022 સુધી અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-સોમનાથ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  • ટ્રેન નં 19120 સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ 15.06.2022 થી 20.06.2022 સુધી સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે. આમ, આ ટ્રેન સોમનાથ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

આ પણ વાંચો:20 વર્ષના સમયગાળા માટે 72 ગીગાહર્ટ્ઝથી વધુ સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવશે

રીશેડ્યુલ કરેલ ટ્રેન:

  • ટ્રેન નં 22969 ઓખા - વારાણસી સુપરફાસ્ટ એક્સપ્રેસને 16.06.2022 ના રોજ રિશેડ્યૂલ કરવામાં આવી છે. આ ટ્રેન ઓખાથી તેના નિર્ધારિત સમય થી 2 કલાક અને 40 મિનટ મોડી ઉપડશે.

માર્ગ માં રેગ્યુલેટેડ (લેટ થનારી) ટ્રેનો:

15મી જૂનથી 20મી જૂન, 2022 સુધી વાર મુજબ લેટ થનારી ટ્રેનોની વિગત નીચે મુજબ છે:

  • બુધવારે ટ્રેન નં 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંટો એક્સપ્રેસ માર્ગમાં 50 મિનિટ મોડી પડશે.
  • ગુરુવારે ટ્રેન નં 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંટો એક્સપ્રેસ માર્ગમાં 40 મિનિટ મોડી પડશે.
  • શુક્રવારે ટ્રેન નં 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંટો એક્સપ્રેસ માર્ગમાં 40 મિનિટ, ટ્રેન નં 22924 જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ 30 મિનિટ, ટ્રેન નં 15045 ગોરખપુર-ઓખા 2 કલાક 40 મિનિટ અને ટ્રેન નં 19015 મુંબઈ સેન્ટ્રલ- પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 30 મિનિટ મોડી પડશે.
  • શનિવારે ટ્રેન નં 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંટો એક્સપ્રેસ 40 મિનિટ મોડી પડશે.

રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતા નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

આ પણ વાંચો:અમિત શાહે સહકારી બેંકો દ્વારા ધિરાણ પ્રવાહ વધારવા માટે આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલા મહત્વપૂર્ણ પગલાંને આવકાર્યું

Share your comments

Subscribe Magazine

More on News

More